Chandipura virus: વાયરસના શંકાસ્પદ કેસ વધ્યા, જાણો રિપોર્ટ આવવાનો સમયગાળો

રાજ્યમાં અત્યાર સુધીમાં આ રોગના 15 શંકાસ્પદ બાળદર્દીઓના મોત થયા જે પૈકી એક શંકાસ્પદ બાળકનું મોત જામનગરની જીજી હોસ્પિટલમાં થયું આ બાળદર્દી દેવભૂમિ દ્વારકાનું હોવાનું જાહેર થયું છે જામનગર સહિત રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ અને પોઝિટીવ કેસ જાહેર થઈ રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આ રોગના 15 શંકાસ્પદ બાળદર્દીઓના મોત થયા છે, જે પૈકી એક શંકાસ્પદ બાળકનું મોત જામનગરની જીજી હોસ્પિટલમાં થયું છે. આ બાળદર્દી દેવભૂમિ દ્વારકાનું હોવાનું જાહેર થયું છે. જામનગરમાં ત્રણ નવા કેસ અને 1 દર્દીનું મોત થયુ જામનગરમાં ત્રણ નવા કેસ અને 1 દર્દીનું મોત થયુ છે. જેમાં 18 જુલાઈ, 2024ના રોજ જામનગરની જી.જી.હોસ્પિટલમાં ચાંદીપુરાના બે શંકાસ્પદ કેસ નોંધાયા બાદ વધુ ત્રણ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જીજી હોસ્પિટલ સત્તાવાળાઓના જણાવ્યા પ્રમાણે હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના કુલ પાંચ બાળ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી હતી, તે પૈકી 1 બાળ દર્દીનું વહેલી સવારે સારવારમાં મોત થયું છે. આ બાળ દર્દીને દ્વારકા જિલ્લામાંથી સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલ લાવવામાં આવ્યા બાદ, આ મોત થયું છે. રિપોર્ટ આવવાનો સમયગાળો 21 દિવસનો હોય છે આ ઉપરાંત જીજી હોસ્પિટલમાં અત્યારે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ એવા અન્ય 4 બાળ દર્દીઓ ICU માં સારવાર હેઠળ છે. આ બાળ દર્દીઓની સારવાર સાથે જ એમના સેમ્પલ પૂના લેબોરેટરી ખાતે મોકલવામાં આવે છે. રિપોર્ટ આવવાનો સમયગાળો 21 દિવસનો હોય છે. તેમજ વડોદરામાં સાવલીના બાળકનું ચાંદીપુરા વાયરસથી મોત થયુ છે. જેમાં 1 જુલાઈએ બાળકનું સારવાર દરમ્યાન મોત થયું હતું. એસ.એસ.જી હોસ્પિટલમાં જ બાળકને દાખલ કરાયો હતો. તેમજ લેબ રિપોર્ટમાં ચાંદીપુરા પોઝિટિવ આવ્યું હતુ. અગાઉ પંચમહાલની બાળકીનું ચાંદીપુરા વાયરસથી મોત થયું હતું. સુરેન્દ્રનગરના પાટડીમાં ચાંદીપુરા વાયરસથી બાળકીનું મોત થયુ અગાઉ સુરેન્દ્રનગરના પાટડીમાં ચાંદીપુરા વાયરસથી બાળકીનું મોત થયુ હતુ. રાજ્યમાં હાહાકાર મચાવી રહેલા ચાંદીપુરા વાયરસને લઇ તંત્ર દોડતુ થયું છે. તેવામાં ચાંદીપુરા વાઇરસના પગલે સુરેન્દ્રનગરના પાટડીની 5 વર્ષની બાળકીનું શંકાસ્પદ મોત થતા ચકચાર મચી જવા પામ્યો હતો. મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગરના પાટડીની 5 વર્ષીય બાળકીને ચાંદીપુરા વાયરસની ઇફેક્ટ જણાતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બાળકીને શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ લક્ષણો સામે આવ્યાં હતા. માત્ર 2 દિવસની સારવારમાં બાળકીનું મોત નીપજ્યું છે. આ બાળકીનું મોતના કારણ પર આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, બાળકીને ઝાડાઉલટી અને પેટમાં દુખાવો અને અશક્તિ હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ વાયરસના પગ પેસારાને પગલે આરોગ્ય વિભાગની ટિમો સર્વે માટે કામે લાગી છે.

Chandipura virus: વાયરસના શંકાસ્પદ કેસ વધ્યા, જાણો રિપોર્ટ આવવાનો સમયગાળો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજ્યમાં અત્યાર સુધીમાં આ રોગના 15 શંકાસ્પદ બાળદર્દીઓના મોત થયા
  • જે પૈકી એક શંકાસ્પદ બાળકનું મોત જામનગરની જીજી હોસ્પિટલમાં થયું
  • આ બાળદર્દી દેવભૂમિ દ્વારકાનું હોવાનું જાહેર થયું છે

જામનગર સહિત રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ અને પોઝિટીવ કેસ જાહેર થઈ રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આ રોગના 15 શંકાસ્પદ બાળદર્દીઓના મોત થયા છે, જે પૈકી એક શંકાસ્પદ બાળકનું મોત જામનગરની જીજી હોસ્પિટલમાં થયું છે. આ બાળદર્દી દેવભૂમિ દ્વારકાનું હોવાનું જાહેર થયું છે.

જામનગરમાં ત્રણ નવા કેસ અને 1 દર્દીનું મોત થયુ

જામનગરમાં ત્રણ નવા કેસ અને 1 દર્દીનું મોત થયુ છે. જેમાં 18 જુલાઈ, 2024ના રોજ જામનગરની જી.જી.હોસ્પિટલમાં ચાંદીપુરાના બે શંકાસ્પદ કેસ નોંધાયા બાદ વધુ ત્રણ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જીજી હોસ્પિટલ સત્તાવાળાઓના જણાવ્યા પ્રમાણે હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના કુલ પાંચ બાળ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી હતી, તે પૈકી 1 બાળ દર્દીનું વહેલી સવારે સારવારમાં મોત થયું છે. આ બાળ દર્દીને દ્વારકા જિલ્લામાંથી સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલ લાવવામાં આવ્યા બાદ, આ મોત થયું છે.

રિપોર્ટ આવવાનો સમયગાળો 21 દિવસનો હોય છે

આ ઉપરાંત જીજી હોસ્પિટલમાં અત્યારે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ એવા અન્ય 4 બાળ દર્દીઓ ICU માં સારવાર હેઠળ છે. આ બાળ દર્દીઓની સારવાર સાથે જ એમના સેમ્પલ પૂના લેબોરેટરી ખાતે મોકલવામાં આવે છે. રિપોર્ટ આવવાનો સમયગાળો 21 દિવસનો હોય છે. તેમજ વડોદરામાં સાવલીના બાળકનું ચાંદીપુરા વાયરસથી મોત થયુ છે. જેમાં 1 જુલાઈએ બાળકનું સારવાર દરમ્યાન મોત થયું હતું. એસ.એસ.જી હોસ્પિટલમાં જ બાળકને દાખલ કરાયો હતો. તેમજ લેબ રિપોર્ટમાં ચાંદીપુરા પોઝિટિવ આવ્યું હતુ. અગાઉ પંચમહાલની બાળકીનું ચાંદીપુરા વાયરસથી મોત થયું હતું.

સુરેન્દ્રનગરના પાટડીમાં ચાંદીપુરા વાયરસથી બાળકીનું મોત થયુ

અગાઉ સુરેન્દ્રનગરના પાટડીમાં ચાંદીપુરા વાયરસથી બાળકીનું મોત થયુ હતુ. રાજ્યમાં હાહાકાર મચાવી રહેલા ચાંદીપુરા વાયરસને લઇ તંત્ર દોડતુ થયું છે. તેવામાં ચાંદીપુરા વાઇરસના પગલે સુરેન્દ્રનગરના પાટડીની 5 વર્ષની બાળકીનું શંકાસ્પદ મોત થતા ચકચાર મચી જવા પામ્યો હતો. મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગરના પાટડીની 5 વર્ષીય બાળકીને ચાંદીપુરા વાયરસની ઇફેક્ટ જણાતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બાળકીને શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ લક્ષણો સામે આવ્યાં હતા. માત્ર 2 દિવસની સારવારમાં બાળકીનું મોત નીપજ્યું છે. આ બાળકીનું મોતના કારણ પર આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, બાળકીને ઝાડાઉલટી અને પેટમાં દુખાવો અને અશક્તિ હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ વાયરસના પગ પેસારાને પગલે આરોગ્ય વિભાગની ટિમો સર્વે માટે કામે લાગી છે.