Botadમાં વધુ એક નકલી દારૂ બનાવતી મીની ફેક્ટરી ઝડપાઈ, LCBએ 15 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બોટાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. પોલીસે શીરવાણીયા ગામેથી દરોડો પાડીને નકલી દારૂ બનાવતી એક મીની ફેક્ટરી ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં કુલ 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને ગોડાઉનના માલિક સહિત ત્રણ આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. LCB PI સોલંકી અને તેમની ટીમને બાતમી મળી હતી કે શીરવાણીયા ગામે એક બંધ ગોડાઉનમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે.
શીરવાણીયા ગામેથી નકલી દારુની ફેક્ટરી ઝડપાઇ
દરોડા દરમિયાન પોલીસને ત્યાંથી ડુપ્લિકેટ દારૂ બનાવવાની મીની ફેક્ટરી મળી આવી હતી. પોલીસે ગોડાઉનની અંદર તપાસ કરતા 852 બોટલ એટલેકે 70 પેટી ભરેલો દારૂ, 180 ખાલી બોટલો અને અન્ય સામગ્રીઓ મળી આવી હતી. આરોપીઓ દ્વારા નકલી દારૂ બનાવવા માટે કંપનીના ડુપ્લિકેટ સ્ટીકર, લેબલ, બોટલના બૂચ અને સફેદ ટાંકો પણ રાખવામાં આવ્યો હતો. આ તમામ વસ્તુઓ દર્શાવે છે કે તેઓ વ્યવસ્થિત રીતે નકલી દારૂનું ઉત્પાદન અને વેચાણ કરી રહ્યા હતા.
ગોડાઉનના માલિક સહિત 3 આરોપીઓ સામે ફરિયાદ
પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ગોડાઉનના માલિક રાજેશભાઈ વિરજા તેમજ સુખદેવભાઈ અને ઓધાભાઈ નામના ત્રણ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર નકલી દારૂના રેકેટ અને તેના દ્વારા થતા ગંભીર ગુનાઓને ઉજાગર કર્યા છે. નકલી દારૂનું સેવન લોકોના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે. જ્યારે પોલીસની આ સફળતાથી આવા ગુનાહિત તત્વોને એક કડક સંદેશ મળ્યો છે.
What's Your Reaction?






