BZ Group Ponzi Scheme: મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાને શરણ આપનારની ધરપકડ
ભૂપેન્દ્ર ઝાલાને આશરો આપનાર કિરણસિંહની સીઆઈડી ક્રાઇમએ ધરપકડ કરી. વિસનગરના દવાડા ગામે કિરણસિંહ ચૌહાણના ફાર્મ હાઉસ પર રોકાયો હતો ભૂપેન્દ્ર ઝાલા. મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા લોકોના કરોડો રૂપિયા લઈને ભાગતો ફરતો હતો અને છેલ્લા થોડા દિવસ પહેલા એ તેના મિત્ર કિરણસિંહ ચૌહાણના ફાર્મ હાઉસ દવાડા ખાતે સંતાયો હતો, જેને લઈને સીઆઈડી ક્રાઈમને માલુમ થતાં છુપાવેશમાં ફાર્મ હાઉસમાં પ્રવેશ કર્યો હતો અને ઝાલાની ધરપકડ કરી હતી. ઝાલાને આટલા દિવસ સુધી સંતાડનાર કિરણ ચૌહાણની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી છે.ભૂપેન્દ્ર ઝાલાએ સીઆઈડી ક્રાઈમ સમક્ષ અનેક ખુલાસા કર્યા સીઆઇડી ક્રાઇમની પ્રેસ દરમિયાન કેટલાક મોટા ખુલાસા બાદ વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે, મહાઠગબાજ ભૂપેન્દ્રસિંહ ઝાલાને રાજનીતિમાં એન્ટ્રી મારવાના અભરખા હતા. એટલુ જ નહીં ધારાસભ્ય બનીને કેબિનેટ મંત્રી બનવાના પણ અભરખા હતા. આ તમામ બાબતોનો ખુલાસો સીઆઇડી ક્રાઇમની પુછપરછમાં બહાર આવી છે. ઝાલાને કેબિનેટ મંત્રી બનવાના અભરખા બીઝેડ ગૃપના માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સીઆઇડી ક્રાઇમ સમક્ષ એક પછી એક મોટા ખુલાસા કર્યા છે. આ ખુલાસામાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે, પૉન્ઝી સ્કીમ ચલાવનારા મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું કે, તે રાજકારણમાં એન્ટ્રી કરવાની ફિરાકમાં હતો, પુછપરછ દરમિયાન તેને ખુલાસો કરતાં જણાવ્યુ કે, આગામી વિધાનસભા ચૂંટણી એટલે કે વર્ષ 2027માં તેને વિધાનસભા લડવાના અભરખા હતા, તેને આશા હતી કે, ભાજપ ટિકીટ આપશે. ભૂપેન્દ્રસિંહ ઝાલાને કેબિનેટ મંત્રી બનવાનો પણ અભરખો હતો. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ગત લોકસભા ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવીને બાદમાં ઉમેદવારી પરત ખેંચી હતી. ઉલ્લેખનીય છે કે, 11 હજાર રોકાણકારોના કરોડો રૂપિયા ચાંઉ કરનારા ભૂપેન્દ્રસિંહ ઝાલા રાજકીય અભરખાનો પર્દાફાશ થતાં જ અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. ઝાલાએ 11 હજાર લોકોના રૂપિયા પચાવ્યા મહાઠગબાજ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ CID ક્રાઈમના ડીઆઈજી પરિક્ષિતા રાઠોડ પ્રેસમાં જણાવવામાં આવ્યું કે, “આરોપી દ્વારા પૉન્ઝી સ્કીમ હેઠળ કુલ 11 હજાર લોકો પાસેથી રોકાણ કરાવવામાં આવ્યું છે. આરોપી રોકાણકારોને કેવી લાલચ આપતો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં આ મામલે 100 જેટલા રોકાણકારોના નિવેદન પણ લેવામાં આવ્યા છે. આરોપીએ 100 કરોડની મિલકત વસાવી છે, અત્યારે તેના સગા સંબંધીઓની મિલકતની પણ તપાસ કરવામાં આવી છે.” સીઆઈડી ક્રાઈમ પ્રેસમાં વધુ ખુલાસા કરતાં જણાવ્યું કે, આ કેસમાં વધુ આગળની તપાસ ચાલી રહી છે, કુલ 100 જેટલા લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. જે લોકોને આ મામલે સામેથી નિવેદન આપવું હોય તેઓ પણ સામેથી આવી શકે તેવું સીઆઈડી ક્રાઈમ દ્વારા જણાવવામાં આવ્યું છે. આરોપી દ્વારા 100 કરોડની મિલકત વસાવવામાં આવી છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ તેના સગા સંબંધીઓની મિલકતો પણ તપાસ કરવામાં આવી રહી છે. સીઆઈડી ક્રાઈમે જણાવ્યું કે, આરોપી રાજસ્થાનમાં 10 દિવસ રોકાયો હતો તેવી માહિતી સામે આવી છે. સાથે જ તે છેલ્લા 15 દિવસથી ત્યાં જ રોકાયો હતો. જ્યાંથી તેની ધરપકડ કરવામાં આવી છે તેવી માહિતી સીઆઈડી ક્રાઈમ દ્વારા આપવામાં આવી છે. જે ફાર્મહાઉસમાંથી તે ઝડપાયો હતો તે ફાર્મહાઉસના માલિક સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઝાલા મહિલા પોલીસ અધિકારી સાથે લગ્ન કરવાનો હતો સીઆઇડી ક્રાઇમે જણાવ્યું કે, આરોપી એક મહિલા પોલીસ અધિકારી સાથે લગ્ન કરવાનો હતો. જેથી આ મુદ્દે સીઆઈડી ક્રાઈમ દ્વારા જણાવવામાં આવ્યું કે જો તે મહિલા અધિકારીનો પણ આ કૌભાંડમાં કોઈ હાથ હશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મીડિયા દ્વારા એવો સવાલ પૂછવામાં આવ્યો કે તે મહિલા અધિકારીની મિલકતને લઈને કોઈ તપાસ કરવામાં આવી છે કે નહીં? ત્યારે સીઆઈડી ક્રાઈમ દ્વારા જણાવવામાં આવ્યું કે તે મહિલા અધિકારી પાસે જે પણ મિલકત છે તેને લઈને પણ તપાસ કરવામાં આવશે. જેટલા એજન્ટો દ્વારા સૌથી વધારે રોકાણ કરાવવામાં આવ્યું છે અને તેમનો જે પણ રોલ છે તેને લઈને તે એજન્ટો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આરોપી જેટલા પણ ડોંગલ યુઝ કરતો હતો તેને લઈને તેના ઘરના, તેની ઓફિસના સ્ટાફના દરેક લોકોની તપાસ કરવામાં આવશે. આ સિવાય 3 ક્રિકેટરો દ્વારા રોકાણ કરવામાં આવ્યું હતું તેવી માહિતી પણ સામે આવી છે. જેમાં ક્રિકેટરો દ્વારા 10 લાખની આસપાસનું રોકાણ કરવામાં આવ્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભૂપેન્દ્ર ઝાલાને આશરો આપનાર કિરણસિંહની સીઆઈડી ક્રાઇમએ ધરપકડ કરી. વિસનગરના દવાડા ગામે કિરણસિંહ ચૌહાણના ફાર્મ હાઉસ પર રોકાયો હતો ભૂપેન્દ્ર ઝાલા. મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા લોકોના કરોડો રૂપિયા લઈને ભાગતો ફરતો હતો અને છેલ્લા થોડા દિવસ પહેલા એ તેના મિત્ર કિરણસિંહ ચૌહાણના ફાર્મ હાઉસ દવાડા ખાતે સંતાયો હતો, જેને લઈને સીઆઈડી ક્રાઈમને માલુમ થતાં છુપાવેશમાં ફાર્મ હાઉસમાં પ્રવેશ કર્યો હતો અને ઝાલાની ધરપકડ કરી હતી. ઝાલાને આટલા દિવસ સુધી સંતાડનાર કિરણ ચૌહાણની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી છે.
ભૂપેન્દ્ર ઝાલાએ સીઆઈડી ક્રાઈમ સમક્ષ અનેક ખુલાસા કર્યા
સીઆઇડી ક્રાઇમની પ્રેસ દરમિયાન કેટલાક મોટા ખુલાસા બાદ વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે, મહાઠગબાજ ભૂપેન્દ્રસિંહ ઝાલાને રાજનીતિમાં એન્ટ્રી મારવાના અભરખા હતા. એટલુ જ નહીં ધારાસભ્ય બનીને કેબિનેટ મંત્રી બનવાના પણ અભરખા હતા. આ તમામ બાબતોનો ખુલાસો સીઆઇડી ક્રાઇમની પુછપરછમાં બહાર આવી છે.
ઝાલાને કેબિનેટ મંત્રી બનવાના અભરખા
બીઝેડ ગૃપના માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સીઆઇડી ક્રાઇમ સમક્ષ એક પછી એક મોટા ખુલાસા કર્યા છે. આ ખુલાસામાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે, પૉન્ઝી સ્કીમ ચલાવનારા મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું કે, તે રાજકારણમાં એન્ટ્રી કરવાની ફિરાકમાં હતો, પુછપરછ દરમિયાન તેને ખુલાસો કરતાં જણાવ્યુ કે, આગામી વિધાનસભા ચૂંટણી એટલે કે વર્ષ 2027માં તેને વિધાનસભા લડવાના અભરખા હતા, તેને આશા હતી કે, ભાજપ ટિકીટ આપશે. ભૂપેન્દ્રસિંહ ઝાલાને કેબિનેટ મંત્રી બનવાનો પણ અભરખો હતો. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ગત લોકસભા ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવીને બાદમાં ઉમેદવારી પરત ખેંચી હતી. ઉલ્લેખનીય છે કે, 11 હજાર રોકાણકારોના કરોડો રૂપિયા ચાંઉ કરનારા ભૂપેન્દ્રસિંહ ઝાલા રાજકીય અભરખાનો પર્દાફાશ થતાં જ અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે.
ઝાલાએ 11 હજાર લોકોના રૂપિયા પચાવ્યા
મહાઠગબાજ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ CID ક્રાઈમના ડીઆઈજી પરિક્ષિતા રાઠોડ પ્રેસમાં જણાવવામાં આવ્યું કે, “આરોપી દ્વારા પૉન્ઝી સ્કીમ હેઠળ કુલ 11 હજાર લોકો પાસેથી રોકાણ કરાવવામાં આવ્યું છે. આરોપી રોકાણકારોને કેવી લાલચ આપતો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં આ મામલે 100 જેટલા રોકાણકારોના નિવેદન પણ લેવામાં આવ્યા છે. આરોપીએ 100 કરોડની મિલકત વસાવી છે, અત્યારે તેના સગા સંબંધીઓની મિલકતની પણ તપાસ કરવામાં આવી છે.”
સીઆઈડી ક્રાઈમ પ્રેસમાં વધુ ખુલાસા કરતાં જણાવ્યું કે, આ કેસમાં વધુ આગળની તપાસ ચાલી રહી છે, કુલ 100 જેટલા લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. જે લોકોને આ મામલે સામેથી નિવેદન આપવું હોય તેઓ પણ સામેથી આવી શકે તેવું સીઆઈડી ક્રાઈમ દ્વારા જણાવવામાં આવ્યું છે. આરોપી દ્વારા 100 કરોડની મિલકત વસાવવામાં આવી છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ તેના સગા સંબંધીઓની મિલકતો પણ તપાસ કરવામાં આવી રહી છે. સીઆઈડી ક્રાઈમે જણાવ્યું કે, આરોપી રાજસ્થાનમાં 10 દિવસ રોકાયો હતો તેવી માહિતી સામે આવી છે. સાથે જ તે છેલ્લા 15 દિવસથી ત્યાં જ રોકાયો હતો. જ્યાંથી તેની ધરપકડ કરવામાં આવી છે તેવી માહિતી સીઆઈડી ક્રાઈમ દ્વારા આપવામાં આવી છે. જે ફાર્મહાઉસમાંથી તે ઝડપાયો હતો તે ફાર્મહાઉસના માલિક સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ઝાલા મહિલા પોલીસ અધિકારી સાથે લગ્ન કરવાનો હતો
સીઆઇડી ક્રાઇમે જણાવ્યું કે, આરોપી એક મહિલા પોલીસ અધિકારી સાથે લગ્ન કરવાનો હતો. જેથી આ મુદ્દે સીઆઈડી ક્રાઈમ દ્વારા જણાવવામાં આવ્યું કે જો તે મહિલા અધિકારીનો પણ આ કૌભાંડમાં કોઈ હાથ હશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મીડિયા દ્વારા એવો સવાલ પૂછવામાં આવ્યો કે તે મહિલા અધિકારીની મિલકતને લઈને કોઈ તપાસ કરવામાં આવી છે કે નહીં? ત્યારે સીઆઈડી ક્રાઈમ દ્વારા જણાવવામાં આવ્યું કે તે મહિલા અધિકારી પાસે જે પણ મિલકત છે તેને લઈને પણ તપાસ કરવામાં આવશે. જેટલા એજન્ટો દ્વારા સૌથી વધારે રોકાણ કરાવવામાં આવ્યું છે અને તેમનો જે પણ રોલ છે તેને લઈને તે એજન્ટો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આરોપી જેટલા પણ ડોંગલ યુઝ કરતો હતો તેને લઈને તેના ઘરના, તેની ઓફિસના સ્ટાફના દરેક લોકોની તપાસ કરવામાં આવશે. આ સિવાય 3 ક્રિકેટરો દ્વારા રોકાણ કરવામાં આવ્યું હતું તેવી માહિતી પણ સામે આવી છે. જેમાં ક્રિકેટરો દ્વારા 10 લાખની આસપાસનું રોકાણ કરવામાં આવ્યું હતું.