BZ Scam: 6000 કરોડના કૌભાંડ મામલે ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર

Dec 28, 2024 - 18:30
BZ Scam: 6000 કરોડના કૌભાંડ મામલે ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં 6000 કરોડના કૌભાંડ BZ ગ્રૃપના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાના CID ક્રાઇમે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જે સ્પેશ્યલ કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સ્પેશ્યલ કોર્ટે શનિવાર સાંજ સુધીના રિમાન્ડ આપ્યા છે. BZ ગ્રૃપના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાની 6 હજાર કરોડના કૌભાંડ અંગે પૂછપરછ થશે. પૂછપરછમાં અનેક ખુલાસા બહાર આવે તેવી શક્યતા છે.

રાજ્યમાં લોકોને વધુ વળતરની લાલચ આપીને પોંઝી સ્કીમોમાં રોકાણ કરાવી રૂ. 6 હજાર કરોડનું મસમોટું કૌભાંડ આચરનાર BZ ગ્રૂપનાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી. CID ક્રાઇમની ટીમે મહેસાણામાં  એક ફાર્મ હાઉસમાંથી ભૂપેન્દ્રસિંહની ધરપકડ કરી હતી. આજે કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને CID ક્રાઇમે 14 દિવસનાં રિમાન્ડની માગ કરી હતી. જોકે સ્પેશ્યલ કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે આખરે BZ ગ્રૃપના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાની 6 હજાર કરોડના કૌભાંડ અંગે પૂછપરછ કરાતા અનેક ખુલાસાઓ થશે.

6000 કરોડના કૌભાંડ BZ ગ્રૃપનો ઠગ ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ મોડી રાત સુધી તેની પૂછપરછ કરાઈ હતી. ડિઆઈજી પરિક્ષીતા રાઠોડ, એસપી હિમાંશુ વર્મા સહીત અધિકારીઓએ કડક પૂછપરછ કરી હતી. તેના સંપર્કમાં રહેલા એજન્ટો અને પિતાનાં સંપર્ક બાબતે પ્રશ્નો પૂછાયા હતા. તો ભુપેન્દ્રસિંહે લોકો પાસેથી લીધેલા નાણાંના રોકાણ અને વિગતો બાબતે કરી તપાસ કરાઈ. નાણાંનું રોકાણ ક્યાં થયું અને લોકોને વ્યાજ ચૂકવવા સહિતની બાબતો પર સવાલો કરાયા હતા. મોડી રાત્રે પૂછપરછ બાદ કસ્ટડીમાં સેક્ટર 7 પોલીસ મથકમાં મોકલી અપાયો હતો. 

મહેસાણાના જે ફાર્મહાઉસમાંથી કૌભાંડી ઝડપાયો તે ભુપેન્દ્ર ઝાલાની જે યુવતી જોડે સગાઈ થવાની હતી તેના ભાઈનું ફાર્મ હાઉસ છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાના દવાડા ફાર્મ હાઉસ ઉપર 10 દિવસ રોકાયો હતો. યુવતી ફાર્મ હાઉસમાં ધર્મના ભાઈ પાસે ભુપેન્દ્ર ઝાલા માટે સલાહ લેવા પહોંચી હતી. ભુપેન્દ્ર ઝાલા માટે સલાહ લેવા જનાર યુવતી પણ પી.આઇ. હોવાની માહિતી મળી, જોકે આ અંગે કોઈ પુષ્ટિ થઈ નથી. ભૂપેન્દ્રિસંહ ઝાલા જે ફાર્મ હાઉસમાં છુપાયો ત્યાં ઝી 24 કલાકની ટીમ પહોંચી હતી. ચૌહાણ કિરણસિંહ આર નામના વ્યક્તિનું આ ફાર્મ હાઉસ છે. કિરણસિંહ ચૌહાણ રાજકીય ઘરોબો ધરાવે છે. જો કે ભુપેન્દ્ર ઝાલા સાથે આ વ્યક્તિ જોડાયો છે કે નહી તે તપાસનો વિષય છે. હાલ પોલીસે તેની અટકાયત કરી છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0