Botad: 200થી વધુ આશા વર્કરોએ કલેક્ટરને આપ્યુ આવેદનપત્ર, વેતન વધારાની કરી માગ

આશા વર્કરોના વેતનમાં 50 ટકા જેટલો કરવાની માગફિક્સ વેતન અને ફિક્સ સમય કરી આપવામાં આવે તેવી આશા વર્કરો દ્વારા માગ માગણી પૂર્ણ નહીં થાય તો આશા વર્કરોની હડતાલ પર ઉતરી જવાની ચીમકી બોટાદ જિલ્લામાંથી આશરે 200થી વધુ આશા વર્કરો દ્વારા આજે બોટાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે ન્યાયની માંગણી સાથે સૂત્રચાર કરી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. આશા વર્કરો દ્વારા માંગણી કરવામાં આવી છે કે 50 ટકા જેટલું વેતનમાં વધારો કરવામાં આવે તેમ જ આશા વર્કર તરીકે ગ્રામ્ય વિસ્તારમાં છેવાડાના ઘર સુધી કામ કરતા હોય છે પણ તેમ છતાં મળવાપાત્ર વેતન મળતું નથી. જૂની અનેક માંગણીઓ પણ હજુ પેન્ડીંગ આ સિવાય પણ અલગ અલગ આશા વર્કરની જવાબદારી સિવાયના પણ કામો કરાવવામાં આવે છે, જેમ કે ચૂંટણી સમય દરમ્યાન ચૂંટણીને લગતી કામગીરી શાળા પ્રવેશોત્સવની કામગીરી આ પ્રકારેની અલગ અલગ કામગીરી કરાવવા છતાં તેનું અલગ વેતન ચૂકવવામાં આવતું નથી. જૂની અનેક માંગણીઓ પણ હજી પૂર્ણ થઈ નથી, ત્યારે આશા વર્કરોની અગાઉ કરેલી માગ મુજબ ફિક્સ વેતન અને ફિક્સ સમય કરી આપવામાં આવે તેવી આશા વર્કરો દ્વારા માગ કરવામાં આવી છે.આશા વર્કરોની હડતાલ પર ઉતરી જવાની ચીમકી તેમજ તેમની આવતી જવાબદારી સિવાય જે અન્ય કામો કરાવવામાં આવે છે, તેનું પણ વેતન ચૂકવવામાં આવે તેવી આશા વર્કરો દ્વારા માગ કરવામાં આવી છે. જો આગામી જુલાઈ મહિનાના અંત સુધીમાં બાકી રહેતું વેતન તેમજ માગણી પૂર્ણ નહીં થાય તો આગામી દિવસોમાં સમગ્ર બોટાદ જિલ્લાના આશા વર્કરો હડતાલ પર ઉતરી જશે તે મુજબ આશા વર્કરો દ્વારા ચીમકી આપવામાં આવી છે.

Botad: 200થી વધુ આશા વર્કરોએ કલેક્ટરને આપ્યુ આવેદનપત્ર, વેતન વધારાની કરી માગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આશા વર્કરોના વેતનમાં 50 ટકા જેટલો કરવાની માગ
  • ફિક્સ વેતન અને ફિક્સ સમય કરી આપવામાં આવે તેવી આશા વર્કરો દ્વારા માગ
  • માગણી પૂર્ણ નહીં થાય તો આશા વર્કરોની હડતાલ પર ઉતરી જવાની ચીમકી

બોટાદ જિલ્લામાંથી આશરે 200થી વધુ આશા વર્કરો દ્વારા આજે બોટાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે ન્યાયની માંગણી સાથે સૂત્રચાર કરી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. આશા વર્કરો દ્વારા માંગણી કરવામાં આવી છે કે 50 ટકા જેટલું વેતનમાં વધારો કરવામાં આવે તેમ જ આશા વર્કર તરીકે ગ્રામ્ય વિસ્તારમાં છેવાડાના ઘર સુધી કામ કરતા હોય છે પણ તેમ છતાં મળવાપાત્ર વેતન મળતું નથી.

જૂની અનેક માંગણીઓ પણ હજુ પેન્ડીંગ

આ સિવાય પણ અલગ અલગ આશા વર્કરની જવાબદારી સિવાયના પણ કામો કરાવવામાં આવે છે, જેમ કે ચૂંટણી સમય દરમ્યાન ચૂંટણીને લગતી કામગીરી શાળા પ્રવેશોત્સવની કામગીરી આ પ્રકારેની અલગ અલગ કામગીરી કરાવવા છતાં તેનું અલગ વેતન ચૂકવવામાં આવતું નથી. જૂની અનેક માંગણીઓ પણ હજી પૂર્ણ થઈ નથી, ત્યારે આશા વર્કરોની અગાઉ કરેલી માગ મુજબ ફિક્સ વેતન અને ફિક્સ સમય કરી આપવામાં આવે તેવી આશા વર્કરો દ્વારા માગ કરવામાં આવી છે.

આશા વર્કરોની હડતાલ પર ઉતરી જવાની ચીમકી

તેમજ તેમની આવતી જવાબદારી સિવાય જે અન્ય કામો કરાવવામાં આવે છે, તેનું પણ વેતન ચૂકવવામાં આવે તેવી આશા વર્કરો દ્વારા માગ કરવામાં આવી છે. જો આગામી જુલાઈ મહિનાના અંત સુધીમાં બાકી રહેતું વેતન તેમજ માગણી પૂર્ણ નહીં થાય તો આગામી દિવસોમાં સમગ્ર બોટાદ જિલ્લાના આશા વર્કરો હડતાલ પર ઉતરી જશે તે મુજબ આશા વર્કરો દ્વારા ચીમકી આપવામાં આવી છે.