Chhotaudepurના સંખેડામાં આવેલી BPS સ્કૂલે ફી વધારો કરતા વાલીઓએ શાળાને કરી તાળાબંધી

સંખેડા તાલુકાની BPS સ્કૂલને તાળાબંધી કરાઈ હાંડોદ નજીકની BPS સ્કૂલને તાળાબંધી શાળાએ ફી વધારતા વાલીઓએ કરી તાળાબંધી છોટાઉદેપુરના સંખેડા તાલુકામાં આવેલી બીપીએસ શાળાએ ફી વધારો કરતા વાલીઓએ શાળામાં જઈ હોબાળો કર્યો અને શાળાને તાળાબંધી કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી,પોલીસની હાજરીમાં વાલીઓએ શાળાને તાળાબંધી કરી છે,વાલીઓનો આક્ષેપ છે કે,વિધાર્થીઓને જે ભોજન આપવામાં આવે છે તે પણ સારૂ આપવામાં આવતું નથી જેના કારણે આજે મોટી સંખ્યામાં વાલીઓએ ભેગા થઈને વિરોધ કર્યો હતો. શાળાને કરાઈ તાળાબંધી શાળાએ ફીમા વધારો કરતા વાલીઓ એકઠા થઈને વિરોધ કરી રહ્યાં છે.સંખેડા તાલુકાની બીપીએસ.સ્કૂલને તાળાબંધી કરાઈ છે અને વાલીઓએ આંદોલનની ચિમકી ઉચ્ચારી છે કે જો ફી વધારો પાછો ખેંચવામા નહી આવે તો શાળાની બહાર ધરણા પણ કરવામાં આવશે,મોટી સંખ્યામાં વાલીઓ શાળાની બહાર ભેગા થયા છે અને ફી વધારાનો વિરોધ કરી રહ્યાં છે.વાલીઓનો આક્ષેપ છે કે શાળાએ અગાઉ પણ ફી વધારો કર્યો હતો પરંતુ તે વખતે અમે કોઈ વિરોધ કર્યો ન હતો. જમવાનું ખરાબ આપતા હોવાનો આક્ષેપ વાલીઓએ વધુ વિરોધ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે,વાલીઓનું કહેવું છે કે,જમવાને લઈ રૂપિયા ભરીએ છીએ પણ જમવાનું સરખુ આપવામાં આવતું નથી તેના કારણે વિધાર્થીઓને હાલાકી પડી રહી છે,સાથે સાથે ફી વધારો ગમે ત્યારે કરાય છે,જો ફી વધારો પાછો નહી ખેંચાય તો ધરણા કરવામાં આવશે અને સ્કૂલનો ઘેરાવો પણ કરવામાં આવશે. શાળા તરફથી કોઈ નિવેદન નહી સમગ્ર ઘટનામાં વાલીઓ વિરોધ કરી રહ્યાં છે,પરંતુ શાળા તરફથી કોઈ નિવેદન આપવમાં આવ્યું નથી,શાળાના સંચલાકો મગનું નામ મરી પાડી રહ્યાં નથી જેના કારણે વાલીઓ પણ ચિંતામા મૂકાયા છે કે,ફી વધારો પાછો ખેંચાશે કે નહી,શાળા દ્રારા વાલીઓ સાથે કોઈ મિટીંગ પણ કરવામાં આવી નથી કે વાલીઓને મળવાનું પણ કહેવાયું નથી જેના કારણે વાલીઓમાં રોશ જોવા મળ્યો છે.  

Chhotaudepurના સંખેડામાં આવેલી BPS સ્કૂલે ફી વધારો કરતા વાલીઓએ શાળાને કરી તાળાબંધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સંખેડા તાલુકાની BPS સ્કૂલને તાળાબંધી કરાઈ
  • હાંડોદ નજીકની BPS સ્કૂલને તાળાબંધી
  • શાળાએ ફી વધારતા વાલીઓએ કરી તાળાબંધી

છોટાઉદેપુરના સંખેડા તાલુકામાં આવેલી બીપીએસ શાળાએ ફી વધારો કરતા વાલીઓએ શાળામાં જઈ હોબાળો કર્યો અને શાળાને તાળાબંધી કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી,પોલીસની હાજરીમાં વાલીઓએ શાળાને તાળાબંધી કરી છે,વાલીઓનો આક્ષેપ છે કે,વિધાર્થીઓને જે ભોજન આપવામાં આવે છે તે પણ સારૂ આપવામાં આવતું નથી જેના કારણે આજે મોટી સંખ્યામાં વાલીઓએ ભેગા થઈને વિરોધ કર્યો હતો.

શાળાને કરાઈ તાળાબંધી

શાળાએ ફીમા વધારો કરતા વાલીઓ એકઠા થઈને વિરોધ કરી રહ્યાં છે.સંખેડા તાલુકાની બીપીએસ.સ્કૂલને તાળાબંધી કરાઈ છે અને વાલીઓએ આંદોલનની ચિમકી ઉચ્ચારી છે કે જો ફી વધારો પાછો ખેંચવામા નહી આવે તો શાળાની બહાર ધરણા પણ કરવામાં આવશે,મોટી સંખ્યામાં વાલીઓ શાળાની બહાર ભેગા થયા છે અને ફી વધારાનો વિરોધ કરી રહ્યાં છે.વાલીઓનો આક્ષેપ છે કે શાળાએ અગાઉ પણ ફી વધારો કર્યો હતો પરંતુ તે વખતે અમે કોઈ વિરોધ કર્યો ન હતો.


જમવાનું ખરાબ આપતા હોવાનો આક્ષેપ

વાલીઓએ વધુ વિરોધ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે,વાલીઓનું કહેવું છે કે,જમવાને લઈ રૂપિયા ભરીએ છીએ પણ જમવાનું સરખુ આપવામાં આવતું નથી તેના કારણે વિધાર્થીઓને હાલાકી પડી રહી છે,સાથે સાથે ફી વધારો ગમે ત્યારે કરાય છે,જો ફી વધારો પાછો નહી ખેંચાય તો ધરણા કરવામાં આવશે અને સ્કૂલનો ઘેરાવો પણ કરવામાં આવશે.


શાળા તરફથી કોઈ નિવેદન નહી

સમગ્ર ઘટનામાં વાલીઓ વિરોધ કરી રહ્યાં છે,પરંતુ શાળા તરફથી કોઈ નિવેદન આપવમાં આવ્યું નથી,શાળાના સંચલાકો મગનું નામ મરી પાડી રહ્યાં નથી જેના કારણે વાલીઓ પણ ચિંતામા મૂકાયા છે કે,ફી વધારો પાછો ખેંચાશે કે નહી,શાળા દ્રારા વાલીઓ સાથે કોઈ મિટીંગ પણ કરવામાં આવી નથી કે વાલીઓને મળવાનું પણ કહેવાયું નથી જેના કારણે વાલીઓમાં રોશ જોવા મળ્યો છે.