Botadના બરવાળા અને રાણપુરમાં ફટાકડાનું વેચાણ કરતા વેપારીઓ આ બાબતોનું રાખો ધ્યાન
દિવાળીના તહેવાર દરમિયાન બરવાળા તથા રાણપુર તાલુકામાં ફાયરવર્કસ (ફટાકડા)નું સંબંધિત વ્યકિતઓ દ્વારા વેચાણ કરવામાં આવે છે. એક્સપ્લોઝીવ એકટ-૧૮૮૪ તેમજ આ અધિનિયમની કલમ-૫ અને ૭ હેઠળ મળેલી સત્તાની રૂઈએ કેન્દ્ર સરકાર દ્વારા ઘડવામાં આવેલા એક્સપ્લોઝીવ રૂલ્સ-૨૦૦૮ની જોગવાઈઓ મુજબ દિવાળીનાં તહેવારો દરમિયાન ફાયરવર્કસ(ફટાકડા)ના હંગામી સંગ્રહ અને વેચાણ કરવા માટે સંબંધિત વ્યકિતએ નિયમોનુસારનું લાઈસન્સ મેળવવાનું રહે છે. જેલ સુધીની કાર્યવાહી થઈ શકે આ જોગવાઈઓનાં ઉલ્લંઘન/ભંગ બદલ એક્સપ્લોઝીવ એકટ-૧૮૮૪ની કલમ-૯(બી)થી સંબંધિત વ્યકિત વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવી છે. આગામી દિવાળીના તહેવારના અનુસંધાને પ્રજાજનોની સુરક્ષા અને સુખાકારીને ધ્યાને રાખી સુચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે.કોઈપણ વ્યકિતએ લાઈસન્સ મેળવ્યા વિના ફાયરવર્કસ (ફટાકડા)નો હંગામી સંગ્રહ તેમજ વેચાણ કરવું નહીં. અન્યથા તેઓની વિરુદ્ધ જેલ તેમજ દંડની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમજ સ્થળ ઉપર મળી આવેલ ફાયરવર્કસ (ફટાકડા)નો તમામ જથ્થો સીઝ/જપ્ત કરવામાં આવશે. લોંખડના પતરા નીચે વેચાણ કરો લાઈસન્સ મેળવેલું હોય તે વ્યકિતએ પણ કાયદાકીય જોગવાઈઓ મુજબ પાકા બાંધકામવાળી દુકાન અથવા લોખંડનાં પતરાનાં બનાવેલ સ્ટોલ ઉપરથી જ ફટાકડાનું વેચાણ કરવાનું રહેશે. હાથલારી કે કાપડનાં મંડપનાં સ્ટોલ ઉપરથી વેચાણ કરી શકશે નહીં. લાઈસન્સ મેળવેલ વ્યકિતઓએ ૨(બે) દુકાનો વચ્ચે ઓછામાં ઓછુ ૩(ત્રણ) મીટરનું અંતર રાખવાનું રહેશે. કોઈ પણ સંજોગોમાં આમને-સામને ફટાકડા વેચાણની દુકાનો રાખવાની રહેશે નહી. ભોંય તળીએ જ કરી શકાશે વેચાણ લાઈસન્સ મેળવેલી વ્યકિતઓએ નિયમોનુસાર પુરતા ફાયર સેફ્ટીનાં સાધનો/સુવિધા અદ્યતન અને સારી વર્કીંગ કન્ડીશનમાં રાખવાની રહેશે. લાઈસન્સ મેળવેલા વ્યકિતઓએ ફટાકડાનું વેચાણ માત્ર ભોંયતળીયે આવેલ દુકાન/જગ્યામાંથી જ કરવાનું રહેશે. પહેલા માળે કે તેનાથી ઉપર આવેલ દુકાન/જગ્યાએથી વેચાણ કરી શકશે નહી. ભીડભાડ વાળી કે ગીચ વિસ્તારમાં આવેલ સ્થળ કે જયાં ફાયર ફાઈટરનું વાહન સરળતાથી પહોંચી શકે નહી તેવા સ્થળ/જગ્યાએથી ફટાકડાનું વેચાણ કે સંગ્રહ કરવાનો રહેશે નહીં. લાઈસન્સ મેળવેલા વ્યક્તિઓએ વેચાણનાં સ્થળે ઈલેક્ટ્રીક લાઈટસનું ફીટીંગ દિવાલ કે છતમાં ફિકસ સ્થિતિમાં રાખવાનું રહેશે. ખુલ્લા કે લટકતા વાયરો રાખવાના રહેશે નહીં. શરતોનો નહી કરાય ભંગ એક્સપ્લોઝીવ રૂલ્સ-૨૦૦૮ના રૂલ-૧૨૮ ની જોગવાઈ મુજબ સંબંધિત હકૂમત ધરાવતા એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ કે પોલીસ સબ ઈન્સ્પેકટરથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારી, અનઅધિકૃત રીતે સંગ્રહ કે વેચાણ કરવામાં આવતા ફાયરવર્કસ(ફટાકડા) નો જથ્થાની તપાસણી તેમજ જપ્તી કરી શકે છે.બરવાળા તેમજ રાણપુર તાલુકાના સમગ્ર વિસ્તારમાં કોઈપણ સ્થળે લાઈસન્સ મેળવ્યા વિના અથવા લાઈસન્સની શરતોનો ભંગ કરીને અનઅધિકૃત રીતે ફટાકડાના સંગ્રહ કે વેચાણ થતું હોય તો મો.નં.૯૪૨૯૨-૩૧૩૨૮ અને ૯૯૯૮૫-૮૭૦૨૬ ઉપર જાગૃત નાગરિકોએ માત્ર વોટ્સએપના માધ્યમથી જે તે સ્થળનો ફોટોગ્રાફ તેમજ જે તે સ્થળના પુરા સરનામાની વિગતો મોકલીને જાણ કરવા અનુરોધ છે. કામગીરીમાં પૂર્ણ સહકાર આપવો આગામી દિવાળીના તહેવાર દરમિયાન અનઅધિકૃત રીતે થતા ફાયરવર્કસ (ફટાકડા)ના સંગ્રહ અને વેચાણને રોકવા અને બરવાળા/રાણપુર તાલુકાનાં નાગરિકોની સુરક્ષા તેમજ સુખાકારી માટેની વહીવટી તંત્રની કામગીરીમાં પૂર્ણ સહકાર આપવા સર્વે નાગરીકોને અપીલ કરવામાં આવે છે તેમ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ બરવાળા દ્વારા જણાવવામાં આવે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દિવાળીના તહેવાર દરમિયાન બરવાળા તથા રાણપુર તાલુકામાં ફાયરવર્કસ (ફટાકડા)નું સંબંધિત વ્યકિતઓ દ્વારા વેચાણ કરવામાં આવે છે. એક્સપ્લોઝીવ એકટ-૧૮૮૪ તેમજ આ અધિનિયમની કલમ-૫ અને ૭ હેઠળ મળેલી સત્તાની રૂઈએ કેન્દ્ર સરકાર દ્વારા ઘડવામાં આવેલા એક્સપ્લોઝીવ રૂલ્સ-૨૦૦૮ની જોગવાઈઓ મુજબ દિવાળીનાં તહેવારો દરમિયાન ફાયરવર્કસ(ફટાકડા)ના હંગામી સંગ્રહ અને વેચાણ કરવા માટે સંબંધિત વ્યકિતએ નિયમોનુસારનું લાઈસન્સ મેળવવાનું રહે છે.
જેલ સુધીની કાર્યવાહી થઈ શકે
આ જોગવાઈઓનાં ઉલ્લંઘન/ભંગ બદલ એક્સપ્લોઝીવ એકટ-૧૮૮૪ની કલમ-૯(બી)થી સંબંધિત વ્યકિત વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવી છે. આગામી દિવાળીના તહેવારના અનુસંધાને પ્રજાજનોની સુરક્ષા અને સુખાકારીને ધ્યાને રાખી સુચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે.કોઈપણ વ્યકિતએ લાઈસન્સ મેળવ્યા વિના ફાયરવર્કસ (ફટાકડા)નો હંગામી સંગ્રહ તેમજ વેચાણ કરવું નહીં. અન્યથા તેઓની વિરુદ્ધ જેલ તેમજ દંડની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમજ સ્થળ ઉપર મળી આવેલ ફાયરવર્કસ (ફટાકડા)નો તમામ જથ્થો સીઝ/જપ્ત કરવામાં આવશે.
લોંખડના પતરા નીચે વેચાણ કરો
લાઈસન્સ મેળવેલું હોય તે વ્યકિતએ પણ કાયદાકીય જોગવાઈઓ મુજબ પાકા બાંધકામવાળી દુકાન અથવા લોખંડનાં પતરાનાં બનાવેલ સ્ટોલ ઉપરથી જ ફટાકડાનું વેચાણ કરવાનું રહેશે. હાથલારી કે કાપડનાં મંડપનાં સ્ટોલ ઉપરથી વેચાણ કરી શકશે નહીં. લાઈસન્સ મેળવેલ વ્યકિતઓએ ૨(બે) દુકાનો વચ્ચે ઓછામાં ઓછુ ૩(ત્રણ) મીટરનું અંતર રાખવાનું રહેશે. કોઈ પણ સંજોગોમાં આમને-સામને ફટાકડા વેચાણની દુકાનો રાખવાની રહેશે નહી.
ભોંય તળીએ જ કરી શકાશે વેચાણ
લાઈસન્સ મેળવેલી વ્યકિતઓએ નિયમોનુસાર પુરતા ફાયર સેફ્ટીનાં સાધનો/સુવિધા અદ્યતન અને સારી વર્કીંગ કન્ડીશનમાં રાખવાની રહેશે. લાઈસન્સ મેળવેલા વ્યકિતઓએ ફટાકડાનું વેચાણ માત્ર ભોંયતળીયે આવેલ દુકાન/જગ્યામાંથી જ કરવાનું રહેશે. પહેલા માળે કે તેનાથી ઉપર આવેલ દુકાન/જગ્યાએથી વેચાણ કરી શકશે નહી. ભીડભાડ વાળી કે ગીચ વિસ્તારમાં આવેલ સ્થળ કે જયાં ફાયર ફાઈટરનું વાહન સરળતાથી પહોંચી શકે નહી તેવા સ્થળ/જગ્યાએથી ફટાકડાનું વેચાણ કે સંગ્રહ કરવાનો રહેશે નહીં. લાઈસન્સ મેળવેલા વ્યક્તિઓએ વેચાણનાં સ્થળે ઈલેક્ટ્રીક લાઈટસનું ફીટીંગ દિવાલ કે છતમાં ફિકસ સ્થિતિમાં રાખવાનું રહેશે. ખુલ્લા કે લટકતા વાયરો રાખવાના રહેશે નહીં.
શરતોનો નહી કરાય ભંગ
એક્સપ્લોઝીવ રૂલ્સ-૨૦૦૮ના રૂલ-૧૨૮ ની જોગવાઈ મુજબ સંબંધિત હકૂમત ધરાવતા એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ કે પોલીસ સબ ઈન્સ્પેકટરથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારી, અનઅધિકૃત રીતે સંગ્રહ કે વેચાણ કરવામાં આવતા ફાયરવર્કસ(ફટાકડા) નો જથ્થાની તપાસણી તેમજ જપ્તી કરી શકે છે.બરવાળા તેમજ રાણપુર તાલુકાના સમગ્ર વિસ્તારમાં કોઈપણ સ્થળે લાઈસન્સ મેળવ્યા વિના અથવા લાઈસન્સની શરતોનો ભંગ કરીને અનઅધિકૃત રીતે ફટાકડાના સંગ્રહ કે વેચાણ થતું હોય તો મો.નં.૯૪૨૯૨-૩૧૩૨૮ અને ૯૯૯૮૫-૮૭૦૨૬ ઉપર જાગૃત નાગરિકોએ માત્ર વોટ્સએપના માધ્યમથી જે તે સ્થળનો ફોટોગ્રાફ તેમજ જે તે સ્થળના પુરા સરનામાની વિગતો મોકલીને જાણ કરવા અનુરોધ છે.
કામગીરીમાં પૂર્ણ સહકાર આપવો
આગામી દિવાળીના તહેવાર દરમિયાન અનઅધિકૃત રીતે થતા ફાયરવર્કસ (ફટાકડા)ના સંગ્રહ અને વેચાણને રોકવા અને બરવાળા/રાણપુર તાલુકાનાં નાગરિકોની સુરક્ષા તેમજ સુખાકારી માટેની વહીવટી તંત્રની કામગીરીમાં પૂર્ણ સહકાર આપવા સર્વે નાગરીકોને અપીલ કરવામાં આવે છે તેમ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ બરવાળા દ્વારા જણાવવામાં આવે છે.