Surat: લીંબાયત વિસ્તારમાં ત્રીજી વખત જુગારધામ પર SMCના દરોડા, 8 લોકોની ધરપકડ

Jan 25, 2025 - 14:00
Surat: લીંબાયત વિસ્તારમાં ત્રીજી વખત જુગારધામ પર SMCના દરોડા, 8 લોકોની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના લીંબાયતમા વિસ્તારમાં ત્રીજી વખત સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. જુગાર રમતા 8 જૂગારીઓને ઝડપી પાડ્યા છે. સંજયનગરમાં ચાલતા જુગારધામ પરથી કુલ 1.13 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

મળતી માહિતી મુજબ, લીંબાયત વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલની કાર્યવાહી યથાવત છે. તેવામાં બાતમીના આધારે SMCએ સંજયનગરમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા. SMC દ્વારા રેડ કરીને 48 હજાર રોકડા સહીત 1.13 લાખનો મુદ્દમાલ જપ્ત કર્યો છે. જુગારધામ પરથી 8 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. અગાઉ પણ જુગારધામ પર SMC રેડ કરી મોટા પ્રમાણમાં મુદામાલ જપ્ત કર્યો હતો. સતત લીંબાયતમાં SMCની રેડ છતાં જુગારધામ બેફામ ધમધમી રહ્યા છે.

આગાઉ પણ જુગાર રમતા 60 જુગારીની ધરપકડ કરાઇ હતી

અગાઉ પણ સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં જુગારના કારણે કુખ્યાત થયેલી રંગીલા ટાઉનશીપમાંથી વધુ એકવાર મસમોટુ જુગારધામ ઝડપાતા ચકચાર મચી છે. ગાંધીનગર સ્ટેટ મોનટરિંગ સેલની ટીમે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી રંગીલા ટાઉનશીપમાં ચાલતા જુગારમધામનો પર્દાફાશ કરતા સ્થાનિક પોલીસમાં પણ દોડધામ મચી ગઈ હતી. ટાઉનશીપની ટેરેસ પર તાડપત્રી બાંધી ચાલતા જુગારધામના સ્થળ પરથી ઈન્જેકશન, કોન્ડમ અને બિયરના ખાલી ટીન મળી આવ્યા હતા. પોલીસે 40 જુગારીઓને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા. જો કે, એક જુગારી પોલીસને જોઈ કૂદી પડતા ઈજાગ્રસ્ત થયો હતો જેને સારવાર માટે ખસેડવાની ફરજ પડી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0