BZ ગ્રૂપ કૌભાંડ: રોકાણકારોને નાણાં પરત અપાશે..! ભૂપેન્દ્ર ઝાલાની પ્રોપર્ટીની કરાશે હરાજી

BZ કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. BZ કૌભાંડને લઈને CIDએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, રોકાણકારોને રૂપિયા પરત મળશે. પાંચેક દિવસમાં રોકાણકારોને રૂપિયા પરત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેને લઈને જરૂર પડશે તો BZ ગ્રુપના CEO ભુપેન્દ્રસિંહ ઝાલા દ્વારા વસાવાયેલી પ્રોપર્ટીની હરાજી કરવામાં આવશે. CID ક્રાઇમ દ્વારા BZ કૌભાંડને લગતા તમામ દસ્તાવેજ કબજે કરવામાં આવ્યા છે જેમાં મહત્વના ખુલાસા થયા છે.BZ ગ્રૂપ કૌભાંડ મામલે CID ક્રાઇમના DIG પરિક્ષીતા રાઠોડનું નિવેદન BZ ગ્રૂપ કૌભાંડ મામલે CID ક્રાઇમના DIG પરિક્ષીતા રાઠોડનું નિવેદન સામે આવ્યું છે. CID ક્રાઇમના DIG પરિક્ષીતા રાઠોડે જણાવ્યું હતું કે, BZ ગ્રૂપ કૌભાંડમાં રોકાણ કરેલા તમામ રોકાણકારોની માહિતી પોલીસને મળી છે. એક CAને સાથે રાખી પોલીસે તપાસ કરી છે. રોકાણકારોને વળતર સરકાર અપાવશે. 11 હજારમાંથી 3500 લોકોને નાણાં પરત આપવાના થાય છે. ભૂપેન્દ્ર ઝાલાની પ્રોપર્ટીની હરાજી કરાશે. હરાજી કરી રોકાણકારોને નાણાં પરત અપાશે. પુરાવાના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં એકાઉન્ટન્ટ પાસેથી રજિસ્ટર મળ્યા છે વેબસાઇટ અને રજિસ્ટરના આંકડા અલગ છે. તમામ દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા છે. ફરાર એજન્ટોને પકડવા માટે કામગીરી ચાલુ છે. ટેકનિકલ સર્વેલન્સથી પણ તપાસ થઇ રહી છે. 175 રોકાણકારોએ પુરાવા આપ્યા છે. અમે કોર્ટમાં પુરાવા રજૂ કર્યા છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાની અન્ય ગુનામાં ગમે ત્યારે ધરપકડ!ઉલ્લેખીનય છે કે ગુજરાતના ચકચારી 6000 કરોડના BZ કૌભાંડ આચરનારા ભૂપેન્દ્રસિંહ ઝાલા અત્યારે જેલમાં છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાની અન્ય ગુનામાં ગમે ત્યારે ધરપકડ થઇ શકે છે. હજારો લોકોનું કરોડોનું ફુલેકું ફેરવનારા ભૂપેન્દ્રસિંહ ઝાલા એક મહિના સુધી ફરાર રહ્યાં બાદ મહેસાણાથી CID ક્રાઇમની ટીમે ધરપકડ કરી હતી. પોન્ઝી સ્કીમ અને રોકાણકારોના પૈસા ડબલ કરવા સહિત અનેક રીતે લોકો સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઠગાઇ આચરી હતી. ભારતીય ક્રિકેટર શુભમન ગિલ સહિત 11 હજારથી વધુ રોકાણકારોએ BZમાં નાણાં રોક્યા છે. 422 કરોડથી વધુનું બેન્ક અને રોકડ હેરાફેરી તપાસ સંસ્થાએ પકડી પાડી હતી. એકાઉન્ટન્ટ નરેન્દ્ર પ્રજાપતિના 3 દિવસના રિમાન્ડ મંજૂરCID ક્રાઈમે ભુપેન્દ્રસિંહ ઝાલાના તમામ હિસાબો સંભાળનાર એકાઉન્ટન્ટ નરેન્દ્ર પ્રજાપતિની પણ ધરપકડ કરી હતી. CID ક્રાઈમે નરેન્દ્ર પ્રજાપતિને અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં રજૂ કર્યો હતો અને તેના 8 દિવસના રિમાન્ડની માંગણી કરવમાં આવી હતી, કોર્ટે તેના 11 જાન્યુઆરી સુધીના એટલે કે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મોડાસાના રણાસણથી CID ક્રાઈમે કરી હતી ધરપકડ ગઈકાલે CID ક્રાઈમે અરવલ્લી જિલ્લાનં મોડાસા તાલુકાના રણાસણ ગામેથી નરેશ પ્રજાપતિની ધરપકડ કરી હતી. નરેશ પ્રજાપતિ બી.ઝેડની રણાસણ શાખામાં નોકરી કરતો હતો અને કૌભાંડ બહાર આવ્યા બાદ ફરાર થઈ ગયો હતો તેવુ સૂત્રોએ જણાવ્યુ હતું. CID ક્રાઇમની તપાસમાં થયા મોટા ખુલાસા ભૂપેન્દ્રસિંહ ઝાલાની વેબસાઇટમાં રોકાણકારોની એન્ટ્રી મુજબ 422.96 કરોડ રૂપિયા ઉઘરાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ 422.96 કરોડ મહિને 3% વ્યાજ અથવા ફિક્સ્ડ ડિપોઝિટ પર વળતર આપવાનું વચન આપી 11232 રોકાણકારો પાસેથી ઉઘરાવવામાં આવ્યા હતા. CIDએ કોર્ટ સમક્ષ મોટો ખુલાસો કર્યો છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારો પાસેથી 422.96 કરોડ રૂપિયા ઉઘરાવ્યા હતા. જોકે, રોકાણકારોને 172.59 કરોડ રૂપિયા બાકી આપવાના નીકળ્યા છે.તો આ નાણા ક્યા વાપરવામાં આવ્યા તે બાબતે ઉંડાણપૂર્વક તપાસ કરવાની બાકી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારોને આકર્ષવા માટે BZ સ્કિમમાં એજન્ટોની કમિશન પર નિમણૂક કરી હતી. જો કોઇ એજન્ટ BZમાં રોકાણ કરાવે છે તો તેને 0.5% થી 1 ટકા જેટલું કમિશન આપવામાં આવતું હતું. આ એજન્ટોને પાંચ અલગ અલગ લેવલે સેટ કરવામાં આવ્યા હતા જેમાં પ્રથમ હરોળના એજન્ટો કરોડો રૂપિયાનું રોકાણ લાવી આપતા હતા. એજન્ટો અને રોકાણકારો દ્વારા કરવામાં આવેલુ રોકાણની નોંધ એક લેપટોપમાં રાખવામાં આવતી હતી. આ લેપટોપ ભૂપેન્દ્રસિંહ ઝાલાના કૌભાંડનો મહત્ત્વનો પુરાવો હોઇ આ લેપટોપ કબ્જે કરવા માટે CID ક્રાઇમ દ્વારા વધુ રિમાન્ડની માંગ કરી હતી. રોકાણકારોને 300 અને 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર એગ્રીમેન્ટ કરાવીને વિશ્વાસમાં લેવામાં આવતા હતા.CIDની તપાસમાં મોટો ખુલાસો થયો છે કે, BZ ગ્રુપ દ્વારા 12518 સ્ટેમ્પ ખરીદવામાં આવ્યા હતા. વેબસાઇટમાં કૂલ 11232 રોકાણકારોની જ એન્ટ્રી છે પરંતુ 1286 જેટલા રોકાણકારોની એન્ટ્રી CID ક્રાઇમને મળી નથી અને તેની નોંધ પણ ક્યાય કરવામાં આવી નથી.એગ્રીમેન્ટમાં લગાડેલા તમામ સ્ટેમ્પ ઘી મોડાસા નાગરિક સહકારી બેંક લીમીટેડ અને સર્વોદય સહકારી નાગરિક બેંક મોડાસામાંથી મેળવ્યા હતા ભૂપેન્દ્રસિંહ ઝાલાની BZ સ્ક્રીમમાં 230 જેટલા રોકાણકારોએ 25 લાખથી લઇને 4 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કર્યું છે.જોકે, CID ક્રાઇમના હાથે આ રોકાણકારોમાંથી મોટાભાગના રોકાણકારોના ટ્રાન્જેક્શન હાથ લાગ્યા નથી.CIDને શંકા છે કે આ 230 રોકાણકારોના વ્યવહારો કેશ એટલે કે બ્લેકમાં થયા હોઇ શકે છે. CIDની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ BZ સ્કીમના એજન્ટો અને ઊંચા રોકાણકારોને આઇફોન અને સ્માર્ટવોચ ગિફ્ટ કરી હતી. તપાસમાં CIDને 40 જેટલા ફોનની વિગતો બિલ સહિત મળી આવી છે. BZ સ્કીમમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા રોકાણ માટે રોકાણકારો પાસે એક ફોર્મ ભરાવવામાં આવતું હતું જેમાં રોકાણકારોની તમામ વિગતો દર્શાવવામાં આવતી હતી. જોકે, હજુ સુધી CID ક્રાઇમને આ મામલે કોઇ માહિતી મળી નથી જેને લઇને આવનાર સમયમાં મોટો ખુલાસો થઇ શકે છે.BZના નામે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ખરીદેલી પ્રોપર્ટી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ BZના નામે મોડાસા શહેરમાં 10 વીઘા જમીન મોડાસાના સાકરિયા ગામમાં 10 વીઘા જમીન લિંભોઇ ગામ પાસે 3 વીઘા જમીન માણસામાં 3 પ્લોટનું ફાર્મ હાઉસ હિંમતનગરના રાયગઢમાં 5 દુકાનનું એક કોમ્પલેક્સ હિંમતનગરના અડપોદરા ગામમાં 5 વીઘા જમીન હડિયોલ ગામમાં 10 દુકાન ગ્રોમોર કેમ્પસ પાછળ 4 વીઘા જમીન તલોદના રણાસણ ગામમાં 4 દુકાન મોડાસા ચોકડ

BZ ગ્રૂપ કૌભાંડ: રોકાણકારોને નાણાં પરત અપાશે..! ભૂપેન્દ્ર ઝાલાની પ્રોપર્ટીની કરાશે હરાજી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

BZ કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. BZ કૌભાંડને લઈને CIDએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, રોકાણકારોને રૂપિયા પરત મળશે. પાંચેક દિવસમાં રોકાણકારોને રૂપિયા પરત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેને લઈને જરૂર પડશે તો BZ ગ્રુપના CEO ભુપેન્દ્રસિંહ ઝાલા દ્વારા વસાવાયેલી પ્રોપર્ટીની હરાજી કરવામાં આવશે. CID ક્રાઇમ દ્વારા BZ કૌભાંડને લગતા તમામ દસ્તાવેજ કબજે કરવામાં આવ્યા છે જેમાં મહત્વના ખુલાસા થયા છે.

BZ ગ્રૂપ કૌભાંડ મામલે CID ક્રાઇમના DIG પરિક્ષીતા રાઠોડનું નિવેદન

BZ ગ્રૂપ કૌભાંડ મામલે CID ક્રાઇમના DIG પરિક્ષીતા રાઠોડનું નિવેદન સામે આવ્યું છે. CID ક્રાઇમના DIG પરિક્ષીતા રાઠોડે જણાવ્યું હતું કે, BZ ગ્રૂપ કૌભાંડમાં રોકાણ કરેલા તમામ રોકાણકારોની માહિતી પોલીસને મળી છે. એક CAને સાથે રાખી પોલીસે તપાસ કરી છે. રોકાણકારોને વળતર સરકાર અપાવશે. 11 હજારમાંથી 3500 લોકોને નાણાં પરત આપવાના થાય છે. ભૂપેન્દ્ર ઝાલાની પ્રોપર્ટીની હરાજી કરાશે. હરાજી કરી રોકાણકારોને નાણાં પરત અપાશે. પુરાવાના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં એકાઉન્ટન્ટ પાસેથી રજિસ્ટર મળ્યા છે વેબસાઇટ અને રજિસ્ટરના આંકડા અલગ છે. તમામ દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા છે. ફરાર એજન્ટોને પકડવા માટે કામગીરી ચાલુ છે. ટેકનિકલ સર્વેલન્સથી પણ તપાસ થઇ રહી છે. 175 રોકાણકારોએ પુરાવા આપ્યા છે. અમે કોર્ટમાં પુરાવા રજૂ કર્યા છે.

 ભૂપેન્દ્રસિંહ ઝાલાની અન્ય ગુનામાં ગમે ત્યારે ધરપકડ!

ઉલ્લેખીનય છે કે ગુજરાતના ચકચારી 6000 કરોડના BZ કૌભાંડ આચરનારા ભૂપેન્દ્રસિંહ ઝાલા અત્યારે જેલમાં છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાની અન્ય ગુનામાં ગમે ત્યારે ધરપકડ થઇ શકે છે. હજારો લોકોનું કરોડોનું ફુલેકું ફેરવનારા ભૂપેન્દ્રસિંહ ઝાલા એક મહિના સુધી ફરાર રહ્યાં બાદ મહેસાણાથી CID ક્રાઇમની ટીમે ધરપકડ કરી હતી. પોન્ઝી સ્કીમ અને રોકાણકારોના પૈસા ડબલ કરવા સહિત અનેક રીતે લોકો સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઠગાઇ આચરી હતી. ભારતીય ક્રિકેટર શુભમન ગિલ સહિત 11 હજારથી વધુ રોકાણકારોએ BZમાં નાણાં રોક્યા છે. 422 કરોડથી વધુનું બેન્ક અને રોકડ હેરાફેરી તપાસ સંસ્થાએ પકડી પાડી હતી.

એકાઉન્ટન્ટ નરેન્દ્ર પ્રજાપતિના 3 દિવસના રિમાન્ડ મંજૂર

CID ક્રાઈમે ભુપેન્દ્રસિંહ ઝાલાના તમામ હિસાબો સંભાળનાર એકાઉન્ટન્ટ નરેન્દ્ર પ્રજાપતિની પણ ધરપકડ કરી હતી. CID ક્રાઈમે નરેન્દ્ર પ્રજાપતિને અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં રજૂ કર્યો હતો અને તેના 8 દિવસના રિમાન્ડની માંગણી કરવમાં આવી હતી, કોર્ટે તેના 11 જાન્યુઆરી સુધીના એટલે કે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

મોડાસાના રણાસણથી CID ક્રાઈમે કરી હતી ધરપકડ

ગઈકાલે CID ક્રાઈમે અરવલ્લી જિલ્લાનં મોડાસા તાલુકાના રણાસણ ગામેથી નરેશ પ્રજાપતિની ધરપકડ કરી હતી. નરેશ પ્રજાપતિ બી.ઝેડની રણાસણ શાખામાં નોકરી કરતો હતો અને કૌભાંડ બહાર આવ્યા બાદ ફરાર થઈ ગયો હતો તેવુ સૂત્રોએ જણાવ્યુ હતું.

CID ક્રાઇમની તપાસમાં થયા મોટા ખુલાસા

  • ભૂપેન્દ્રસિંહ ઝાલાની વેબસાઇટમાં રોકાણકારોની એન્ટ્રી મુજબ 422.96 કરોડ રૂપિયા ઉઘરાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ 422.96 કરોડ મહિને 3% વ્યાજ અથવા ફિક્સ્ડ ડિપોઝિટ પર વળતર આપવાનું વચન આપી 11232 રોકાણકારો પાસેથી ઉઘરાવવામાં આવ્યા હતા.
  • CIDએ કોર્ટ સમક્ષ મોટો ખુલાસો કર્યો છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારો પાસેથી 422.96 કરોડ રૂપિયા ઉઘરાવ્યા હતા. જોકે, રોકાણકારોને 172.59 કરોડ રૂપિયા બાકી આપવાના નીકળ્યા છે.તો આ નાણા ક્યા વાપરવામાં આવ્યા તે બાબતે ઉંડાણપૂર્વક તપાસ કરવાની બાકી છે.
  • ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારોને આકર્ષવા માટે BZ સ્કિમમાં એજન્ટોની કમિશન પર નિમણૂક કરી હતી. જો કોઇ એજન્ટ BZમાં રોકાણ કરાવે છે તો તેને 0.5% થી 1 ટકા જેટલું કમિશન આપવામાં આવતું હતું. આ એજન્ટોને પાંચ અલગ અલગ લેવલે સેટ કરવામાં આવ્યા હતા જેમાં પ્રથમ હરોળના એજન્ટો કરોડો રૂપિયાનું રોકાણ લાવી આપતા હતા.
  • એજન્ટો અને રોકાણકારો દ્વારા કરવામાં આવેલુ રોકાણની નોંધ એક લેપટોપમાં રાખવામાં આવતી હતી. આ લેપટોપ ભૂપેન્દ્રસિંહ ઝાલાના કૌભાંડનો મહત્ત્વનો પુરાવો હોઇ આ લેપટોપ કબ્જે કરવા માટે CID ક્રાઇમ દ્વારા વધુ રિમાન્ડની માંગ કરી હતી.
  • રોકાણકારોને 300 અને 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર એગ્રીમેન્ટ કરાવીને વિશ્વાસમાં લેવામાં આવતા હતા.CIDની તપાસમાં મોટો ખુલાસો થયો છે કે, BZ ગ્રુપ દ્વારા 12518 સ્ટેમ્પ ખરીદવામાં આવ્યા હતા. વેબસાઇટમાં કૂલ 11232 રોકાણકારોની જ એન્ટ્રી છે પરંતુ 1286 જેટલા રોકાણકારોની એન્ટ્રી CID ક્રાઇમને મળી નથી અને તેની નોંધ પણ ક્યાય કરવામાં આવી નથી.એગ્રીમેન્ટમાં લગાડેલા તમામ સ્ટેમ્પ ઘી મોડાસા નાગરિક સહકારી બેંક લીમીટેડ અને સર્વોદય સહકારી નાગરિક બેંક મોડાસામાંથી મેળવ્યા હતા
  • ભૂપેન્દ્રસિંહ ઝાલાની BZ સ્ક્રીમમાં 230 જેટલા રોકાણકારોએ 25 લાખથી લઇને 4 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કર્યું છે.જોકે, CID ક્રાઇમના હાથે આ રોકાણકારોમાંથી મોટાભાગના રોકાણકારોના ટ્રાન્જેક્શન હાથ લાગ્યા નથી.CIDને શંકા છે કે આ 230 રોકાણકારોના વ્યવહારો કેશ એટલે કે બ્લેકમાં થયા હોઇ શકે છે.
  • CIDની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ BZ સ્કીમના એજન્ટો અને ઊંચા રોકાણકારોને આઇફોન અને સ્માર્ટવોચ ગિફ્ટ કરી હતી. તપાસમાં CIDને 40 જેટલા ફોનની વિગતો બિલ સહિત મળી આવી છે.
  • BZ સ્કીમમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા રોકાણ માટે રોકાણકારો પાસે એક ફોર્મ ભરાવવામાં આવતું હતું જેમાં રોકાણકારોની તમામ વિગતો દર્શાવવામાં આવતી હતી. જોકે, હજુ સુધી CID ક્રાઇમને આ મામલે કોઇ માહિતી મળી નથી જેને લઇને આવનાર સમયમાં મોટો ખુલાસો થઇ શકે છે.

BZના નામે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ખરીદેલી પ્રોપર્ટી

  • ભૂપેન્દ્રસિંહ ઝાલાએ BZના નામે મોડાસા શહેરમાં 10 વીઘા જમીન
  • મોડાસાના સાકરિયા ગામમાં 10 વીઘા જમીન
  • લિંભોઇ ગામ પાસે 3 વીઘા જમીન
  • માણસામાં 3 પ્લોટનું ફાર્મ હાઉસ
  • હિંમતનગરના રાયગઢમાં 5 દુકાનનું એક કોમ્પલેક્સ
  • હિંમતનગરના અડપોદરા ગામમાં 5 વીઘા જમીન
  • હડિયોલ ગામમાં 10 દુકાન
  • ગ્રોમોર કેમ્પસ પાછળ 4 વીઘા જમીન
  • તલોદના રણાસણ ગામમાં 4 દુકાન
  • મોડાસા ચોકડી પર 1 દુકાન
  • માલપુરમાં 1 દુકાન

ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછમાં મોટો ખુલાસો

BZ પોન્ઝી સ્કીમ મામલે તપાસમાં જાણવા મળ્યું છે કે અમદાવાદની FX ટ્રેડિંગ નામની કંપનીમાં કામ કરીને ભૂપેન્દ્રસિંહ ઝાલા ટ્રેડિંગ અને માર્કેટિંગની સ્કિલ શીખ્યો હતો. આ પહેલા M WAY નામની કંપનીમાં એજન્ટ તરીકે ભૂપેન્દ્રસિંહ ઝાલા કામ કરતો હતો. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સૌથી પહેલા YFI (Yearn Finance) કોઈનમાં રૂપિયા 10 કરોડ રોકાણ કર્યું હતું. જેમાં તેણે રોકાણ સામે 18 કરોડ મેળવ્યા હતા. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અત્યાર સુધી 422 કરોડ રૂપિયા રોકાણકારોને ચૂકવ્યા હતા. હજુ પણ 172 કરોડ રોકાણકારોને ચૂકવવાના બાકી છે.

ભૂપેન્દ્રસિંહ ઝાલાની 17 શાખાઓ

આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના મોબાઇલ ફોનમાંથી BZ GROUP ના મુખ્ય એજન્ટોના નંબરો વોટ્સએપ ચેટની વિગતો મળી આવી છે, તેમજ પુછપરછ દરમ્યાન BZ FINANCIAL SERVICES ની કુલ- 17 શાખાઓ જેમાં (૧) પ્રાંતિજ શાખા (૨) હિમતનગર શાખા (૩) વિજાપુર શાખા (૪) પાલનપુર શાખા (૫) રાયગઢ શાખા (૬) ભીલોડા શાખા (૭) ખેડબ્રહ્મા શાખા (૮) ગાંધીનગર (૯) રણાસણ શાખા (૧૦) મોડાસા શાખા (૧૧) માલપુર શાખા (૧૨) લુણાવાડા શાખા (૧૩) ગોધરા શાખા (૧૪) બાયડ શાખા (૧૫) વડોદરા શાખા (૧૬) ડુંગરપુર (રાજસ્થાન) (૧૭) રાજુલા (અમરેલી) ખાતે શાખાઓ ચાલુ કરી હતી. આ શાખાઓ મારફતે રોકાણકારો પાસેહી કરોડો રૂપિયા ઉઘરાવી લીધેલ હોવાની માહિતી મળી આવી છે.