Chhota Udepurમાં ચૂંટણી પરિણામ બાદ બબાલ, બસપા અને ભાજપ કાર્યકરો આવ્યા સામ-સામે

આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે અને મોટાભાગની સીટ પર ભારતીય જનતા પાર્ટીએ ભગવો લહેરાવ્યો છે. આ દરમિયાન છોટાઉદેપુરમાં ચૂંટણી પરિણામ બાદ બબાલ થઈ છે. છોટાઉદેપુરના નગરના પુરોહિત ફળિયામાં બસપા અને ભાજપના કાર્યકરો આમને સામને આવી ગયા છેકાર્યકરો સામ સામે આવી જતા પોલીસે મામલો થાળે પાડ્યો તમને જણાવી દઈએ કે છોટાઉદેપુર નગરપાલિકાના ચૂંટણીના પરિણામ આવ્યા અને જેમાં અપક્ષ ઉમેદવારે ચૂંટણી જીત્યા બાદ માહોલ ગરમાયો હતો. બસપા અને ભાજપના ઉમેદવારો આમને સામને રહેતા હોવાથી પુરોહિત ફળિયામાં કાર્યકરો સામ સામે આવી જતા આખરે પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો છે. પોલીસે ઉકળતા ચરૂ જેવી સ્થિતીને કાબુમાં લીધી છે અને હાલમાં સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ વિસ્તારોમા પોલીસે કોઈ ઘટના ન બને તે માટે બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કર્યો અને હાલ તો ટોળાને વિખેરવાના પોલીસના પ્રયાસો સફળ રહ્યા છે અને મામલો થાળે પડી ગયો છે. જુનાગઢ મનપાના પરિણામ બાદ ભારે પથ્થરમારો બીજી તરફ જૂનાગઢ મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતદાન પહેલા જ 3 અને 14 વોર્ડના ભાજપના તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. જુનાગઢ મનપાના પરિણામ બાદ ચીત્તાખાના ચોક પાસે ભારે પથ્થરમારો થયાના સમાચાર સામે આવ્યા છે. વોર્ડ નં.8ના વિજેતા ઉમેદવારની રેલી પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. ચીત્તાખાના ચોક પાસે વોર્ડ નં.8ના વિજેતા ઉમેદવારની રેલી નીકાળી હતી તે દરમિયાન પથ્થરમારો થયો હતો. પથ્થારમારામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢ મહાનગરપાલિકામાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ભાજપના નેતા ગિરીશ કોટેચાના પુત્રની હાર થઈ છે. વોર્ડ નંબર-9માં ગિરીશ કોટેચાના પુત્રની હાર થઇ છે. જૂનાગઢ મહાનગરપાલિકાની એક બેઠક અપક્ષના ખાતામાં જતી રહી છે. ગિરિશ કોટેચા જૂનાગઢ મનપાના પૂર્વ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે.

Chhota Udepurમાં ચૂંટણી પરિણામ બાદ બબાલ, બસપા અને ભાજપ કાર્યકરો આવ્યા સામ-સામે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે અને મોટાભાગની સીટ પર ભારતીય જનતા પાર્ટીએ ભગવો લહેરાવ્યો છે. આ દરમિયાન છોટાઉદેપુરમાં ચૂંટણી પરિણામ બાદ બબાલ થઈ છે. છોટાઉદેપુરના નગરના પુરોહિત ફળિયામાં બસપા અને ભાજપના કાર્યકરો આમને સામને આવી ગયા છે

કાર્યકરો સામ સામે આવી જતા પોલીસે મામલો થાળે પાડ્યો

તમને જણાવી દઈએ કે છોટાઉદેપુર નગરપાલિકાના ચૂંટણીના પરિણામ આવ્યા અને જેમાં અપક્ષ ઉમેદવારે ચૂંટણી જીત્યા બાદ માહોલ ગરમાયો હતો. બસપા અને ભાજપના ઉમેદવારો આમને સામને રહેતા હોવાથી પુરોહિત ફળિયામાં કાર્યકરો સામ સામે આવી જતા આખરે પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો છે. પોલીસે ઉકળતા ચરૂ જેવી સ્થિતીને કાબુમાં લીધી છે અને હાલમાં સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ વિસ્તારોમા પોલીસે કોઈ ઘટના ન બને તે માટે બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કર્યો અને હાલ તો ટોળાને વિખેરવાના પોલીસના પ્રયાસો સફળ રહ્યા છે અને મામલો થાળે પડી ગયો છે.

જુનાગઢ મનપાના પરિણામ બાદ ભારે પથ્થરમારો

બીજી તરફ જૂનાગઢ મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતદાન પહેલા જ 3 અને 14 વોર્ડના ભાજપના તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. જુનાગઢ મનપાના પરિણામ બાદ ચીત્તાખાના ચોક પાસે ભારે પથ્થરમારો થયાના સમાચાર સામે આવ્યા છે. વોર્ડ નં.8ના વિજેતા ઉમેદવારની રેલી પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. ચીત્તાખાના ચોક પાસે વોર્ડ નં.8ના વિજેતા ઉમેદવારની રેલી નીકાળી હતી તે દરમિયાન પથ્થરમારો થયો હતો. પથ્થારમારામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢ મહાનગરપાલિકામાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ભાજપના નેતા ગિરીશ કોટેચાના પુત્રની હાર થઈ છે. વોર્ડ નંબર-9માં ગિરીશ કોટેચાના પુત્રની હાર થઇ છે. જૂનાગઢ મહાનગરપાલિકાની એક બેઠક અપક્ષના ખાતામાં જતી રહી છે. ગિરિશ કોટેચા જૂનાગઢ મનપાના પૂર્વ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે.