CID: સ્પાની આડમાં દેહ વ્યાપારનો ધંધો કરતા 30 સ્થળો પર દરોડા

અમદાવાદમાં સ્પાની આડમા દેહ વ્યાપારનો પર્દાફાશ CID ક્રાઇમે અમદાવાદ-ગાંધીનગરમાં કરી હતી રેડ સાબરકાંઠાના મોહસીન મેમણ વિરુદ્ધ ગુનો દાખલ CID ક્રાઈમ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ચાલતા સ્પા સેન્ટરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાંથી 30 જેટલા સ્થળો પર સ્પાની આડમાં દેહ વ્યાપાર ચાલતો હતો. CID ક્રાઈમને મળેલ બાતમીના આધારે પોલીસ અધિકારીઓ દ્વારા રાજ્યના અલગ- અલગ જિલ્લાઓમાં હોટલ અને સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાંથી 30 જેટલા સ્થળો પર દેહ વ્યાપાર ચાલતો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના સેટેલાઈટમાં માયરા સ્પાના નામે કૂટણખાનુ ચાલતું હતું. તેમજ ગાંધીનગરના સરગાસણમાંથી પણ વિદેશી યુવતીઓ પકડાઈ હતી. 30 જેટલા સ્થળોમાંથી 14 જેટલા સ્થળો પર વિદેશી યુવતીઓ અને ગ્રાહકો પકડાયા હતા. હોટલમાં મોબાઈલ એપ્લિકેશનની મદદથી વેપાર ચાલતો ગ્રાહકોને આકર્ષવા માટે મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી હતી. એપ્લિકેશનમાં વિદેશી યુવતીઓના ફોટા અપલોડ કરીને ગ્રાહકોનું બુકીંગ કરવામા આવતું હતું. તમામ એપ્લિકેશન વિદેશથી ઓપરેટ થતી હતી. વિદેશથી આવતી યુવતીઓ હોટલમાં 15 થી 20 સુધી રોકાતી હતી. આ બાબતે સીઆઈડી ક્રાઈમે ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાબરકાંઠામાં પણ દેહ વેપાર ધમધમ્યો સાબરકાંઠાના મોહસીન મેમણ નામના શખ્સ દ્વારા સ્પાની આડમાં દેહ વેપારનો ધંધો શરૂ કરવામાં આવ્યો હતો. જેની બાતમી સીઆઈડી ક્રાઈમને થતાં તાત્કાલિક સ્પા સેન્ટર પર દરોડો પાડવામાં આવ્યો હતો. અને સ્પાના સંચાલક મોહસીન મેમણની ધરપકડ કરીને ગુન્હો દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

CID: સ્પાની આડમાં દેહ વ્યાપારનો ધંધો કરતા 30 સ્થળો પર દરોડા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદમાં સ્પાની આડમા દેહ વ્યાપારનો પર્દાફાશ
  • CID ક્રાઇમે અમદાવાદ-ગાંધીનગરમાં કરી હતી રેડ
  • સાબરકાંઠાના મોહસીન મેમણ વિરુદ્ધ ગુનો દાખલ

CID ક્રાઈમ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ચાલતા સ્પા સેન્ટરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાંથી 30 જેટલા સ્થળો પર સ્પાની આડમાં દેહ વ્યાપાર ચાલતો હતો.

CID ક્રાઈમને મળેલ બાતમીના આધારે પોલીસ અધિકારીઓ દ્વારા રાજ્યના અલગ- અલગ જિલ્લાઓમાં હોટલ અને સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાંથી 30 જેટલા સ્થળો પર દેહ વ્યાપાર ચાલતો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના સેટેલાઈટમાં માયરા સ્પાના નામે કૂટણખાનુ ચાલતું હતું. તેમજ ગાંધીનગરના સરગાસણમાંથી પણ વિદેશી યુવતીઓ પકડાઈ હતી. 30 જેટલા સ્થળોમાંથી 14 જેટલા સ્થળો પર વિદેશી યુવતીઓ અને ગ્રાહકો પકડાયા હતા.

હોટલમાં મોબાઈલ એપ્લિકેશનની મદદથી વેપાર ચાલતો

ગ્રાહકોને આકર્ષવા માટે મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી હતી. એપ્લિકેશનમાં વિદેશી યુવતીઓના ફોટા અપલોડ કરીને ગ્રાહકોનું બુકીંગ કરવામા આવતું હતું. તમામ એપ્લિકેશન વિદેશથી ઓપરેટ થતી હતી. વિદેશથી આવતી યુવતીઓ હોટલમાં 15 થી 20 સુધી રોકાતી હતી. આ બાબતે સીઆઈડી ક્રાઈમે ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સાબરકાંઠામાં પણ દેહ વેપાર ધમધમ્યો

સાબરકાંઠાના મોહસીન મેમણ નામના શખ્સ દ્વારા સ્પાની આડમાં દેહ વેપારનો ધંધો શરૂ કરવામાં આવ્યો હતો. જેની બાતમી સીઆઈડી ક્રાઈમને થતાં તાત્કાલિક સ્પા સેન્ટર પર દરોડો પાડવામાં આવ્યો હતો. અને સ્પાના સંચાલક મોહસીન મેમણની ધરપકડ કરીને ગુન્હો દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.