Chhatral GIDCની કેમિકલ કંપનીમાં ભયાનક દુર્ઘટના: ગરમ કેમિકલની પાઇપ ફાટતાં 4 કામદારોના મોત!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા છત્રાલ GIDC ના ફેઝ-4 માં એક અત્યંત હૃદયદ્રાવક અને મોટી ઔદ્યોગિક દુર્ઘટના સામે આવી છે. અહીં આવેલી 'કોવીકા ડાયસ એન્ડ ઇન્ટરમિડીયેટ' નામની કેમિકલ કંપનીમાં કામકાજ દરમિયાન અચાનક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 4 કામદારોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનાની જાણ થતાં જ સમગ્ર છત્રાલ GIDC વિસ્તારના ઉદ્યોગો અને શ્રમિકોમાં ભારે અરેરાટી સાથે શોકની કાલિમા છવાઈ ગઈ છે.
70થી 80 ડિગ્રી ગરમ કેમિકલના પ્રેશરથી ફંગોળાયા
કંપનીમાં 70 થી 80 ડિગ્રી સેલ્સિયસ જેટલા અત્યંત ઊંચા તાપમાન ધરાવતા ગરમ કેમિકલની પ્રોસેસ ચાલી રહી હતી. આ દરમિયાન કામદારો કેમિકલની પાઇપ ફીટ કરી રહ્યા હતા ત્યારે અચાનક પાઇપમાં ભારે પ્રેશર આવતાં આ અકસ્માત સર્જાયો હતો. ગરમ કેમિકલના પ્રેશર સાથે ફંગોળાતાં અને કેમિકલ શરીર પર પડતાં ચારેય કામદારોના શરીર કાળા પડી ગયા હતા અને ઘટનાસ્થળે જ તેમણે દમ તોડી દીધો હતો.

પોલીસ અને ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોચ્યા
દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતક કામદારોની ઓળખ (1) વિનોદકુમાર સિંહ (ઉંમર 42 વર્ષ), (2) લક્ષ્મણ મીણા, (3) સિકંદર દેહરી અને (4) તેડા દેહરી તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં જ કલોલ તાલુકા પોલીસ, ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને કંપનીમાં સુરક્ષાના સાધનો અને બેદરકારી મુદ્દે જરૂરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

