BZ Scam: 100 લોકોના નિવેદન...100 કરોડથી વધુની મિલકત,CID ક્રાઇમે ખોલી ઝાલાની કુંડળી

Dec 30, 2024 - 17:30
BZ Scam: 100 લોકોના નિવેદન...100 કરોડથી વધુની મિલકત,CID ક્રાઇમે ખોલી ઝાલાની કુંડળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા કેસમાં મોટો ખુલાસો થયો છે. જેમાં હવે CID ક્રાઇમની તપાસમાં 62 શિક્ષકોના નામ સામે આવ્યા છે. તેમાં 62 શિક્ષકોના નામ સામે આવતા શિક્ષણ વિભાગમાં ભૂકંપ આવ્યો છે. મહાઠગની માયાજાળમાં 62 શિક્ષકોનું રોકાણ હોવાનું સામે આવ્યું છે. તેમાં સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાંથી 62 શિક્ષકોએ રોકાણ કર્યુ હતુ.

મળતી માહિતી મુજબ, BZ ગ્રૂપ કૌભાંડને લઇ CID ક્રાઇમની તપાસનો ધમધમાટ શરૂ કર્યા છે.  ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછમાં પોલીસને મહત્વની કડીઓ મળી છે. તેમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અનેક રોકાણકારોના નામ પોલીસ સમક્ષ મુક્યા છે. જેમાં BZ ફાઈનાન્સમાં મોટું રોકાણ કરનાર રોકાણકારોના નામ સામે આવ્યા છે. તેમાં એક કરોડ અને તેથી વધુનું રોકાણ કરનારના નામ પોલીસને મળ્યા છે. કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા મોટા રોકાણકારો સાથે ઘરોબો રાખતો હતો. તથા ભૂપેન્દ્રસિંહ ઝાલાના મોબાઈલમાંથી પોલીસને વધુ પૂરાવા મળી શકે છે. તેમજ પોલીસે હજુ સાત બેંક ખાતાની વિગતો મગાવી છે. તેમાં અલગ-અલગ સાત બેંક ખાતાઓમાં નાણાંની હેરાફેરીની વિગતો ખુલી છે.

11,000 રોકાણકારોને રોવાનો વારો આવ્યો!

મળતી માહિતી મુજબ, BZ ગ્રૂપ કૌભાંડને લઇ CID ક્રાઇમે ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરીને પૂછપરછ કરતા મોટો ખુલાસો થયો છે. CID ક્રાઇમના વડા પરીક્ષિતા રાઠોડે સમગ્ર મામલે જણાવ્યું હતું કે, અલગ અલગ 7 બેંક ખાતામાંથી વ્યવહાર થયા હતા. 11, 000 રોકાણકારોએ રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડમાં 95 કરોડ રૂપિયા હજુ લોકોને પરત નથી મળ્યા. BZ ગ્રૂપ કૌભાંડને લઇ અમારી અલગ અલગ ટીમો તપાસમાં લાગી છે.

100થી વધુ લોકોના નિવેદન લીધાઃ પરીક્ષિતા રાઠોડ

BZ ગ્રૂપ કૌભાંડને લઇ CID ક્રાઇમે ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ સાથે અનેક ખુલાસાઓ થયા છે. આ કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના સ્કેમને લઇ 100થી વધુ લોકોના નિવેદન લીધા છે. આ સ્કેમમાં ગુજરાતના અનેક જિલ્લા સહિત અન્ય રાજ્યોમાં પણ BZ ગ્રૂપના એજ્ન્ટો એકના ડબ્બલની રોકાણકારને લાલચ આપીને સ્કેમ કરતા હતા.

100 કરોડથી વધુની મિલકત વસાવી

BZ ફાઈનાન્સમાં મોટું રોકાણ કરનાર રોકાણકારોના નામ સામે આવ્યા છે. તેમાં એક કરોડ અને તેથી વધુનું રોકાણ કરનારના નામ પોલીસને મળ્યા છે. કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા મોટા રોકાણકારો સાથે ઘરોબો રાખતો હતો. CID ક્રાઇમે જણાવ્યું હતું કે, આ મહાઠગે 100 કરોડથી વધુની મિલકત વસાવી હોવાનું સામે આવ્યું છે. પરિવારના નામે જે સંપત્તિ છે તેની તપાસ ચાલુ છે. આ સાથે ડિજિટલ કરન્સી અંગે તપાસ ચાલે રહી છે તેવું CID ક્રાઇમના વડા પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0