Ahmedabadમાં ગ્રાહક સુરક્ષાના નામે વેપારીઓ પાસેથી તોડ કરતી ગેંગ ઝડપાઈ, થયા ખુલાસા

ગ્રાહક સુરક્ષાના નામે વેપારીઓ પાસેથી રુપિયા પડાવતી ગેંગ પોલીસ પકડમાં આવી છે.ટ્રસ્ટના નામે વેપારીઓ પાસેથી દુકાન ચેકિંગના બહાને રુપિયા પડાવવામાં આવે છે.આવી જ એક ટોળકીને વેપારીઓએ પકડી પોલીસને સોંપી છે.નરોડા પોલીસે ગુનો નોંધી બે મહિલા સહિત 6 લોકોની ધરપકડ કરી છે.સાથે જ આવા કેટલા વેપારી પાસેથી રુપિયા પડાવ્યા છે.તે અંગે તપાસ શરુ કરવામાં આવી છે. કોઈ પણ બહાને પડાવતા રૂપિયા અમદાવાદના નરોડા પોલીસની કસ્ટડીમાં રહેલા આ આરોપીઓ ગ્રાહક સુરક્ષા સ્કવોડના નામે વેપારી પાસેથી તોડ કરતા હતા.ગાંધીનગરની ગ્રાહક સુરક્ષાના અધિકારી હોવાની ઓળખ આપી દુકાનોમાં સામાન ચેક કરી રુપિયા પડાવતા હતા.નરોડા પોલીસે રાજુ સંઘવી, વૈભવ પટેલ, અલ્પેશ વ્યાસ, ચમનભાઈ નાયી, રશ્મીબેન શાહ અને લતાબેન શાહની ધરપકડ કરી છે.ઝડપાયેલા તમામ આરોપી ગ્રાહક સુરક્ષાના અધિકારી બની હોટલ તથા ખાણીપીણીની દુકાનમાં જઈ તપાસ કરતા અને કોઈ પણ બહાના હેઠળ પોતાના ટ્રસ્ટના નામે રુપિયા પડાવતા હતા. પોલીસને શંકા જતા ગુનાનો ભેદ ઉકેલાયો રુપિયા પડાવવા માટે નરોડા વિસ્તારમાં ગયા અને વેપારીને શંકા જતા. રુપિયા આપવાના બદલે પોલીસ મથકે લઈ આવ્યો આરોપીની વર્તણુક પરથી ફરિયાદીને શંકા ઉપજી હતી. જેથી તેણે પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસે તમામની ધરપકડ કરી છે, સાથે જ પોલીસને આરોપી પાસેથી એક બુક પણ મળી આવી છે, જેમાં ગ્રાહક સુરક્ષા ટ્રસ્ટના નામે અન્ય વેપારી પાસેથી પણ 100 થી 1000 રુપિયા પડાવવામાં આવ્યાં હતા.જેની પહોંચ મળી આવતા પોલીસે તેવા વેપારીની પણ તપાસ કરી પૂછપરછ કરી છે.અને તેમની પાસેથી કયા બહાને રુપિયા પડાવ્યા તે અંગે તપાસ ચાલુ છે. જેથી કરી આરોપી વિરુધ્ધ વધુ ગુના નોંધી શકાય. ગ્રાહક સુરક્ષાના નામે કરતા હતા તોડ ગ્રાહક સુરક્ષા ના નામે ખાનગી ટ્રસ્ટ ખોલી વેપારી પાસેથી અલગ અલગ બહાને સરકારી અધિકારીની છાપ ઉભી કરી રુપિયા પડાવવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે. જેથી પોલીસે આ ટ્રસ્ટ કેટલા સમયથી ચાલુ છે. અને કેટલા વેપારી પાસેથી કેટલા રુપિયા પડાવ્યા , તથા રુપિયા પડાવવા માટે કોઈ બહાના કરવામાં આવતા હતા કે કેમ તથા વેપારીઓ કેમ રુપિયા આપતા હતા. તે મામલે તપાસ શરુ કરવામાં આવી છે. ત્યારે પોલીસ તપાસમાં શુ ખુલાસા થાય છે તે જોવુ મહત્વનું છે.  

Ahmedabadમાં ગ્રાહક સુરક્ષાના નામે વેપારીઓ પાસેથી તોડ કરતી ગેંગ ઝડપાઈ, થયા ખુલાસા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગ્રાહક સુરક્ષાના નામે વેપારીઓ પાસેથી રુપિયા પડાવતી ગેંગ પોલીસ પકડમાં આવી છે.ટ્રસ્ટના નામે વેપારીઓ પાસેથી દુકાન ચેકિંગના બહાને રુપિયા પડાવવામાં આવે છે.આવી જ એક ટોળકીને વેપારીઓએ પકડી પોલીસને સોંપી છે.નરોડા પોલીસે ગુનો નોંધી બે મહિલા સહિત 6 લોકોની ધરપકડ કરી છે.સાથે જ આવા કેટલા વેપારી પાસેથી રુપિયા પડાવ્યા છે.તે અંગે તપાસ શરુ કરવામાં આવી છે.

કોઈ પણ બહાને પડાવતા રૂપિયા

અમદાવાદના નરોડા પોલીસની કસ્ટડીમાં રહેલા આ આરોપીઓ ગ્રાહક સુરક્ષા સ્કવોડના નામે વેપારી પાસેથી તોડ કરતા હતા.ગાંધીનગરની ગ્રાહક સુરક્ષાના અધિકારી હોવાની ઓળખ આપી દુકાનોમાં સામાન ચેક કરી રુપિયા પડાવતા હતા.નરોડા પોલીસે રાજુ સંઘવી, વૈભવ પટેલ, અલ્પેશ વ્યાસ, ચમનભાઈ નાયી, રશ્મીબેન શાહ અને લતાબેન શાહની ધરપકડ કરી છે.ઝડપાયેલા તમામ આરોપી ગ્રાહક સુરક્ષાના અધિકારી બની હોટલ તથા ખાણીપીણીની દુકાનમાં જઈ તપાસ કરતા અને કોઈ પણ બહાના હેઠળ પોતાના ટ્રસ્ટના નામે રુપિયા પડાવતા હતા.


પોલીસને શંકા જતા ગુનાનો ભેદ ઉકેલાયો

રુપિયા પડાવવા માટે નરોડા વિસ્તારમાં ગયા અને વેપારીને શંકા જતા. રુપિયા આપવાના બદલે પોલીસ મથકે લઈ આવ્યો આરોપીની વર્તણુક પરથી ફરિયાદીને શંકા ઉપજી હતી. જેથી તેણે પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસે તમામની ધરપકડ કરી છે, સાથે જ પોલીસને આરોપી પાસેથી એક બુક પણ મળી આવી છે, જેમાં ગ્રાહક સુરક્ષા ટ્રસ્ટના નામે અન્ય વેપારી પાસેથી પણ 100 થી 1000 રુપિયા પડાવવામાં આવ્યાં હતા.જેની પહોંચ મળી આવતા પોલીસે તેવા વેપારીની પણ તપાસ કરી પૂછપરછ કરી છે.અને તેમની પાસેથી કયા બહાને રુપિયા પડાવ્યા તે અંગે તપાસ ચાલુ છે. જેથી કરી આરોપી વિરુધ્ધ વધુ ગુના નોંધી શકાય.

ગ્રાહક સુરક્ષાના નામે કરતા હતા તોડ

ગ્રાહક સુરક્ષા ના નામે ખાનગી ટ્રસ્ટ ખોલી વેપારી પાસેથી અલગ અલગ બહાને સરકારી અધિકારીની છાપ ઉભી કરી રુપિયા પડાવવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે. જેથી પોલીસે આ ટ્રસ્ટ કેટલા સમયથી ચાલુ છે. અને કેટલા વેપારી પાસેથી કેટલા રુપિયા પડાવ્યા , તથા રુપિયા પડાવવા માટે કોઈ બહાના કરવામાં આવતા હતા કે કેમ તથા વેપારીઓ કેમ રુપિયા આપતા હતા. તે મામલે તપાસ શરુ કરવામાં આવી છે. ત્યારે પોલીસ તપાસમાં શુ ખુલાસા થાય છે તે જોવુ મહત્વનું છે.