Botadના સંગીતાબેન, જેમણે 3000થી વધુ મહિલાઓને રોજગારી માટે સશકત કરી

બોટાદ જિલ્લાની નારીશક્તિને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે.નારીશક્તિની સંકલ્પ શક્તિ, ઇચ્છા શક્તિ, તેમની કલ્પના શક્તિ, તેમની નિર્ણય લેવાની શક્તિ, ઝડપથી નિર્ણય લેવાનું તેમનું સામર્થ્ય, નિર્ધારિત લક્ષ્ય પ્રાપ્ત કરવાની તેમની તપસ્યા, તેમની પરિશ્રમની પરાકાષ્ઠા તેમની આગવી ઓળખ છે, આ એક પ્રતિબિંબ છે. જ્યારે મહિલાઓના નેતૃત્વ હેઠળ વિકાસ કહીએ છીએ ત્યારે તેનો આધાર આ શક્તિઓ જ છે. માં ભારતીનું ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરવામાં, નારી શક્તિનું આ સામર્થ્ય ભારતની અમૂલ્ય તાકાત છે. આ શક્તિ સમૂહ જ આ શતાબ્દીમાં ભારતની વ્યાપકતા અને ગતિને વધારવામાં મોટી ભૂમિકા ભજવી રહ્યો છે. ત્યારે આજે આપણે આવા જ એક પ્રેરક મહિલાની વાત કરવા જઈ રહ્યા છીએ. 20 વર્ષની ઉંમરે શિક્ષિકા તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી સંગીતાબેન દવે, એક એવા સશક્ત સન્નારી, કે જેઓ એક નવા સમાજના નિર્માણ માટે અનેરું યોગદાન આપી રહ્યાં છે. સંગીતાબેને કૃષિ ક્ષેત્ર, મહિલા સશક્તિકરણ સહિતના ક્ષેત્રોમાં જનજાગૃતિનો પ્રકાશ પાથર્યો છે. સંગીતાબેને ૩૦૦૦થી વધુ બહેનોને રોજગારી માટે તૈયાર કરી છે.સંગીતાબેનના જીવન સફરની વાત કરીએ તો, તેમણે 20 વર્ષની ઉંમરે શિક્ષિકા તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ બાદમાં સમાજ માટેની લાગણી અને કાર્યનિષ્ઠાના કારણે તેઓ સામાજિક સેવામાં જોડાયા. નાબાર્ડ(સૌરાષ્ટ્ર કૃષિ વિકાસ બેંક) સાથે જોડાઈને સંગીતાબેન સખી મંડળો અને ખેડૂતો સુધી પહોંચ્યા. ગુજરાત પોલીસ સાથે સંલગ્ન રહી તેમણે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મહિલા સશક્તિકરણના અનેક કાર્યો કર્યા. મહિલાઓ અને યુવતીઓ માટે સ્વ: રક્ષણની તાલીમ હોય કે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો નિશ્ચય..સરકારશ્રીની મહિલા સશક્તિકરણને લગતી તમામ યોજનાઓનો લાભ અંતરિયાળ વિસ્તારમાં રહેતા તમામ મહિલાઓને મળે તે માટે સંગીતાબેન અવિરતપણે કાર્યરત છે.લીડરશીપ એવોર્ડ પણ મેળવ્યા સંગીતાબેનની એવોર્ડ ઉપલબ્ધિની વાત કરીએ તો, લીડરશીપ એવોર્ડ (We can ઓર્ગેનાઈઝેશન ) -2011 ગુજરાત પોલીસ એવોર્ડ (મહિલા ઉત્થાન ) -2017 ગુજરાત પોલીસ એવોર્ડ (સીનીયર સીટીઝન) -2017 ગુજરાત NGO લીડરશીપ એવોર્ડ – 2017 હાર્ટ ફૂલનેસ ઓર્ગેનાઈઝેશન એવોર્ડ-2020 હાર્ટ ફૂલનેસપ્યોરીટી વેવ્સ એવોર્ડ-2020 વ્યકિત વિશેષ એવોર્ડ (આત્મા–બોટાદ ) -2021 સહિતના પુરસ્કારો અને પ્રશસ્તિ પત્રો વડે બિરાદાવવામાં આવ્યા છે. લાભાન્વિત થાય તે માટે પ્રયાસો કરે છે સંગીતાબેનએ મહિલાઓના સુવર્ણ ભાવિ માટે સીવણ ક્લાસની સાથે સાથે કોમ્પ્યુટર ક્લાસ પણ શરૂ કર્યા છે જેથી મહિલાઓ દુનિયા સાથે કદમથી કદમ મેળવીને આગળ વધી શકે. કેન્સર જેવી બીમારીનો સામનો કરીને પણ સમાજ કલ્યાણના કાર્યોને પરમેશ્વર માનીને આગળ વધનારા સંગીતાબેન જણાવે છે કે, “હું અને મારી ટીમ બોટાદ, અમરેલી, રાજકોટ અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં કાર્યરત છીએ, ખાસ કરીને ખેતીમાં પ્રગતિ, મહિલાઓના ઉત્થાન અને બાળકોના કલ્યાણ માટે અમે કામગીરી કરી રહ્યાં છીએ. અમારી ટીમ ગુજરાત સરકારશ્રીના બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ, ઘર દિવડા સહિતની અઢળક યોજનાઓ અંતર્ગત મહત્તમ લોકો લાભાન્વિત થાય તે માટે પ્રયાસો કરે છે. આખું સેટઅપ તૈયાર કરીને મહિલાઓને રોજગારી મળી 300 જેટલી બહેનો કાર્ય કરી શકે તે માટેનું આખું સેટઅપ તૈયાર કરીને મહિલાઓને રોજગારી મળી રહે તે ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ પગલું અમે ભર્યું છે. બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓના વિચાર કૌશલ્ય ખીલે તે માટે જિલ્લાની સાતથી આઠ હજાર બહેનોને પર્સનાલિટી ડેવલોપમેન્ટ કાર્યક્રમ અમે યોજવા જઈ રહ્યા છે. બહેનો વિવિધ તાલીમનો ઉપયોગ કરીને રોજગારી મેળવી શકે તે માટેનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સ્પિનિંગ, જિનિંગ, ટેકનોલોજી, ખેતી, એગ્રો સહિતના તમામ ક્ષેત્રો આવરીને આગામી સમયમાં મહિલાઓ માટે ખાસ તાલીમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દોઢ વરસ સુધી ચાલશે જે બોટાદ જિલ્લાની ખાસ કરીને ખેડૂત મહિલાઓ માટે પરિવર્તનકારી સાબિત થશે તેવી મને પૂરી આશા છે.” મહિલાઓ આર્થિક સ્વનિર્ભર બને તે ખૂબ જરૂરી સંગીતાબેને વધુમાં ઉમેર્યું કે, મહિલાઓ આર્થિક સ્વનિર્ભર બને તે ખૂબ જરૂરી છે. બહેનોએ નાના-મોટા કૌશલ્યો શીખીને આત્મનિર્ભર બનવું જોઈએ. સાથોસાથ વર્તમાન સમયમાં મહિલાઓએ પોતાના હકો અને અધિકારોથી પણ વાકેફ રહેવું જરૂરી છે. રાજ્યની મહિલાઓને અનુરોધ કરતા સંગીતાબેને જણાવ્યું હતું કે, આપ સૌ મહિલાઓ સશક્ત બનીને બહાર આવો, સરકાર અને અમારા જેવી સંસ્થાઓ આપ ઉન્નત જીવન પસાર કરી શકો તે માટે મદદ કરવા હંમેશા તૈયાર છીએ. સંગીતાબેને કેન્સરને હરાવ્યું પોતાની હિંમત,મજબુત મનોબળ અને આત્મવિશ્વાસ સાથે સંગીતાબેને કેન્સરને હરાવ્યું છે. તેઓ 7 વર્ષથી કેન્સરમુક્ત થયા છે, અને અન્ય લોકોને પણ આ ભય દુર કરવામાં ઘણી મદદ કરી રહ્યા છે.સામાજિક ક્ષેત્રે અનેક પ્રોજેક્ટના સફળ અમલીકરણ થકી સંગીતાબેન આજે અનેક મહિલાઓ માટે પ્રેરણા બન્યા છે. તો વાંચક મિત્રો આ લેખ થકી આપને ચોક્કસથી નવી દિશાના દર્શન થયા હશે...આવતી કાલ ફરી આવા જ એક નારીરત્નની મુલાકાત કરીશું.

Botadના સંગીતાબેન, જેમણે 3000થી વધુ મહિલાઓને રોજગારી માટે સશકત કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બોટાદ જિલ્લાની નારીશક્તિને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે.નારીશક્તિની સંકલ્પ શક્તિ, ઇચ્છા શક્તિ, તેમની કલ્પના શક્તિ, તેમની નિર્ણય લેવાની શક્તિ, ઝડપથી નિર્ણય લેવાનું તેમનું સામર્થ્ય, નિર્ધારિત લક્ષ્ય પ્રાપ્ત કરવાની તેમની તપસ્યા, તેમની પરિશ્રમની પરાકાષ્ઠા તેમની આગવી ઓળખ છે, આ એક પ્રતિબિંબ છે. જ્યારે મહિલાઓના નેતૃત્વ હેઠળ વિકાસ કહીએ છીએ ત્યારે તેનો આધાર આ શક્તિઓ જ છે. માં ભારતીનું ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરવામાં, નારી શક્તિનું આ સામર્થ્ય ભારતની અમૂલ્ય તાકાત છે. આ શક્તિ સમૂહ જ આ શતાબ્દીમાં ભારતની વ્યાપકતા અને ગતિને વધારવામાં મોટી ભૂમિકા ભજવી રહ્યો છે. ત્યારે આજે આપણે આવા જ એક પ્રેરક મહિલાની વાત કરવા જઈ રહ્યા છીએ.

20 વર્ષની ઉંમરે શિક્ષિકા તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી

સંગીતાબેન દવે, એક એવા સશક્ત સન્નારી, કે જેઓ એક નવા સમાજના નિર્માણ માટે અનેરું યોગદાન આપી રહ્યાં છે. સંગીતાબેને કૃષિ ક્ષેત્ર, મહિલા સશક્તિકરણ સહિતના ક્ષેત્રોમાં જનજાગૃતિનો પ્રકાશ પાથર્યો છે. સંગીતાબેને ૩૦૦૦થી વધુ બહેનોને રોજગારી માટે તૈયાર કરી છે.સંગીતાબેનના જીવન સફરની વાત કરીએ તો, તેમણે 20 વર્ષની ઉંમરે શિક્ષિકા તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ બાદમાં સમાજ માટેની લાગણી અને કાર્યનિષ્ઠાના કારણે તેઓ સામાજિક સેવામાં જોડાયા. નાબાર્ડ(સૌરાષ્ટ્ર કૃષિ વિકાસ બેંક) સાથે જોડાઈને સંગીતાબેન સખી મંડળો અને ખેડૂતો સુધી પહોંચ્યા. ગુજરાત પોલીસ સાથે સંલગ્ન રહી તેમણે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મહિલા સશક્તિકરણના અનેક કાર્યો કર્યા. મહિલાઓ અને યુવતીઓ માટે સ્વ: રક્ષણની તાલીમ હોય કે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો નિશ્ચય..સરકારશ્રીની મહિલા સશક્તિકરણને લગતી તમામ યોજનાઓનો લાભ અંતરિયાળ વિસ્તારમાં રહેતા તમામ મહિલાઓને મળે તે માટે સંગીતાબેન અવિરતપણે કાર્યરત છે.


લીડરશીપ એવોર્ડ પણ મેળવ્યા

સંગીતાબેનની એવોર્ડ ઉપલબ્ધિની વાત કરીએ તો, લીડરશીપ એવોર્ડ (We can ઓર્ગેનાઈઝેશન ) -2011 ગુજરાત પોલીસ એવોર્ડ (મહિલા ઉત્થાન ) -2017 ગુજરાત પોલીસ એવોર્ડ (સીનીયર સીટીઝન) -2017 ગુજરાત NGO લીડરશીપ એવોર્ડ – 2017 હાર્ટ ફૂલનેસ ઓર્ગેનાઈઝેશન એવોર્ડ-2020 હાર્ટ ફૂલનેસપ્યોરીટી વેવ્સ એવોર્ડ-2020 વ્યકિત વિશેષ એવોર્ડ (આત્મા–બોટાદ ) -2021 સહિતના પુરસ્કારો અને પ્રશસ્તિ પત્રો વડે બિરાદાવવામાં આવ્યા છે.

લાભાન્વિત થાય તે માટે પ્રયાસો કરે છે

સંગીતાબેનએ મહિલાઓના સુવર્ણ ભાવિ માટે સીવણ ક્લાસની સાથે સાથે કોમ્પ્યુટર ક્લાસ પણ શરૂ કર્યા છે જેથી મહિલાઓ દુનિયા સાથે કદમથી કદમ મેળવીને આગળ વધી શકે. કેન્સર જેવી બીમારીનો સામનો કરીને પણ સમાજ કલ્યાણના કાર્યોને પરમેશ્વર માનીને આગળ વધનારા સંગીતાબેન જણાવે છે કે, “હું અને મારી ટીમ બોટાદ, અમરેલી, રાજકોટ અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં કાર્યરત છીએ, ખાસ કરીને ખેતીમાં પ્રગતિ, મહિલાઓના ઉત્થાન અને બાળકોના કલ્યાણ માટે અમે કામગીરી કરી રહ્યાં છીએ. અમારી ટીમ ગુજરાત સરકારશ્રીના બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ, ઘર દિવડા સહિતની અઢળક યોજનાઓ અંતર્ગત મહત્તમ લોકો લાભાન્વિત થાય તે માટે પ્રયાસો કરે છે.


આખું સેટઅપ તૈયાર કરીને મહિલાઓને રોજગારી મળી

300 જેટલી બહેનો કાર્ય કરી શકે તે માટેનું આખું સેટઅપ તૈયાર કરીને મહિલાઓને રોજગારી મળી રહે તે ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ પગલું અમે ભર્યું છે. બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓના વિચાર કૌશલ્ય ખીલે તે માટે જિલ્લાની સાતથી આઠ હજાર બહેનોને પર્સનાલિટી ડેવલોપમેન્ટ કાર્યક્રમ અમે યોજવા જઈ રહ્યા છે. બહેનો વિવિધ તાલીમનો ઉપયોગ કરીને રોજગારી મેળવી શકે તે માટેનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સ્પિનિંગ, જિનિંગ, ટેકનોલોજી, ખેતી, એગ્રો સહિતના તમામ ક્ષેત્રો આવરીને આગામી સમયમાં મહિલાઓ માટે ખાસ તાલીમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દોઢ વરસ સુધી ચાલશે જે બોટાદ જિલ્લાની ખાસ કરીને ખેડૂત મહિલાઓ માટે પરિવર્તનકારી સાબિત થશે તેવી મને પૂરી આશા છે.”

મહિલાઓ આર્થિક સ્વનિર્ભર બને તે ખૂબ જરૂરી

સંગીતાબેને વધુમાં ઉમેર્યું કે, મહિલાઓ આર્થિક સ્વનિર્ભર બને તે ખૂબ જરૂરી છે. બહેનોએ નાના-મોટા કૌશલ્યો શીખીને આત્મનિર્ભર બનવું જોઈએ. સાથોસાથ વર્તમાન સમયમાં મહિલાઓએ પોતાના હકો અને અધિકારોથી પણ વાકેફ રહેવું જરૂરી છે. રાજ્યની મહિલાઓને અનુરોધ કરતા સંગીતાબેને જણાવ્યું હતું કે, આપ સૌ મહિલાઓ સશક્ત બનીને બહાર આવો, સરકાર અને અમારા જેવી સંસ્થાઓ આપ ઉન્નત જીવન પસાર કરી શકો તે માટે મદદ કરવા હંમેશા તૈયાર છીએ.

સંગીતાબેને કેન્સરને હરાવ્યું

પોતાની હિંમત,મજબુત મનોબળ અને આત્મવિશ્વાસ સાથે સંગીતાબેને કેન્સરને હરાવ્યું છે. તેઓ 7 વર્ષથી કેન્સરમુક્ત થયા છે, અને અન્ય લોકોને પણ આ ભય દુર કરવામાં ઘણી મદદ કરી રહ્યા છે.સામાજિક ક્ષેત્રે અનેક પ્રોજેક્ટના સફળ અમલીકરણ થકી સંગીતાબેન આજે અનેક મહિલાઓ માટે પ્રેરણા બન્યા છે. તો વાંચક મિત્રો આ લેખ થકી આપને ચોક્કસથી નવી દિશાના દર્શન થયા હશે...આવતી કાલ ફરી આવા જ એક નારીરત્નની મુલાકાત કરીશું.