Dabhoi: પાલિકાએ ખોદેલી કાંસને રોષે ભરાયેલા ગ્રામજનોએ પૂરાવી દીધી

May 21, 2026 - 06:30
Dabhoi: પાલિકાએ ખોદેલી કાંસને રોષે ભરાયેલા ગ્રામજનોએ પૂરાવી દીધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ચોમાસું નજીક આવતાં જ ડભોઈ નગરપાલિકા દ્વારા પ્રીમોન્સૂન કામગીરીના ભાગરૂપે વરસાદી કાંસોની સાફ્-સફાઇ અને ખોદકામ શરૂ કરાયું છે. પરંતુ ડભોઈ નગરપાલિકાની આ કામગીરી સામે હવે ગ્રામજનો અને સ્થાનિક નેતાઓમાં ભારે ખરવા ચોકડી નજીક કરાયેલા ખોદકામને કારણે ચોમાસાનું પાણી થરવાસા ગામમાં ઘૂસી જવાની ભીતિ ઊભી થતાં ભારે હોબાળો મચ્યો હતો.

ગામ બચાવવા માટે ગ્રામજનોએ જ આ ખોદકામ પૂરી દીધું હતું. થરવાસા ચોકડી નજીક મંગળવારે નગરપાલિકાની પ્રીમોન્સન કામગીરી ચાલી રહી હતી, ત્યારે થુવાવી જિલ્લા પંચાયત સદસ્ય ભાવેશ પટેલ અને સ્થાનિકો ત્યાં દોડી આવ્યા હતા. પાલિકા દ્વારા જે રીતે વરસાદી કાંસ ઊંડી કરીને ખોદકામ કરાયું હતું, તેનાથી ડભોઈનું પાણી થરવાસા તરફ્ વળે તેમ હતું. આ જોતાં રોષે ભરાયેલા ભાવેશ પટેલ અને ગ્રામજનોએ પાલિકા દ્વારા કરવામાં આવેલું ખોદકામ જાતે જ પૂરી દીધું હતું. ગ્રામજનોની મુખ્ય માંગો છે કે, થરવાસા પાસે પાલિકાએ ખોદેલી કાંસ ગ્રામજનોએ પૂરાવી દીધી. જોગામમાં પાણી ઘૂસશે તો જવાબદારી કોની સ્થાનિકોનો આક્ષેપ છે કે, જો નગરપાલિકા આ જ પ્રકારે આડેધડ કામગીરી ચાલુ રાખશે, તો આગામી ચોમાસામાં આખા થરવાસા ગામમાં પાણી ઘૂસી જશે અને લોકો મુશ્કેલીમાં મૂકાશે. જો આવી પરિસ્થિતિ ઊભી થશે તો તેની જવાબદારી કોની રહેશે? ના સવાલો ખડા થયા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0