Cancer વોરિયર્સનું સાહસ, 250 કિમીનો પ્રવાસ ખેડી સોમનાથમાં ચઢાવી ધજા
કેન્સર શબ્દનું નામ સાંભળતા જ મન આકુળ વ્યાકુળ થઈ જતું હોય ત્યારે કેન્સર સામે લડીને જીતેલા ૧૩ કેન્સર વોરિયર આજે ૨૫૦ કિમીનો પ્રવાસ ખેડી વિશ્વ કેન્સર દિવસે ૦૪/૦૨/૨૫ ના રોજ સોમનાથ પહોંચ્યા. જ્યાં સોમનાથની ધજા ચડાવી એમને આ યાત્રા પૂર્ણ કરી.દ્વારકાધીશની ધજાની સાથે સાગર ખેડુનું ઉપનામ પામેલ ૧૩ કેન્સર વોરિયર્સ અને એમના સહયોગીઓનો આ કાફલો એ એક લાંબામાં લાંબી કેન્સર અવેરનેસ ડ્રાઈવ છે. કેન્સર કેર ફાઉન્ડેશન, રાજકોટના કેન્સર અવેરનેસના આ કાર્યક્રમમાં રામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર, રાજકોટ ડીસ્ટ્રીક્ટ સ્વિમિંગ એસોસિયેશનના સપોર્ટથી યોજાયેલ અને કાયકિંગ કોચ દેવાંગ ખારોડના કાયકિંગ માર્ગદર્શન સાથે દરિયામાં નીકળેલ છે. કાફલો વધ્યો આગળદરિયામાં હલેસાંથી આગળ વધતો આ કાફલો જમીન પર કેન્સર પર લખાયેલ ૨ પુસ્તકો "એક લાઈફ સ્ટોરી _ કેન્સર વોરિયર અશ્વિન સોલંકીની જીવનયાત્રા" અને " કિંત્સુગી ટેલ્સ _ કેન્સર પછીના સોનેરી જોડાણની સત્યકહાનીઓ" સાથે ગામે ગામ કેન્સર અવેરનેસની વાત કરે છે. રસ્તામાં આવતા ગામોમાં ગ્રામ સભા, મહિલા મંડળ, સાગર શાળા, સ્કૂલ, કોલેજ અને સામાજિક આયોજનો મારફતે કિંત્સુગી જે તૂટેલી વસ્તુઓને ફેંકી દેવાને બદલે એને સોનાથી જોડવાની એક મિસાલ છે જેની વાત કરી કેન્સર જ નહીં કોઈપણ પ્રશ્ન સામે ખુદને સંભાળવાની પ્રેરણા આપવામાં આવે છે. અનોખી પુસ્તક યાત્રાસોનેરી જીવવાની પ્રેરણા આપતા પુસ્તકો સૌરાષ્ટ્રના ગામે ગામ કેન્સર વોરિયર્સ સાથે ફરી રહ્યા છે. કોઈ લેખક દ્વારા આવી પુસ્તક યાત્રા કરવામાં આવી હોય એવું પહેલાં સાંભળવામાં આવ્યું નથી, લેખિકા ઝરણાંનો આ એક નવતર પ્રયાસ છે. સૌરાષ્ટ્રના ગામડામાં એક જાપાનીઝ શબ્દને આવકારી એના ઓવારણાં લેવામાં આવે અને આ સાગર યાત્રા અને પુસ્તક યાત્રાને બિરદાવવામાં આવે એ માનવ જોડાણનો એક અવિસ્મરણીય અનુભવ છે. કેન્સર વોરિયર સાથે સપોર્ટમાં એમના પરિવારજનો તરીકે એમની પતિ/પત્ની અને એક વોરિયરની દિકરી પણ આવેલ છે. ડોક્ટર રંજનબેન સોલંકી, સાથે ફિઝીયોથેરાપિસ્ટની ટીમ પણ જોડાયેલ છે જે એમને મેડિકલ લાગતી તમામ અવેરનેસ અને સપોર્ટ પૂરો પાડે છે. દ્વારકાથી, ઓખા મઢી, નાવદ્રા, હર્ષદ, પોરબંદર, નવિબંદર, માધવપુર પસાર કરી માંગરોળથી, વેરાવળનો પ્રવાસ કરી સોમનાથ પહોંચ્યા. જાંબાઝ સાગરખેડુઓ એક મિસાલ સમુદ્રના મોજાઓનો અવાજ જ્યારે સામાન્ય તંદુરસ્ત માણસોના પણ હૃદયના ધબકારા વધારતો હોય ત્યારે એ મોજાની સામે કાયક ચલાવનાર આ જાંબાઝ સાગરખેડુઓ એક મિસાલ છે જાણે કે કોઈ પણ મુશ્કેલી સામે હિંમત અને પોઝીટીવિટીથી લડી શકાય છે. આ સફર આશા, સાહસ અને નવી શરૂઆતનો સંદેશકેન્સર કેર ફાઉન્ડેશનના સ્થાપક અશ્વિનભાઈ સોલંકી કહે છે કે કદાચ કેન્સર પછી પણ એક સુંદર, સાહસિક અને સ્વાથ્ય જીવન શક્ય છે એ કારણનો પ્રચાર પ્રસાર જ હશે કે આવડું મોટો આશા યજ્ઞ સંસ્થા દ્વારા થયો. સાથે સાથે એમને સૌ શૂરવીર કેન્સર વોરિયર્સને બિરદાવવા અને સન્માનવા સોમનાથ મહાદેવના શરણોમાં ૦૪/૦૨/૨૦૨૪ વિશ્વ કેન્સર દિવસના રોજ બપોરે ૨ વાગ્યે આવવાનું આમંત્રણ પણ પાઠવ્યું હતું. કેન્સર સર્વાઈવર્સના શબ્દોમાં આ સફર માત્ર એક પ્રવાસ નથી, પરંતુ આશા, સાહસ અને નવી શરૂઆતનો સંદેશ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કેન્સર શબ્દનું નામ સાંભળતા જ મન આકુળ વ્યાકુળ થઈ જતું હોય ત્યારે કેન્સર સામે લડીને જીતેલા ૧૩ કેન્સર વોરિયર આજે ૨૫૦ કિમીનો પ્રવાસ ખેડી વિશ્વ કેન્સર દિવસે ૦૪/૦૨/૨૫ ના રોજ સોમનાથ પહોંચ્યા. જ્યાં સોમનાથની ધજા ચડાવી એમને આ યાત્રા પૂર્ણ કરી.
દ્વારકાધીશની ધજાની સાથે સાગર ખેડુનું ઉપનામ પામેલ ૧૩ કેન્સર વોરિયર્સ અને એમના સહયોગીઓનો આ કાફલો એ એક લાંબામાં લાંબી કેન્સર અવેરનેસ ડ્રાઈવ છે. કેન્સર કેર ફાઉન્ડેશન, રાજકોટના કેન્સર અવેરનેસના આ કાર્યક્રમમાં રામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર, રાજકોટ ડીસ્ટ્રીક્ટ સ્વિમિંગ એસોસિયેશનના સપોર્ટથી યોજાયેલ અને કાયકિંગ કોચ દેવાંગ ખારોડના કાયકિંગ માર્ગદર્શન સાથે દરિયામાં નીકળેલ છે.
કાફલો વધ્યો આગળ
દરિયામાં હલેસાંથી આગળ વધતો આ કાફલો જમીન પર કેન્સર પર લખાયેલ ૨ પુસ્તકો "એક લાઈફ સ્ટોરી _ કેન્સર વોરિયર અશ્વિન સોલંકીની જીવનયાત્રા" અને " કિંત્સુગી ટેલ્સ _ કેન્સર પછીના સોનેરી જોડાણની સત્યકહાનીઓ" સાથે ગામે ગામ કેન્સર અવેરનેસની વાત કરે છે. રસ્તામાં આવતા ગામોમાં ગ્રામ સભા, મહિલા મંડળ, સાગર શાળા, સ્કૂલ, કોલેજ અને સામાજિક આયોજનો મારફતે કિંત્સુગી જે તૂટેલી વસ્તુઓને ફેંકી દેવાને બદલે એને સોનાથી જોડવાની એક મિસાલ છે જેની વાત કરી કેન્સર જ નહીં કોઈપણ પ્રશ્ન સામે ખુદને સંભાળવાની પ્રેરણા આપવામાં આવે છે.
અનોખી પુસ્તક યાત્રા
સોનેરી જીવવાની પ્રેરણા આપતા પુસ્તકો સૌરાષ્ટ્રના ગામે ગામ કેન્સર વોરિયર્સ સાથે ફરી રહ્યા છે. કોઈ લેખક દ્વારા આવી પુસ્તક યાત્રા કરવામાં આવી હોય એવું પહેલાં સાંભળવામાં આવ્યું નથી, લેખિકા ઝરણાંનો આ એક નવતર પ્રયાસ છે. સૌરાષ્ટ્રના ગામડામાં એક જાપાનીઝ શબ્દને આવકારી એના ઓવારણાં લેવામાં આવે અને આ સાગર યાત્રા અને પુસ્તક યાત્રાને બિરદાવવામાં આવે એ માનવ જોડાણનો એક અવિસ્મરણીય અનુભવ છે.
કેન્સર વોરિયર સાથે સપોર્ટમાં એમના પરિવારજનો તરીકે એમની પતિ/પત્ની અને એક વોરિયરની દિકરી પણ આવેલ છે. ડોક્ટર રંજનબેન સોલંકી, સાથે ફિઝીયોથેરાપિસ્ટની ટીમ પણ જોડાયેલ છે જે એમને મેડિકલ લાગતી તમામ અવેરનેસ અને સપોર્ટ પૂરો પાડે છે. દ્વારકાથી, ઓખા મઢી, નાવદ્રા, હર્ષદ, પોરબંદર, નવિબંદર, માધવપુર પસાર કરી માંગરોળથી, વેરાવળનો પ્રવાસ કરી સોમનાથ પહોંચ્યા.
જાંબાઝ સાગરખેડુઓ એક મિસાલ
સમુદ્રના મોજાઓનો અવાજ જ્યારે સામાન્ય તંદુરસ્ત માણસોના પણ હૃદયના ધબકારા વધારતો હોય ત્યારે એ મોજાની સામે કાયક ચલાવનાર આ જાંબાઝ સાગરખેડુઓ એક મિસાલ છે જાણે કે કોઈ પણ મુશ્કેલી સામે હિંમત અને પોઝીટીવિટીથી લડી શકાય છે.
આ સફર આશા, સાહસ અને નવી શરૂઆતનો સંદેશ
કેન્સર કેર ફાઉન્ડેશનના સ્થાપક અશ્વિનભાઈ સોલંકી કહે છે કે કદાચ કેન્સર પછી પણ એક સુંદર, સાહસિક અને સ્વાથ્ય જીવન શક્ય છે એ કારણનો પ્રચાર પ્રસાર જ હશે કે આવડું મોટો આશા યજ્ઞ સંસ્થા દ્વારા થયો. સાથે સાથે એમને સૌ શૂરવીર કેન્સર વોરિયર્સને બિરદાવવા અને સન્માનવા સોમનાથ મહાદેવના શરણોમાં ૦૪/૦૨/૨૦૨૪ વિશ્વ કેન્સર દિવસના રોજ બપોરે ૨ વાગ્યે આવવાનું આમંત્રણ પણ પાઠવ્યું હતું. કેન્સર સર્વાઈવર્સના શબ્દોમાં આ સફર માત્ર એક પ્રવાસ નથી, પરંતુ આશા, સાહસ અને નવી શરૂઆતનો સંદેશ છે.