Ahmedabadમાં સિનિયર સિટીઝનો બની રહ્યાં છે ડિજિટલ એરેસ્ટનો ભોગ, વાંચો ફુલ સ્ટોરી
અમદાવાદમાં દિવસેને દિવસે ગુનાખોરી વધતી જઈ રહી છે તેવામાં લોકો હવે ડિજિટલ અરેસ્ટ ના નામે લોકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે જેમાં સૌથી વધુ સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદના એક સિનિયર સિટીઝનને તેમના મોબાઈલ નંબર પરથી પ્રતિબંધિત એવડવર્ટાઇસ અને ગેરકાયદે પ્રવૃતિ થતી હોવાનું જણાવીને તેમની પાસેથી વોટ્સએપ કોલ કરીને રૂપિયા 79,34,639 રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. ઝડપાયા પાંચ આરોપીઓ સાયબર ક્રાઇમે વિવિધ તપાસ કરીને સુરતથી 5 આરોપીને ઝડપી પડ્યા છે.ડિજિટલ એરેસ્ટના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ગેંગની અમદાવાદ સાઇબર ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી.આ ગેંગ વિવિધ સરકારી એજન્સીઓના ઓફિસર તરીકે ફરિયાદી સાથે ફોન પર વાત કરતી હતા ત્યારે આ ગેંગ ફરીયાદીને કોલ કરીને મુંબઇ ભાયખલ્લા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાયેલ છે તેવું કહીને ફરીયાદીના આધારકાર્ડ પરથી ખોલવામાં આવેલા એકાઉન્ટમાં ગેરકાયદેસરના ટ્રાઝેકશનો થાય છે આવી વાતો કરીને ફરિયાદીના મગજમાં ડર ઊભો કર્યો હતો અને ત્યાર બાદ લાખો રૂપિયાની છેતરપિંડી આચરાઈ હતી. પોલીસે મુદ્દામાલ કર્યો જપ્ત પોલીસે આરોપીઓને દબોચીને તેમની ઓફીસમાથી અત્યાર સુધીમાં રોકડ નાણા રુપિયા ૧૨,૭૫,૦૦૦ , ૭૦૮ સીમકાર્ડ , ૬૪ ચેકબુક ,૩૪ પાસબુક, ૪૯ ડેબીટ/ક્રેડીટકાર્ડ, ૪૮ ચેક , ૩ હિસાબના ચોપડા , ૧૮ મોબાઇલફોન , ૩ દુબઇના મેટ્રો કાર્ડ , ૩ બેંક એકા.ની કીટ , ૨ સી.પી.યુ. ,૨ રાઉટર , ૧ મોબાઇલ સ્વાઇપ મશીન , ૧ ઓલ ઇન વન કોમ્પ્યુટર , ૧ લેપટોપ જપ્ત કરવામાં આવ્યું હતું.આ ગેંગ દ્વારા ખોટી માહિતીઓ આપીને ફરીયાદી વિરુધ્ધ અરેસ્ટ વોરંટ નિકળેલ છે એવું કહીને TRAI, મુંબઇ સાયબરક્રાઇમ તથા CBI ના ઓફીસરના નામે ડરાવી ધમકાવી ફરીયાદીના બેંક એકાઉન્ટની માહિતી મેળવી લઇ ફરીયાદી તથા તેમના પત્ની પર ઇંવેસ્ટીગેશનના બહાને વોટસએપ કોલથી સતત તેમની ગતિવિધિ પર નજર રાખવામાં આવી હતી. સુરતથી કરતા છેતરપિંડી ઈન્વેસ્ટીગેશનમાં મદદરુપ થવા માટે તથા RBI માં વેરિફિકેશન કરવા માટે ફરીયાદીના બેંક એકાઉન્ટમાં જમા નાણાં ટ્રાન્સફર કરવા અને વેરીફીકેશન બાદ આ નાણાં પરત આપવાનો વિશ્વાસ આપી ફરીયાદી પાસે કુલ રૂ.૭૯,૩૪,૬૩૯/- ની છેતરપિંડી કરવામા આવી હતી... સાયબર ક્રાઇમ દ્વારા તપાસ કરતા આરોપીઓની સુરત સરથાણા જકાત નાકા પાસે આવેલ ટાઇમ શોપર કોમ્પ્લેક્ષમાં પ્રથમ માળે આવેલ દુકાનમાં આરોપીઓએ ભેગા મળી કેટલાક ફ્રોડના નાંણાનો હિસાબ તથા એકાઉન્ટ લે-વેચ કરતા હોય તેવી માહિતી મળી હતી. અહીંયાથી દુબઈ પેમેન્ટ કરાતું હતુ આ સાથે આરોપીઓ પાસેથી મેળવેલ બેંક એકાઉન્ટમાં ફ્રોડની રકમ દુબઇ ખાતે રહેતા અન્ય સહઆરોપી રોકી નામના અજાણ્યા ઇસમને મોકલી આપતા હતા.જે તમામ આરોપીઓ એક બીજાની મદદગારીથી બેંક એકાઉન્ટની આપ-લે કરતાં હતા અને એકાઉન્ટ આપ્યાના કમિશન પેટે ૧ ડેબીટ કાર્ડની માહિતી પર ૨૫૦૦૦ આપતા હતા.કમિશન અલગ-અલગ વ્યકિતઓ મારફતે દુબઇ ખાતે રહેતો રોકી મોકલી આપતો હતો.જેમાં એકાઉન્ટ હોલ્ડરને રૂા.૧૭૦૦૦/- મળતા હતા અને એકાઉન્ટ પ્રોવાઇડ કરનાર ૩૦૦૦/- મળતા હતા.આરોપી રવી અશોકભાઇ સવાણી તથા સુમીત અશોકભાઇ મોરડીયા રોકી નામના એકાઉન્ટની વિગત આપી રૂ.૫૦૦૦/- ડેબીટ કાર્ડ દિઠ મેળવતાં હતા.સમગ્ર ઘટનામાં દેશની બહારના એકાઉન્ટમાં નાણાંની હેર-ફેર એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં ઓનલાઇન ઇન્ટરનેટના માધ્યમથી કરવામાં આવતી હોવાનું જાણવા મળ્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં દિવસેને દિવસે ગુનાખોરી વધતી જઈ રહી છે તેવામાં લોકો હવે ડિજિટલ અરેસ્ટ ના નામે લોકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે જેમાં સૌથી વધુ સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદના એક સિનિયર સિટીઝનને તેમના મોબાઈલ નંબર પરથી પ્રતિબંધિત એવડવર્ટાઇસ અને ગેરકાયદે પ્રવૃતિ થતી હોવાનું જણાવીને તેમની પાસેથી વોટ્સએપ કોલ કરીને રૂપિયા 79,34,639 રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે.
ઝડપાયા પાંચ આરોપીઓ
સાયબર ક્રાઇમે વિવિધ તપાસ કરીને સુરતથી 5 આરોપીને ઝડપી પડ્યા છે.ડિજિટલ એરેસ્ટના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ગેંગની અમદાવાદ સાઇબર ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી.આ ગેંગ વિવિધ સરકારી એજન્સીઓના ઓફિસર તરીકે ફરિયાદી સાથે ફોન પર વાત કરતી હતા ત્યારે આ ગેંગ ફરીયાદીને કોલ કરીને મુંબઇ ભાયખલ્લા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાયેલ છે તેવું કહીને ફરીયાદીના આધારકાર્ડ પરથી ખોલવામાં આવેલા એકાઉન્ટમાં ગેરકાયદેસરના ટ્રાઝેકશનો થાય છે આવી વાતો કરીને ફરિયાદીના મગજમાં ડર ઊભો કર્યો હતો અને ત્યાર બાદ લાખો રૂપિયાની છેતરપિંડી આચરાઈ હતી.
પોલીસે મુદ્દામાલ કર્યો જપ્ત
પોલીસે આરોપીઓને દબોચીને તેમની ઓફીસમાથી અત્યાર સુધીમાં રોકડ નાણા રુપિયા ૧૨,૭૫,૦૦૦ , ૭૦૮ સીમકાર્ડ , ૬૪ ચેકબુક ,૩૪ પાસબુક, ૪૯ ડેબીટ/ક્રેડીટકાર્ડ, ૪૮ ચેક , ૩ હિસાબના ચોપડા , ૧૮ મોબાઇલફોન , ૩ દુબઇના મેટ્રો કાર્ડ , ૩ બેંક એકા.ની કીટ , ૨ સી.પી.યુ. ,૨ રાઉટર , ૧ મોબાઇલ સ્વાઇપ મશીન , ૧ ઓલ ઇન વન કોમ્પ્યુટર , ૧ લેપટોપ જપ્ત કરવામાં આવ્યું હતું.આ ગેંગ દ્વારા ખોટી માહિતીઓ આપીને ફરીયાદી વિરુધ્ધ અરેસ્ટ વોરંટ નિકળેલ છે એવું કહીને TRAI, મુંબઇ સાયબરક્રાઇમ તથા CBI ના ઓફીસરના નામે ડરાવી ધમકાવી ફરીયાદીના બેંક એકાઉન્ટની માહિતી મેળવી લઇ ફરીયાદી તથા તેમના પત્ની પર ઇંવેસ્ટીગેશનના બહાને વોટસએપ કોલથી સતત તેમની ગતિવિધિ પર નજર રાખવામાં આવી હતી.
સુરતથી કરતા છેતરપિંડી
ઈન્વેસ્ટીગેશનમાં મદદરુપ થવા માટે તથા RBI માં વેરિફિકેશન કરવા માટે ફરીયાદીના બેંક એકાઉન્ટમાં જમા નાણાં ટ્રાન્સફર કરવા અને વેરીફીકેશન બાદ આ નાણાં પરત આપવાનો વિશ્વાસ આપી ફરીયાદી પાસે કુલ રૂ.૭૯,૩૪,૬૩૯/- ની છેતરપિંડી કરવામા આવી હતી... સાયબર ક્રાઇમ દ્વારા તપાસ કરતા આરોપીઓની સુરત સરથાણા જકાત નાકા પાસે આવેલ ટાઇમ શોપર કોમ્પ્લેક્ષમાં પ્રથમ માળે આવેલ દુકાનમાં આરોપીઓએ ભેગા મળી કેટલાક ફ્રોડના નાંણાનો હિસાબ તથા એકાઉન્ટ લે-વેચ કરતા હોય તેવી માહિતી મળી હતી.
અહીંયાથી દુબઈ પેમેન્ટ કરાતું હતુ
આ સાથે આરોપીઓ પાસેથી મેળવેલ બેંક એકાઉન્ટમાં ફ્રોડની રકમ દુબઇ ખાતે રહેતા અન્ય સહઆરોપી રોકી નામના અજાણ્યા ઇસમને મોકલી આપતા હતા.જે તમામ આરોપીઓ એક બીજાની મદદગારીથી બેંક એકાઉન્ટની આપ-લે કરતાં હતા અને એકાઉન્ટ આપ્યાના કમિશન પેટે ૧ ડેબીટ કાર્ડની માહિતી પર ૨૫૦૦૦ આપતા હતા.કમિશન અલગ-અલગ વ્યકિતઓ મારફતે દુબઇ ખાતે રહેતો રોકી મોકલી આપતો હતો.જેમાં એકાઉન્ટ હોલ્ડરને રૂા.૧૭૦૦૦/- મળતા હતા અને એકાઉન્ટ પ્રોવાઇડ કરનાર ૩૦૦૦/- મળતા હતા.આરોપી રવી અશોકભાઇ સવાણી તથા સુમીત અશોકભાઇ મોરડીયા રોકી નામના એકાઉન્ટની વિગત આપી રૂ.૫૦૦૦/- ડેબીટ કાર્ડ દિઠ મેળવતાં હતા.સમગ્ર ઘટનામાં દેશની બહારના એકાઉન્ટમાં નાણાંની હેર-ફેર એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં ઓનલાઇન ઇન્ટરનેટના માધ્યમથી કરવામાં આવતી હોવાનું જાણવા મળ્યું હતું.