BZ Group Scamમાં મહેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ CIDએ ઝડપ્યો હિસાબનીશ નરેશ

BZ ગ્રૂપ કૌભાંડમાં CID ક્રાઈમને વધુ એક સફળતા મળી. કૌભાંડ કિંગ મહેન્દ્ર ઝાલાની ધરપકડ બાદ કરોડોના કૌભાંડનો હિસાબ રાખનાર નરેશને CIDએ ઝડપી પાડ્યો છે. રાજ્યમાં 6000 કરોડનું કૌભાંડ કરનાર ભેજાબાજ મહેન્દ્ર ઝાલાના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયો. ઝાલાને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.દરમ્યાન CID ક્રાઈમ આ કૌભાંડમાં અત્યાર સુધી કરેલ તપાસનો રિપોર્ટ કોર્ટને સોંપાશે. BZ ગ્રૂપ સ્કેમના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ડિસેમ્બર મહિનાના અંતમાં ધરપકડ કરવામાં આવી. BZ ગ્રૂપ સ્કેમનો પર્દાફાશ થયા બાદ સામાન્ય એજન્ટથી લઈને અધિકારીઓ શંકાના દાયરામાં છે.ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં કૌભાંડ પર કૌભાંડના ઘટસ્ફોટ થઈ રહ્યા છે.ખ્યાતિ કાંડ, નકલી ડોક્ટરના નામે થતો વેપાર અને એક કા ડબલ કરવાની લાલચમાં ફસાયેલા શિક્ષકો અને અધિકારીઓ પર તવાઈ આવી છે. BZ ગ્રુપ કૌભાંડનો પર્દાફાશ થયા બાદ ભેજાબાજ મહેન્દ્રસિંહ ઝાલા લાંબા સમયથી ફરાર હતો. કૌભાંડીને પકડવા CID ક્રાઈમે પોતાની તમામ શક્તિ લગાવી દઈ આકાશ-પાતાળ એક કર્યા. CID એ કૌભાંડમાં તપાસનો ધમધમાટનો દોર શરૂ કરતાં કોઈને પણ ના બક્ષતા સંડોવાયેલા તમામ ઇસમો પર કાર્યવાહી કરી. ઝાલાની ઓફિસના પ્યુન બોયથી લઈને મોટા અધિકારી સુધી પગેરું નીકળવા છતાં પણ CID ફરાર મહેન્દ્રસિંહ ઝાલાને પકડવામાં સફળ રહી. કૌભાંડમાં ઝાલાની મંગેતર જ પોલીસ સેવામાં સામેલ હોવાનો પણ ઘટસ્ફોટ થયો. ધરપકડ બાદ પૂછપરછ કરતાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ વધુ એક ચોંકાવનારો ખુલાસો કર્યો. પૉન્ઝી સ્કીમ ચલાવનારા કૌભાંડ કિંગે જણાવ્યું કે ટૂંક સમયમાં રાજનીતિમાં પ્રવેશ કરવાનો હતો. મહાઠગની ઇચ્છા હતી કે આ કૌભાંડ આટોપાઈ જાય બાદ તે આગામી 2027ની વિધાસભા ચૂંટણી લડવાની તૈયારીમાં હતો. તેને અનેક રાજનેતાઓ સાથે સંબંધો હોવાનો પણ ખુલાસો કરતાં ભાજપના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડવાની યોજના બનાવી હતી. અને આથી જ તેણે લોકસભા ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જો કે ચૂંટણી લડવાની તૈયારી કરી લીધા બાદ કોઈ કારણસર બાદમાં ઉમેદવારી પરત ખેંચી હતી. 6000 કરોડના કૌભાંડના મુખ્ય સૂત્રધાર મહેન્દ્રસિંહ ઝાલાને કોર્ટમાં રજૂ કરાયો. આ ઉપરાંત કરોડના કૌભાંડની તપાસમાં CIDને વધુ એક સફળતા મળી. CIDએ કૌભાંડનો હિસાબ સંભાળનાર નરેશને CID ક્રાઈમે ઝડપી પાડ્યો. કૌભાંડમાં થયેલ હિસાબોના ગોટાળાનો વધુ ખુલાસો થાય તેવી શકયતા છે. હિસાબનીશ નરેશને વધુ પૂછપરછ માટે CID ક્રાઈમ લવાયો. મહાઠગ મહેન્દ્રસિંહ ઝાલાએ પોન્ઝી સ્કીમ હેઠળ 11 હજાર લોકો પાસેથી રોકાણ કર્યું.કરોડની મિલકત ધરાવનાર કૌભાંડ કિંગ મહેન્દ્રસિંહ ઝાલા પર કાયદાનો ગાળિયો વધુ કસાશે.

BZ Group Scamમાં મહેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ CIDએ ઝડપ્યો હિસાબનીશ નરેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

BZ ગ્રૂપ કૌભાંડમાં CID ક્રાઈમને વધુ એક સફળતા મળી. કૌભાંડ કિંગ મહેન્દ્ર ઝાલાની ધરપકડ બાદ કરોડોના કૌભાંડનો હિસાબ રાખનાર નરેશને CIDએ ઝડપી પાડ્યો છે. રાજ્યમાં 6000 કરોડનું કૌભાંડ કરનાર ભેજાબાજ મહેન્દ્ર ઝાલાના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયો. ઝાલાને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.દરમ્યાન CID ક્રાઈમ આ કૌભાંડમાં અત્યાર સુધી કરેલ તપાસનો રિપોર્ટ કોર્ટને સોંપાશે. BZ ગ્રૂપ સ્કેમના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ડિસેમ્બર મહિનાના અંતમાં ધરપકડ કરવામાં આવી. BZ ગ્રૂપ સ્કેમનો પર્દાફાશ થયા બાદ સામાન્ય એજન્ટથી લઈને અધિકારીઓ શંકાના દાયરામાં છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં કૌભાંડ પર કૌભાંડના ઘટસ્ફોટ થઈ રહ્યા છે.ખ્યાતિ કાંડ, નકલી ડોક્ટરના નામે થતો વેપાર અને એક કા ડબલ કરવાની લાલચમાં ફસાયેલા શિક્ષકો અને અધિકારીઓ પર તવાઈ આવી છે. BZ ગ્રુપ કૌભાંડનો પર્દાફાશ થયા બાદ ભેજાબાજ મહેન્દ્રસિંહ ઝાલા લાંબા સમયથી ફરાર હતો. કૌભાંડીને પકડવા CID ક્રાઈમે પોતાની તમામ શક્તિ લગાવી દઈ આકાશ-પાતાળ એક કર્યા. CID એ કૌભાંડમાં તપાસનો ધમધમાટનો દોર શરૂ કરતાં કોઈને પણ ના બક્ષતા સંડોવાયેલા તમામ ઇસમો પર કાર્યવાહી કરી. ઝાલાની ઓફિસના પ્યુન બોયથી લઈને મોટા અધિકારી સુધી પગેરું નીકળવા છતાં પણ CID ફરાર મહેન્દ્રસિંહ ઝાલાને પકડવામાં સફળ રહી. કૌભાંડમાં ઝાલાની મંગેતર જ પોલીસ સેવામાં સામેલ હોવાનો પણ ઘટસ્ફોટ થયો.

ધરપકડ બાદ પૂછપરછ કરતાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ વધુ એક ચોંકાવનારો ખુલાસો કર્યો. પૉન્ઝી સ્કીમ ચલાવનારા કૌભાંડ કિંગે જણાવ્યું કે ટૂંક સમયમાં રાજનીતિમાં પ્રવેશ કરવાનો હતો. મહાઠગની ઇચ્છા હતી કે આ કૌભાંડ આટોપાઈ જાય બાદ તે આગામી 2027ની વિધાસભા ચૂંટણી લડવાની તૈયારીમાં હતો. તેને અનેક રાજનેતાઓ સાથે સંબંધો હોવાનો પણ ખુલાસો કરતાં ભાજપના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડવાની યોજના બનાવી હતી. અને આથી જ તેણે લોકસભા ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જો કે ચૂંટણી લડવાની તૈયારી કરી લીધા બાદ કોઈ કારણસર બાદમાં ઉમેદવારી પરત ખેંચી હતી.

6000 કરોડના કૌભાંડના મુખ્ય સૂત્રધાર મહેન્દ્રસિંહ ઝાલાને કોર્ટમાં રજૂ કરાયો. આ ઉપરાંત કરોડના કૌભાંડની તપાસમાં CIDને વધુ એક સફળતા મળી. CIDએ કૌભાંડનો હિસાબ સંભાળનાર નરેશને CID ક્રાઈમે ઝડપી પાડ્યો. કૌભાંડમાં થયેલ હિસાબોના ગોટાળાનો વધુ ખુલાસો થાય તેવી શકયતા છે. હિસાબનીશ નરેશને વધુ પૂછપરછ માટે CID ક્રાઈમ લવાયો. મહાઠગ મહેન્દ્રસિંહ ઝાલાએ પોન્ઝી સ્કીમ હેઠળ 11 હજાર લોકો પાસેથી રોકાણ કર્યું.કરોડની મિલકત ધરાવનાર કૌભાંડ કિંગ મહેન્દ્રસિંહ ઝાલા પર કાયદાનો ગાળિયો વધુ કસાશે.