ખોખરામાં સાવકાભાઇએ બહેનની છ મહિનાથી અવારનવાર છેડતી કરી

Jul 21, 2026 - 02:30
ખોખરામાં સાવકાભાઇએ બહેનની છ મહિનાથી અવારનવાર છેડતી કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખોખરામાં પહેલા પિતાના પુત્રે બીજા પિતાની પુત્રી સાથે છેડતી કરી છે. જેમાં છ મહિનાથી અવારનવાર છેડતી કરતો હતો. માતાએ ઠપકો આપતા માતા અને બહેનને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. કંટાળીને માતાએ પુત્ર સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

ખોખરામાં 53 વર્ષીય મહિલા પરિવાર સાથે રહે છે. તેમના પ્રથમ લગ્નથી તેમને 25 વર્ષનો પુત્ર છે. જ્યારે પુત્ર એક વર્ષનો હતો ત્યારે પિતા મૃત્યુ પામ્યા હતા. જે બાદ માતાએ વર્ષ 2010માં બીજા લગ્ન કર્યા છે. બીજા લગ્નથી મહિલાને 14 વર્ષની પુત્રી છે અને ઘોરણ-9માં અભ્યાસ કરે છે. બંને બાળકો તેમની સાથે રહે છે. જ્યારે છ મહિનાથી ભાઇ બહેનની અવારનવાર છેડતી કરતો હતો. જે બાબતે માતા-પિતાએ પુત્રને ઠપકો આપીને સમજાવ્યો હતો. જે બાદ ભાઇ બહેનની છેડતી કરતો હતો. ગત 19 જુલાઇએ બહેન બાથરૂમમાંથી નીકળી ત્યારે ભાઇએ છેડતી કરી હતી. જેથી પુત્રીએ માતાને વાત કરતા પુત્રનેઠપકો આપતા બહેન અને માતાને મારવા લાગ્યો હતો. આટલું જ નહિ જાનથી મારી નાખવાની ધમકી આપતા માતા અને પુત્રી પાડોશીના ઘરે જતા રહ્યા હતા. ત્યારે મહિલાએ સમગ્ર બાબત પતિને કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0