વીજળીના માળખામાં સુધારો કરવા અને ઊર્જા સલામતીને પ્રોત્સાહન આપવા માટે બોટાદ વર્તુળ કચેરી દ્વારા નોંધપાત્ર યોગદાન આપવામાં આવ્યું છે. વધતી જતી વસ્તી, કૃષિ અને ઉદ્યોગની માંગને પહોંચી વળવા બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ પી.જી.વી.સી.એલની ટીમ સતત કાર્યરત છે.
અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાખવામાં આવ્યા
બોટાદની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ કૃષિ છે અને PGVCL સ્થાનિક ખેડૂતોની સફળતા સુનિશ્ચિત કરવામાં વિશ્વસનીય ભૂમિકા અદા કરી રહ્યું છે. બોટાદ વર્તુળ કચેરી પી.જી.વી.સી.એલ હેઠળ ખેતીવાડીના વીજ જોડાણોને ૩૦ દિવસમાં અંદાજપત્ર પાઠવામાં આવે છે. બોટાદ વર્તુળ કચેરી પી.જી.વી.સી.એલ હેઠળ પીલગ્રીમ યોજના હેઠળ પાળીયાદમાં ૬૫૦ મીટર અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાખવામાં આવ્યા છે. બોટાદ વર્તુળ કચેરી પી.જી.વી.સી.એલ હેઠળ પીલગ્રીમ યોજના હેઠળ ગઢડામાં ૧૨૦૦ મીટર અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાખવામાં આવ્યા છે.
પીલગ્રીમ યોજના
બોટાદ વર્તુળ કચેરી પી.જી.વી.સી.એલ હેઠળ પીલગ્રીમ યોજના હેઠળ સાળંગપુરમાં ૬૫૦૦ મીટર અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાખવામાં આવ્યા કેબલ નાખવામાં આવ્યા છે. બોટાદ વર્તુળ કચેરી પી.જી.વી.સી.એલ હેઠળ વીજ સલામતી સપ્તાહનું આયોજન ડીસેમ્બર માસમાં કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત વિવિધ સ્કૂલોમાં નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા સહિત વિવિધ આયોજન કરવામાં આવ્યા જેથી આગામી પેઢી વીજ સલામતી અંગે જાગૃત થઈ શકે. તા.૨૧.૧૨.૨૦૨૪ના રોજ ગઢડા તેમજ બોટાદ ખાતે સલામતી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે વિદ્યાર્થીઓ, પરિવારો અને કામદારોને સલામત વિદ્યુત પદ્ધતિઓના મહત્વ વિશે શિક્ષિત કરે છે.
૩૭૬૪ લાભાર્થીઓને લાભાન્વિત કરાયા
વીજ સલામતી સપ્તાહ દરમિયાન વિવિધ જાહેર જગ્યાઓ પર બેનર્સ, હોર્ડીંગ્ઝ લગાડવામાં આવ્યાં હતાં, તેમજ પેમ્પલેટ વહેંચવામાં આવ્યા હતા, સાથોસાથ ગ્રામસભાઓ કરીને લોક જાગૃતિ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા. બોટાદ જિલ્લામાં ખુશી યોજના અંતર્ગત રૂ.૯૭.૧૬ લાખના ખર્ચે ૦૩ ફીડરોનું એચવીડીએસ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વિજળી યોજના અંતર્ગત બોટાદ જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન કુલ ૩૭૬૪ લાભાર્થીઓને લાભાન્વિત કરાયા છે.
સમૃદ્ધ ભવિષ્ય તરફનો માર્ગ પણ પ્રકાશિત
બોટાદ જિલ્લામાં સરદાર કૃષિ જ્યોત યોજના અંતર્ગત રૂ.૫૦ લાખના ખર્ચે ૦૭ ફીડરોના મેઈન્ટેનન્સની કામગીરી કરવામાં આવી છે. તેમજ ખેતીવાડીના ૦૨ ફીડરોનુ રૂ.૩૮.૬૭ લાખના ખર્ચે વિભાજન કરાયું છે. આરડીએસએસ યોજના હેઠળ ૧૪.૭૨ કિ.મી. જૂના કન્ડકટર બદલાવી નવો એમવીસીસી કન્ડકટર લગાવાયા છે.આમ, PGVCL માત્ર મકાનો જ પ્રકાશ નથી કરી રહ્યું પરંતુ બોટાદના ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્ય તરફનો માર્ગ પણ પ્રકાશિત કરી રહ્યું છે.