Kheda: તળપદા સમાજના યુવકે વિધર્મીને જમીન વેચાણ આપતા વિવાદ, કલેકટરને આવેદનપત્ર અપાયુ

જમીનની સામે આવેલ તળપદા સમાજની માતાનો મઢ પણ આ જમીનમાં આવતા રોષપ્રોપર્ટી કાર્ડમાં જમીનનું ક્ષેત્રફળ ચોરસ ફૂટમાં અને જમીનનો વેચાણ કરાર ચોરસ મીટરમાં કરી દેવાતા વિવાદ સ્થાનિક તળપદા સમાજના લોકોને જમીન ખાલી કરવા અને મંદિર તોડી પાડવા ધમકીઓ અપાયાનો આક્ષેપ ખેડા જિલ્લાના નડિયાદમાં તળપદા સમાજના એક યુવકે આણંદના વિધર્મીને જમીન વેચાણ આપતા વિવાદ સર્જાયો છે. પ્રોપર્ટી કાર્ડમાં જમીનનું ક્ષેત્રફળ ચોરસ ફૂટમાં છે, તે જમીનનો વેચાણ કરાર ચોરસ મીટરમાં કરી દેવામાં આવ્યો છે. જેના કારણે જમીનની સામે આવેલા તળપદા સમાજની માતાનો મઢ પણ આ જમીનમાં આવી જાય છે. જમીન ખરીદનાર તરફથી તળપદા સમાજના લોકોને જમીન ખાલી કરવા ધમકી અપાઈ ત્યારે જમીન ખરીદનાર આણંદના સુફિયાબેન વોહરા અને તેમના પરિવારજનો દ્વારા હવે સ્થાનિક તળપદા સમાજના લોકોને જમીન ખાલી કરવા અને મંદિર તોડી પાડવા ધમકીઓ આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જેના કારણે સ્થાનિકો દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે અને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે. દસ્તાવેજમાં ચોરસ ફૂટની જગ્યાએ ચોરસ મીટરનો ઉલ્લેખ કરવામાં આવ્યો સ્થાનિકોની રજુઆત છે કે જમીન વેચનાર પ્રતાપ કાભાઈને વર્ષ 1977માં સરકાર દ્વારા રૂપિયા 1ના ટોકનથી જમીન આપવામાં આવી હતી. જેથી તેઓ આ જમીન કોઈ અન્યને વેચાણ કરી શકે નહીં. ઉપરાંત આ જમીનનું જે ક્ષેત્રફળ છે, તે પ્રોપર્ટી કાર્ડ મુજબ 675 ચોરસ ફૂટ છે. પરંતુ જે દસ્તાવેજ કરવામાં આવ્યો છે તે 675 ચોરસ મીટરનો કરવામાં આવ્યો છે, જે દસ્તાવેજ થયો છે તે ખોટો છે. જેના કારણે માતાનો મઢ ઉપરાંત આસપાસના સ્થાનિકોના મકાનને પણ નુકસાન થઈ શકે તેમ છે. આ પ્રકારની સ્થિતિમાં આગામી દિવસોમાં કોમી એકતાનું વાતાવરણ પણ ડહોળાય તેવી સ્થિતિ છે. 

Kheda: તળપદા સમાજના યુવકે વિધર્મીને જમીન વેચાણ આપતા વિવાદ, કલેકટરને આવેદનપત્ર અપાયુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જમીનની સામે આવેલ તળપદા સમાજની માતાનો મઢ પણ આ જમીનમાં આવતા રોષ
  • પ્રોપર્ટી કાર્ડમાં જમીનનું ક્ષેત્રફળ ચોરસ ફૂટમાં અને જમીનનો વેચાણ કરાર ચોરસ મીટરમાં કરી દેવાતા વિવાદ
  • સ્થાનિક તળપદા સમાજના લોકોને જમીન ખાલી કરવા અને મંદિર તોડી પાડવા ધમકીઓ અપાયાનો આક્ષેપ

ખેડા જિલ્લાના નડિયાદમાં તળપદા સમાજના એક યુવકે આણંદના વિધર્મીને જમીન વેચાણ આપતા વિવાદ સર્જાયો છે. પ્રોપર્ટી કાર્ડમાં જમીનનું ક્ષેત્રફળ ચોરસ ફૂટમાં છે, તે જમીનનો વેચાણ કરાર ચોરસ મીટરમાં કરી દેવામાં આવ્યો છે. જેના કારણે જમીનની સામે આવેલા તળપદા સમાજની માતાનો મઢ પણ આ જમીનમાં આવી જાય છે.

જમીન ખરીદનાર તરફથી તળપદા સમાજના લોકોને જમીન ખાલી કરવા ધમકી અપાઈ

ત્યારે જમીન ખરીદનાર આણંદના સુફિયાબેન વોહરા અને તેમના પરિવારજનો દ્વારા હવે સ્થાનિક તળપદા સમાજના લોકોને જમીન ખાલી કરવા અને મંદિર તોડી પાડવા ધમકીઓ આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જેના કારણે સ્થાનિકો દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે અને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે.

દસ્તાવેજમાં ચોરસ ફૂટની જગ્યાએ ચોરસ મીટરનો ઉલ્લેખ કરવામાં આવ્યો

સ્થાનિકોની રજુઆત છે કે જમીન વેચનાર પ્રતાપ કાભાઈને વર્ષ 1977માં સરકાર દ્વારા રૂપિયા 1ના ટોકનથી જમીન આપવામાં આવી હતી. જેથી તેઓ આ જમીન કોઈ અન્યને વેચાણ કરી શકે નહીં. ઉપરાંત આ જમીનનું જે ક્ષેત્રફળ છે, તે પ્રોપર્ટી કાર્ડ મુજબ 675 ચોરસ ફૂટ છે. પરંતુ જે દસ્તાવેજ કરવામાં આવ્યો છે તે 675 ચોરસ મીટરનો કરવામાં આવ્યો છે, જે દસ્તાવેજ થયો છે તે ખોટો છે. જેના કારણે માતાનો મઢ ઉપરાંત આસપાસના સ્થાનિકોના મકાનને પણ નુકસાન થઈ શકે તેમ છે. આ પ્રકારની સ્થિતિમાં આગામી દિવસોમાં કોમી એકતાનું વાતાવરણ પણ ડહોળાય તેવી સ્થિતિ છે.