CBSE બોર્ડ પરીક્ષાનો આરંભ, અમદાવાદ પોલીસે બહાર પાડ્યું જાહેરનામું

Feb 15, 2025 - 11:30
CBSE બોર્ડ પરીક્ષાનો આરંભ, અમદાવાદ પોલીસે બહાર પાડ્યું જાહેરનામું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં આજથી CBSE બોર્ડ પરીક્ષાનો આરંભ થયો છે. રાજ્યમાં કુલ 75 હજાર વિદ્યાર્થીઓ CBSE બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. રાજ્યમાં ધોરણ 10ના 43 હજારથી વધુ વિદ્યાર્થીઓ અને ધોરણ 12ના 32 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમદાવાદના 21 કેન્દ્રો પર 14281 વિદ્યાર્થીઓ નોંધાયા. જયારે વડોદરામાં 10 કેન્દ્રમાં 8000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

CBSE બોર્ડ પરીક્ષાનો આરંભ

અમદાવાદમાં CBSE ધોરણ-10 અને 12 બોર્ડની પરીક્ષાની આજથી શરૂઆત થઈ ગઈ છે. બોર્ડની પરીક્ષા તા.15-2-25થી તા. 04-04-25 દરમિયાન લેવાશે. પરીક્ષાનો સમય સવારે 10.00 થી 01.30 સુધીનો રહેશે. સવારે 10 વાગ્યા બાદ પરીક્ષાખંડમાં એન્ટ્રી નહીં મળે. પરીક્ષા દરમ્યાન ગેરરીતિ અટકાવવા CCTVથી વોચ રખાશે. શહેરમાં જુદા-જુદા કેન્દ્રો પર CBSEબોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 240 વિદ્યાર્થીઓ દીઠ એક CCTV મોનિટરિંગ ઓફિસર મૂકવામાં આવ્યા. પરીક્ષા કેન્દ્રોએ રિઝલ્ટ જાહેર થાય ત્યાં સુધી રેકોર્ડિંગ રાખવું પડશે. દેશભરમાંથી 42 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા. CBSE બોર્ડ દ્વારા 9842 કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન હાથ ધરાયું. ગત વર્ષની સરખામણીએ 2 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ નોંધાયા. 

CBSE બોર્ડ પરીક્ષાને લઈને અમદાવાદ પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામા આવ્યું.

  • અમદાવાદમાં CBSE ધોરણ-10 અને 12 બોર્ડની પરીક્ષા
  • તા. 15-2-25 થી તા. 04-04-25 દરમિયાન પરીક્ષા
  • પરીક્ષાનો સમય સવારે 10.00 થી 01.30 સુધીનો રહેશે
  • શહેરમાં જુદા-જુદા કેન્દ્રો પર CBSEબોર્ડની પરીક્ષાનું આયોજન
  • CBSE બોર્ડ પરીક્ષાને લઈ પોલીસે બાબતો પર લાદ્યો પ્રતિબંધ
  • પરીક્ષા કેન્દ્રની આસપાસ 4થી વધુ વ્યક્તિઓએ એકત્ર ના થવું
  • મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ
  • કેન્દ્રની આસપાસ 4 થી વધુ વ્યક્તિઓના એકત્ર થવા પર પ્રતિબંધ
  • વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોબાઈલનો નહીં કરી શકે ઉપયોગ
  • પરીક્ષાસ્થળ પર બિનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ
  • પરીક્ષાસ્થળ પર હથિયાર સાથે દાખલ થવા પર પ્રતિબંધ
  • પરીક્ષાર્થીઓ શાંત વાતાવરણમાં પરીક્ષા આપે તેવો પ્રયાસ

પરીક્ષાર્થીઓ શાંત વાતાવરણમાં પરીક્ષા આપી શકે માટે પોલીસે કેટલીક બાબતો પર પ્રતિબંધ લાદ્યો. બોર્ડ પરીક્ષાને લઈને પરીક્ષા સ્થળ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને લઈને કડક વલણ અપનાવવામાં આવ્યું છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0