Botad News: જવાહર નવોદય વિદ્યાલય નજીકની ડમ્પિંગ સાઇટનો વિવાદ ઉકેલાયો, કલેક્ટરે આપી લેખિત બાંહેધરી

Nov 27, 2026 - 20:30
Botad News: જવાહર નવોદય વિદ્યાલય નજીકની ડમ્પિંગ સાઇટનો વિવાદ ઉકેલાયો, કલેક્ટરે આપી લેખિત બાંહેધરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બોટાદમાં જવાહર નવોદય વિદ્યાલય નજીક આવેલી ડમ્પિંગ સાઇટને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો વિવાદ આખરે સુખદ અંત તરફ આવ્યો છે. કલેક્ટર હર્ષદ વોરા દ્વારા ડમ્પિંગ સાઇટ હટાવવા અંગે લેખિત બાંહેધરી આપવામાં આવતા વાલીઓ અને તંત્ર વચ્ચેનો વિવાદ સમેટાઈ ગયો છે, જેનાથી વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને રાહતનો શ્વાસ લીધો છે.

9 દિવસથી બંધ હતું શિક્ષણકાર્ય, વાલીઓ અને વિદ્યાર્થીઓની રેલી

ડમ્પિંગ સાઇટના કારણે બાળકોના સ્વાસ્થ્ય પર થતી વિપરીત અસરને ધ્યાને રાખીને વાલીઓ દ્વારા છેલ્લા 9 દિવસથી શાળાનું શિક્ષણકાર્ય બંધ રાખવામાં આવ્યું હતું. આજે વાલીઓ અને વિદ્યાર્થીઓએ એકત્ર થઈને જોરદાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ રેલી યોજી હતી અને કલેક્ટર સમક્ષ લેખિત ખાતરી આપવાની માંગણી પર મક્કમ રહ્યા હતા. વાલીઓની આ રજૂઆતને પગલે અગાઉ વિવિધ અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ પણ કરવામાં આવી હતી.


તંત્રની સ્પષ્ટતા અને વૈકલ્પિક વ્યવસ્થા માટે કાર્યવાહી

કલેક્ટરના જણાવ્યા અનુસાર, આ ડમ્પિંગ સાઇટને 31 ડિસેમ્બર 2016 ના રોજ મંજૂરી મળી હતી અને ત્યારબાદ અહીં સ્કૂલનું નિર્માણ થયું હતું. હાલ સ્થિતિને પહોંચી વળવા નગરપાલિકા દ્વારા એજન્સીને કાર્યરત કરીને ટ્રોમેલ સહિતની આધુનિક મશીનરી દ્વારા કચરાનું સેગ્રિગેશન (અલગીકરણ) શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, ભવિષ્ય માટે વૈકલ્પિક ડમ્પિંગ સાઇટની જગ્યા નક્કી કરી નિયમ મુજબ મંજૂરી મેળવવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે.


સોમવારથી બાળકોને શાળામાં મોકલવાનો વાલીઓનો નિર્ણય

કલેક્ટરની લેખિત બાંહેધરી મળ્યા બાદ વાલીઓએ તંત્રનો આભાર માન્યો હતો. લાંબા સમયથી ચાલી રહેલા આ પ્રશ્નનો સંતોષકારક ઉિકાલ આવતા વાલીઓએ આગામી સોમવારથી જવાહર નવોદય વિદ્યાલયમાં નિયમિતપણે બાળકોને અભ્યાસ અર્થે મોકલવાનો ખુશી-ખુશી નિર્ણય કર્યો છે.


આ પણ વાંચો: Botad News: જવાહર નવોદય વિદ્યાલય પાસે ડમ્પિંગ સાઈટના ધુમાડા મુદ્દે વાલીઓનો હોબાળો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0