Chhota Udepurમાં હારનો ખાર, AAP ના ઉમેદવારની જીત થતા ભાજપ સમર્થકોએ જેસીબી વડે RCC રોડ ખોદી નાખ્યો

May 1, 2026 - 19:30
Chhota Udepurમાં હારનો ખાર, AAP ના ઉમેદવારની જીત થતા ભાજપ સમર્થકોએ જેસીબી વડે RCC રોડ ખોદી નાખ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ છોટાઉદેપુર જિલ્લાના ધમોડી ગામમાં અસંતોષની એક અજીબ ઘટના સામે આવી છે. મોટી સઢલી જિલ્લા પંચાયત બેઠક પર આમ આદમી પાર્ટી ના ઉમેદવારનો વિજય થતા હારથી રોષે ભરાયેલા ભાજપના સમર્થકોએ ગામનો મુખ્ય RCC રસ્તો જ તોડી પાડ્યો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે.

JCB ફેરવી રસ્તો કરી નાખ્યો ખેદાન-મેદાન

પરિણામો જાહેર થયા બાદ ધમોડી ગામમાં ગરમાવો જોવા મળ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ભાજપના પરાજયથી નારાજ કેટલાક શખ્સો જેસીબી મશીન લઈને આવ્યા હતા અને ગામના એક ફળિયાથી બીજા ફળિયાને જોડતા નવનિર્મિત RCC રોડને તોડી નાખ્યો હતો. જાહેર મિલકતને આ રીતે નુકસાન પહોંચાડવાની ઘટનાથી સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે.

ગ્રામજનો મુકાયા ભારે મુશ્કેલીમાં

ચૂંટણીની રાજકીય અદાવતમાં ગામનો રસ્તો તોડી પાડવામાં આવતા ગ્રામજનો પાયમાલ થઈ ગયા છે. આવવા-જવા માટેનો મુખ્ય માર્ગ બંધ થઈ જતા વૃદ્ધો, બાળકો અને દર્દીઓને અવરજવરમાં ભારે તકલીફ પડી રહી છે. લોકશાહીમાં જીત-હારને સ્વીકારવાને બદલે જનતાની સુવિધા છીનવી લેવાની આ હરકતની સોશિયલ મીડિયા પર પણ ભારે ટીકા થઈ રહી છે.


આ પણ વાંચો---     Bhavnagar : સોની દંપતી હત્યા કેસમાં મોટો ખુલાસો, શ્રવણ બન્યો કસાઈ, પત્ની સાથે મળી માતા પિતાની હત્યા કરી

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0