Business:રૂપિયો 7 પૈસા ઘટીને 85.59 પર બંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ડોલર ઇન્ડેક્સ નબળો પડયો હોવા છતાં ક્રુડના ભાવમાં વધારાની ચાલ જોવા મળતાં આજે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 7 પૈસા ઘટીને 85.59ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે ઇન્ટર બેંક ફોરેન એક્સચેન્જમાં રૂપિયો સોમવારના 85.52ના બંધ ભાવથી 3 પૈસા ઘટીને 85.55ની સપાટીએ ખુલ્યો હતો અને ઇન્ટ્રા ડેમાં 85.44ની હાઇ અને 85.60ની લો સપાટી બનાવ્યા પછી અંતે સાત પૈસા ઘટીને 85.59 પર બંધ રહ્યો હતો. સોમવારે રૂપિયો વધીને બંધ રહ્યો હોવાથી ચાર દિવસથી રૂપિયામાં ચાલતી મંદી પર બ્રેક વાગી હતી, જોકે આજે રૂપિયામાં ફરી પાછી ઘટાડાતરફી ચાલ જોવા મળી હતી.
દરમિયાન છ અગ્રણી વૈશ્વિક કરન્સિ સામે ડોલરની સ્થિતિ દર્શાવતો ડોલર ઇન્ડેક્સ આજે 0.21 ટકા વધીને 98.91ની સપાટીએ ટ્રેડ થતો જોવા મળ્યો હતો. જોકે આ સ્તર પણ ડોલર ઇન્ડેક્સનું નવેમ્બર, 2024 પછીનું સૌથી નીચુ સ્તર છે. ક્રુડ ઓઇલમાં ગઇ કાલે જોવા મળેલા 3 ટકાના વધારા પછી આજે પણ મજબૂતાઇ જોવા મળી હતી. બ્રેન્ટ ક્રુડ 0.17 ટકા વધીને પ્રતિ બેરલ 64.74 ડોલરની સપાટીએ પહોંચ્યું હતું, જ્યારે ડબલ્યુટીઆઇ ક્રુડ 0.27 ટકા વધીને પ્રતિ બેરલ 62.69 ડોલર પર પહોંચ્યું હતું.
What's Your Reaction?






