Chhotaudepurના સંખેડામાં વેપારીના ત્રાસથી ખેડૂતનો આત્મહત્યાનો પ્રયાસ

છોટાઉદેપુરના સંખેડામાં ખેડૂતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો. ખેડૂત અને કપાસના વેપારી વચ્ચે ઘર્ષણ થતાં મામલાએ ગંભીર સ્વરૂપ લીધું. વેપારીના ત્રાસના કારણે ખેડૂતે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો.ઘટનાની પોલીસને જાણ કરતાં સ્થળ પર પંહોચી વધુ તપાસ હાથ ધરી. સંખેડા તાલુકાના હાંડોદની ઘટના ખેડૂત દ્વારા વેપારીને માર મારવામાં આવ્યો જિનમાં ખેડૂતને થાંભલા સાથે બાંધી દેવાયો ખેડૂતને લાગી આવતા ઝેરી દવા ગટગટાવી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી ખેડૂત-વેપારી વચ્ચે ઘર્ષણસંખેડા તાલુકામાં હાડોદમાં ખેડૂતને હેરાન કરાતા હોવાની ઘટના સામે આવી. હાંડોદમાં જગદંબા જિનમાં એક ખેડૂત કપાસનું વેચાણ કરવા આવ્યો હતો. દરમ્યાન CCIમાં કપાસ વેચવા માટે આવેલા ખેડૂત-વેપારી વચ્ચે ઘર્ષણ થયું. વેપારીએ પોતાનો પિત્તો ખોયો અને ખેડૂતને થાંભલા સાથે બાંધી દેવાયો. વેપારીએ કપાસના વેપારીને માર મારી અધમૂઓ કર્યો. ખેડૂતને બચાવવા તેના પુત્રએ પ્રયાસ કર્યો તો તેને પણ ઢોર માર માર્યો. ખેડૂતને લાગી આવતા ઝેરી દવા ગટગટાવી. દરમ્યાન ત્યાં હાજર સ્થાનિક દ્વારા સમગ્ર મામલાની પોલીસને જાણ કરવામાં આવી. વેપારીએ ખેડૂત અને તેના પુત્રને માર મારતા બંને પોલીસે સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા. ઝેરી દવા પીધેલા ખેડૂત અને તેના પુત્રને સારવાર અર્થે સંખેડા રેફરલ હોસ્પિટલમાં લવાયા. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. આર્થિક નુકસાન થતાં આત્મહત્યાનો પ્રયાસઅગાઉ પણ લોકોને પોષનારા ખેડૂતો વિવિધ સમસ્યાને લઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. ભાણવડના એક ખેડૂતને ખોટા દસ્તાવેજ કરી તેની જમીન હડપવામાં આવ્યા બાદ જવાબદાર સામે કોઈ કાર્યવાહી ના કરાતા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે બનાસકાંઠામાં પણ ઠેર ઠેર વિજ થંભલાના કારણે ખેતીની જમીન બગડતા તેઓ યોગ્ય ઉત્પાદન ના કરી શકતા આર્થિક નુકસાનની સામનો કરવો પડ્યો. આથી જ ભારે આર્થિક તંગીને પગલે ખેડૂતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મોટાભાગે ખેતીમાં થતા નુકસાનના કારણે આર્થિક તંગીમાં ભીંસાતા આત્મહત્યાનું પગલું લેતા હોવાનું સામે આવ્યું છે.

Chhotaudepurના સંખેડામાં  વેપારીના ત્રાસથી ખેડૂતનો આત્મહત્યાનો પ્રયાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

છોટાઉદેપુરના સંખેડામાં ખેડૂતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો. ખેડૂત અને કપાસના વેપારી વચ્ચે ઘર્ષણ થતાં મામલાએ ગંભીર સ્વરૂપ લીધું. વેપારીના ત્રાસના કારણે ખેડૂતે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો.ઘટનાની પોલીસને જાણ કરતાં સ્થળ પર પંહોચી વધુ તપાસ હાથ ધરી.

  • સંખેડા તાલુકાના હાંડોદની ઘટના
  • ખેડૂત દ્વારા વેપારીને માર મારવામાં આવ્યો
  • જિનમાં ખેડૂતને થાંભલા સાથે બાંધી દેવાયો
  • ખેડૂતને લાગી આવતા ઝેરી દવા ગટગટાવી
  • પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી

ખેડૂત-વેપારી વચ્ચે ઘર્ષણ

સંખેડા તાલુકામાં હાડોદમાં ખેડૂતને હેરાન કરાતા હોવાની ઘટના સામે આવી. હાંડોદમાં જગદંબા જિનમાં એક ખેડૂત કપાસનું વેચાણ કરવા આવ્યો હતો. દરમ્યાન CCIમાં કપાસ વેચવા માટે આવેલા ખેડૂત-વેપારી વચ્ચે ઘર્ષણ થયું. વેપારીએ પોતાનો પિત્તો ખોયો અને ખેડૂતને થાંભલા સાથે બાંધી દેવાયો. વેપારીએ કપાસના વેપારીને માર મારી અધમૂઓ કર્યો. ખેડૂતને બચાવવા તેના પુત્રએ પ્રયાસ કર્યો તો તેને પણ ઢોર માર માર્યો. ખેડૂતને લાગી આવતા ઝેરી દવા ગટગટાવી. દરમ્યાન ત્યાં હાજર સ્થાનિક દ્વારા સમગ્ર મામલાની પોલીસને જાણ કરવામાં આવી. વેપારીએ ખેડૂત અને તેના પુત્રને માર મારતા બંને પોલીસે સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા. ઝેરી દવા પીધેલા ખેડૂત અને તેના પુત્રને સારવાર અર્થે સંખેડા રેફરલ હોસ્પિટલમાં લવાયા. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી.

આર્થિક નુકસાન થતાં આત્મહત્યાનો પ્રયાસ

અગાઉ પણ લોકોને પોષનારા ખેડૂતો વિવિધ સમસ્યાને લઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. ભાણવડના એક ખેડૂતને ખોટા દસ્તાવેજ કરી તેની જમીન હડપવામાં આવ્યા બાદ જવાબદાર સામે કોઈ કાર્યવાહી ના કરાતા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે બનાસકાંઠામાં પણ ઠેર ઠેર વિજ થંભલાના કારણે ખેતીની જમીન બગડતા તેઓ યોગ્ય ઉત્પાદન ના કરી શકતા આર્થિક નુકસાનની સામનો કરવો પડ્યો. આથી જ ભારે આર્થિક તંગીને પગલે ખેડૂતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મોટાભાગે ખેતીમાં થતા નુકસાનના કારણે આર્થિક તંગીમાં ભીંસાતા આત્મહત્યાનું પગલું લેતા હોવાનું સામે આવ્યું છે.