CMનો દક્ષિણ ગુજરાતના ટુરિઝમને બૂસ્ટર ડોઝ! આંખના પલકારામાં અંતરિયાળ પ્રવાસન સ્થળોએ પહોંચી જશો

Mar 17, 2026 - 17:30
CMનો દક્ષિણ ગુજરાતના ટુરિઝમને બૂસ્ટર ડોઝ! આંખના પલકારામાં અંતરિયાળ પ્રવાસન સ્થળોએ પહોંચી જશો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત જેવા શહેરમાં રહો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક જંગલો અને પ્રવાસન સ્થળોએ જવુ છે તો હવે લાંબા આયોજનની જરૂર નહી પડે, આંખનાં પલકારામાં પહોંચી જશો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતમાં આવેલા પ્રવાસન સ્થળોને જોડતા રસ્તાઓને પહોળા અને અપગ્રેડ કરવાનો એક બૂસ્ટર ડોઝ આપ્યો છે.

પ્રવાસન સ્થળોને જોડતા રસ્તાઓ માટે પણ માતબર રકમ ફાળવવામાં આવી

તાજેતરમાં જ મુખ્યમંત્રીએ સુરત ઇકોનોમિક રિજિયન (SER) યોજના (ફેઝ 1) અતંર્ગત સુરત, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ જેવા જિલ્લાઓમાં વિવિધ રસ્તાઓ બનાવવા અને અપગ્રેડ કરવા માટે રૂપિય 1,185 કરોડ જેટલી માતબર રકમ મંજૂર કરી છે. આ યોજનામાં પ્રવાસન સ્થળોને જોડતા રસ્તાઓ માટે પણ માતબર રકમ ફાળવવામાં આવી છે. આ યોજના અતંર્ગત જિલ્લાઓમાં માર્ગોને પહોળા કરાશે, તેને મજબૂત કરાશે. જરૂરી જગ્યાએ આ રસ્તાઓ 4 અને 6 માર્ગિય કરાશે અને કેટલાક શહેરોમાં બાયપાસ માર્ગોનું નિર્માણ કરાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતના પ્રવાસન ક્ષેત્રએ વર્ષ 2024માં વિદેશથી આવતા પ્રવાસીઓમાં 14.85 ટકા જેટલો જબદરસ્ત વધારો થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભારતમાં ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર વિશેષ ઉભરી આવ્યું છે. સૌથી વધારે વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત દેશભરમાં ત્રીજા નંબરે રહ્યું છે.

સુરતના સુવાલી બીચ પર સહેલાઈથી પહોંચી શકશો

સુરતના દરિયાકાંઠે આવેલા મોરા–સુવાલી બીચ માર્ગનો વિકાસ કરાશે આથી, સુવાલી બીચ સુધી પહોંચવું વધુ સરળ બનશે. સુવાલી બીચ સુરત જિલ્લાના મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળ તરીકે વિકસ્યુ છે અને અહીં યોજાતો “સુવાલી બીચ ફેસ્ટિવલ” આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. માર્ગના વિકાસથી પ્રવાસન પ્રવૃત્તિઓને વધુ પ્રોત્સાહન મળશે તેમજ વિસ્તારમાં આર્થિક વિકાસને ગતિ મળશે. સુવાલી બીચ રોડ કોસ્ટર હાઈવે ફેઝ-1 અંતર્ગત 10.00મી પહોળો કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી સુવાલી બીચનો સુરત જિલ્લાના પ્રવાસન સ્ટ્થળમાં સમાવેશ કરાયો હતો. હવે હજારોની સંખ્યામાં સહેલાણીઓ આ બીચની મુલાકાત લે છે. આથી, મોરાથી સુવાલી બીચ રોડ ફોર લેન કરવામાં આવશે.

ઐતિહાસિક અમદાવાદ-દાંડી હેરિટેજ રૂટ પહોળો કરાશે

મહાત્મા ગાંધીની ઐતિહાસિક દાંડીયાત્રાના રૂટ પર હવે સહેલાઈથી પ્રવાસ કરી શકાશે. અમદાવાદ-દાંડી હેરિટેજ રૂટ- પર આવતા કદરામા, એરથાણ, ટકરામા, ભટગામ, મોહમ્મંદપુરા, ગોલા, સાંધિયેર, ગામને આ રસ્તો જોડે છે. આ રસ્તાને ત્રણ મીટરમાંથી સાત મીટર પહોળો કરાશે અને ટ્રાફિકનું ભારણ ઘટતા આ ઐતિહાસિક માર્ગ પર જવુ વધુ સુગમ બનશે. કોસ્ટલ હાઈવે દ્વારા સંજાણ અને દમણ સુધી પહોંચું બનશે આસાન

વલસાડ જિલ્લામાં ઉમરસાડીથી કોલક નદી કોસ્ટલ હાઇ-વે પર કોઝ-વે બનશે. આ કોસ્ટલ હાઈવે વલસાડ અને દમણને જોડતો અગત્યનો રસ્તો છે. આ નયનરમ્ય રસ્તો દમણ, ઉદવાડા અગિયારી, ઉમરસાડી વોક-વે બ્રિજ વગેરે પ્રવાસન સ્થળોને જોડતો રસ્તો છે. હયાત 10 મીટર રસ્તાને હવે પહોળો કરીને ફોર-લેન કરવામાં આવશે. ડાંગનું પ્રાકૃતિક સૌંદર્ય હવે શહેરોથી દૂર નથી

ગુજરાતનો અતંરિયાળ ગણાતો આદિવાસી વસ્તી ધરાવતો ડાંગ જિલ્લો હવે દૂર નહીં લાગે. તેની પ્રાકૃતિક સુંદરતા જોવા માટે થોડી જ વારમાં પહોંચી શકાશે. ડાંગમાં વઘઈથી આહવા જવાનો રાજ્ય ધોરીમાર્ગ ડાંગ જિલ્લાના અન્ય ગામોને જિલ્લા મથક સાથે જોડે છે અને પ્રવાસન તથા યાત્રાધામની દ્રષ્ષ્ટએ ઘણી અગત્યતા ધરાવે છે. આ રસ્તો શબરીધામ, પંપા સરોવર, અગ્નિનકુંડ, પાંડવ ગુફા, વગેરે જેવા પવિત્ર યાત્રાધામાં તથા ડોન હિલ સ્ટ્ટેશન, મહાલ કેમ્પ સાઈટ, દેવનીમાળ કેમ્પ સાઈટ, સાપુતારા હીલ સ્ટેશન તેમજ સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી સાપુતારા જેવા પ્રવાસન સ્થળો માટે અત્યંત મહત્વનો રસ્તો છે. આ રસ્તો હવે ચાર-માર્ગીય થશે અને લોકો ઝડપથી અતંરિયાળ વિસ્તારમાં આવેલા પ્રવાસન સ્થળોએ ઝડપથી પહોંચી શકશે. રજવાડી નગર ધરમપુર હવે હાથવેંતમાં

આવી જ રીતે, ચીખલીથી ખેરગામ થઈને ધરમપુર જતા રસ્તાને ચાર માર્ગીય કરવામાં આવશે અને ધરમપુર જવુ વધુ સરળ બનશે. આ રસ્તો પહોળો થતા ચોમાસામાં પ્રકૃતિના ખોળે આવેલા ધરમપુર અને વિલ્સન હીલ જેવા પ્રવાસન સ્થળોએ ઝડપથી પહોંચી શકાશે. દક્ષિણ ગુજરાતનાં પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર એવા પ્રવાસન અને યાત્રાધામો જેવા કે, કેવડી ઇકો-ટુરીઝમ સાઇટ (માંડવી), પદમડુંગરી ઇકો-ટુરિઝમ સાઇટ (ડોલવણ), ઉનાઇ મંદિર (વાસંદા), વઘઈ બોટનિકલ ગાર્ડન, વાસંદા નેશનલ પાર્ક (વાંસદા), પુર્ણા વન્યજીવ અભ્યારણ્ય, અને ગીરા ધોધ જેવા અનેક સ્થળોએ માનવ મહેરામણ ઉમટી પડે છે. પ્રવાસન સ્થળોના વિકાસની સાથે સાથે સ્થાનિક લોકોને રોજગારી મળશે અને સરકારનાં સૌના સાથ અને સૌના વિકાસના મંત્રને નવી ઉર્જા મળશે. 

આ પણ વાંચો : Ahmedabad News: યુનેસ્કોની ટીમ ચાર દિવસની મુલાકાત દરમિયાન વર્લ્ડ હેરિટેજ સિટીના દરજ્જાની સમીક્ષા કરશે


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0