CBSE 2025ની ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા થઈ શરૂ, દેશભરના વિધાર્થીઓ આપશે પરીક્ષા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આજથી ધોરણ 10-12ની CBSE બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે જેમા રાજ્યના 75 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે,જેમાં દેશભરમાંથી 42 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે તો CBSE બોર્ડ દ્વારા 9842 કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે,ગત વર્ષની સરખામણીએ 2 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહી રહ્યાં છે.
સીસીટીવી કેમેરાથી રખાશે નજર વિધાર્થીઓ પર
દર વર્ષની જેમ આ વર્ષે પણ વિધાર્થીઓ પર સીસીટીવી કેમેરાથી નજર રખાઈ રહી છે,રાજ્યમાં ધો. 10ના 43 હજારથી વધુ વિદ્યાર્થીઓ,રાજ્યમાં ધો.12ના 32 હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે,અમદાવાદના 21 કેન્દ્રો પર 14281 વિદ્યાર્થીઓ નોંધાયા છે અને વડોદરામાં 10 કેન્દ્રમાં 8000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે સાથે સાથે સવારે 10 વાગ્યા બાદ પરીક્ષાખંડમાં વિધાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહી,પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા CCTVથી વોચ રખાશે સાથે-સાથે 240 વિદ્યાર્થીઓ દીઠ એક CCTV મોનિટરિંગ ઓફિસર તરીકે રહેશે અને પરિણામ જાહેર થાય ત્યાં સુધી સ્કૂલે રેકોર્ડિંગ રાખવું પડશે.
પરીક્ષા માટે બોર્ડ દ્વારા 7842 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યાં છે
ભારત સિવાયના અન્ય 26 દેશોમાં પણ પરીક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. ધોરણ.10ની પરીક્ષા આગામી તા.18 માર્ચના રોજ પૂર્ણ થશે જ્યારે ધોરણ 12ની પરીક્ષા 4 એપ્રિલના રોજ પૂર્ણ થશે. CBSEએ જારી કરેલી વિગતો મુજબ, ધોરણ-10 અને 12ના મળી કુલ 204 જેટલા વિષયોની પરીક્ષા માટે સમગ્ર દેશમાંથી 42 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગત વર્ષે ધોરણ-10માં 22.51 લાખ વિદ્યાર્થી અને ધોરણ-12માં 16.33 લાખ મળી કુલ 38.84 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આમ ગત વર્ષની સરખામણી આ વખતે બે લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓનો વધારો થયો છે. સમગ્ર ગુજરાતમાંથી પણ આ વખતે ધોરણ-10 અને 12ની પરીક્ષા માટે 75 હજાર જેટલા વિદ્યાર્થીઓ નોંધાયો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. ધોરણ-10માં 43 હજારથી વધુ અને ધોરણ-12માં 32 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ વખતે બોર્ડની પરીક્ષામાં હાજર રહેશે. ગત વર્ષે રાજ્યમાંથી 69 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામા ઉપસ્થતિ રહ્યા હતા. સીબીએસઈ બોર્ડની પરીક્ષા બાદ ટૂંક જ સમયમાં ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા યોજાવાની છે. જેના માટે તમામ પ્રકારની વ્યવસ્થા થઈ ચૂકી છે અને શાળાઓને પણ તેમના વિદ્યાર્થીઓના કોલ લેટર્સ ટૂંક સમયમાં પહોંચાડી દેવામા આવશે.
વિદ્યાર્થીઓ માટે CBSC બોર્ડે જાહેર કરેલી માર્ગદર્શિકા
બોર્ડે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ CBSE બોર્ડની પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા નિયમિત વિદ્યાર્થીઓએ સ્કૂલના યુનિફેર્મમાં પરીક્ષા આપવા માટે ઉપસ્થિત રહેવું પડશે. જ્યારે ખાનગી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપનારા ઉમેદવારોએ કોઈ પણ પ્રકારના હલકાં કપડા પહેરવાના રહેશે. પરીક્ષા વખતે વિદ્યાર્થીઓ પોતાની સાથે એડમિટ કાર્ડ અને સ્કૂલ આઈડી, સ્ટેશનરી આઈટમમાં ટ્રાન્સપરન્ટ પાઉચ, જ્યોમેટ્રી બોક્સ, ઇંક પેન, સ્કેલ, રાઈટીંગ પેડ, રબર, પાણીની પારદર્શક બોટલ, મેટ્રો કાર્ડ, બસ પાસ અને પૈસા જેવી સામગ્રી લઈ જઈ શકાશે.
What's Your Reaction?






