Bhupendrasinh Zalaને શરણ આપનાર કિરણસિંહ ચૌહાણને CID ક્રાઈમે દબોચ્યો, થયો મોટો ખુલાસો
મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ બાદ તપાસ તેજ કરવામાં આવી છે,ભૂપેન્દ્રસિંહ ઝાલાને શરણ આપનારને CID ક્રાઈમે દબોચ્યો છે,શરણ આપનાર કિરણસિંહ ચૌહાણને દબોચી લીધો છે,કિરણસિંહ કૌભાંડમાં સામેલ છે કે કેમ તે તપાસ થશે અને આ બાબતે કિરણસિંહને પણ આરોપી તરીકે પોલીસે લઈ શકે છે સાથે સાથે ઝાલાને શરણ આપી મદદ કરવામાં થઈ શકે છે ધરપકડ.કિરણસિંહને નેતા બનવાનો પણ ભારે અભરખો છે અને તે ભવાની સેના ગુજરાતના અધ્યક્ષ છે. BZ પોન્ઝી સ્કીમ કૌભાંડ મામલો કરોડોનું કૌભાંડ કરનાર ભુપેન્દ્ર ઝાલાને સીઆઇડી ક્રાઈમે દબોચી તો લીધો છે પરંતુ તેની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શકયતાઓ રહેલી છે,ભૂપેન્દ્રસિંહને શરણાગતી આપનાર કિરણસિંહની પણ પોલીસે પૂછપરછ હાથધરી છે.મહેસાણાના દવાડા નજીક તેના જ ફાર્મ હાઉસ ઉપરથી કિરણસિંહને દબોચ્યો છે.ભુપેન્દ્ર ઝાલા બાદ કિરણસિંહ ચૌહાણની અટકાયત કરાઈ છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટમાં કરવામાં આવશે રજૂ આજે સાંજે ૪ વાગે ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને સીઆઈડી ક્રાઈમ આ બાબતે 14 દિવસના રિમાન્ડની પણ માંગણી કરશે સાથે સાથે નાણાંકીય વ્યવહારો, ફરાર થયો ત્યારે થયેલા સંપર્ક સહિતની વિગતો પર માંગી શકે છે રિમાન્ડ. ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે સગાઈ થવાની હતી તે યુવતી PI:સૂત્ર સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો જે ફાર્મહાઉસ છે તે PIના ધર્મના ભાઈનું છે અને તેના કારણે તેને આશરો આપવામાં આવ્યો હતો સાથે સાથે પીઆઈ મહિલા ફાર્મ હાઉસમાં ઝાલા માટે સલાહ લેવા ગઈ હતી,અને આ જ પીઆઈ યુવતી સાથે ભૂપેન્દ્રસિંહની સગાઈ થવાની હોવાની વાત પણ સામે આવી છે. મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ બાદ ખુલાસો ભૂપેન્દ્રના નિવેદન સહિતની પ્રક્રિયા રાતભર ચાલી છે જેમાં ભૂપેન્દ્ર ઝાલાની સતત 3 કલાક સુધી પૂછપરછ કરી છે,તો મહાઠગ ભૂપેન્દ્ર મધ્યપ્રદેશ દર્શન કરવા ગયો હતો અને દરોડાની જાણ થતા મધ્યપ્રદેશથી રાજસ્થાન ગયો અને મહિના દરમિયાન મોટાભાગે રાજસ્થાનમાં રોકાયો હતો અને રાજસ્થાનથી અલગ અલગ 3 સીમકાર્ડ ખરીદ્યા અને તેના મારફતે વોટ્સઅપના માધ્યમથી સંપર્કમાં રહેતો હતો,શિક્ષકોને વિદેશ પ્રવાસ નહીં મોકલ્યાનું રટણ ભૂપેન્દ્રસિંહ કરી રહ્યો છે.જેના ફાર્મમાંથી ધરપકડ થઈ તે વ્યકિત વર્ષ 2018થી ભૂપેન્દ્રસિંહના સંપર્કમાં છે.વિસનગરના દવાડા ગામે 15 દિવસથી ફાર્મમાં હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ બાદ તપાસ તેજ કરવામાં આવી છે,ભૂપેન્દ્રસિંહ ઝાલાને શરણ આપનારને CID ક્રાઈમે દબોચ્યો છે,શરણ આપનાર કિરણસિંહ ચૌહાણને દબોચી લીધો છે,કિરણસિંહ કૌભાંડમાં સામેલ છે કે કેમ તે તપાસ થશે અને આ બાબતે કિરણસિંહને પણ આરોપી તરીકે પોલીસે લઈ શકે છે સાથે સાથે ઝાલાને શરણ આપી મદદ કરવામાં થઈ શકે છે ધરપકડ.કિરણસિંહને નેતા બનવાનો પણ ભારે અભરખો છે અને તે ભવાની સેના ગુજરાતના અધ્યક્ષ છે.
BZ પોન્ઝી સ્કીમ કૌભાંડ મામલો
કરોડોનું કૌભાંડ કરનાર ભુપેન્દ્ર ઝાલાને સીઆઇડી ક્રાઈમે દબોચી તો લીધો છે પરંતુ તેની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શકયતાઓ રહેલી છે,ભૂપેન્દ્રસિંહને શરણાગતી આપનાર કિરણસિંહની પણ પોલીસે પૂછપરછ હાથધરી છે.મહેસાણાના દવાડા નજીક તેના જ ફાર્મ હાઉસ ઉપરથી કિરણસિંહને દબોચ્યો છે.ભુપેન્દ્ર ઝાલા બાદ કિરણસિંહ ચૌહાણની અટકાયત કરાઈ છે.
ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટમાં કરવામાં આવશે રજૂ
આજે સાંજે ૪ વાગે ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને સીઆઈડી ક્રાઈમ આ બાબતે 14 દિવસના રિમાન્ડની પણ માંગણી કરશે સાથે સાથે નાણાંકીય વ્યવહારો, ફરાર થયો ત્યારે થયેલા સંપર્ક સહિતની વિગતો પર માંગી શકે છે રિમાન્ડ.
ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે સગાઈ થવાની હતી તે યુવતી PI:સૂત્ર
સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો જે ફાર્મહાઉસ છે તે PIના ધર્મના ભાઈનું છે અને તેના કારણે તેને આશરો આપવામાં આવ્યો હતો સાથે સાથે પીઆઈ મહિલા ફાર્મ હાઉસમાં ઝાલા માટે સલાહ લેવા ગઈ હતી,અને આ જ પીઆઈ યુવતી સાથે ભૂપેન્દ્રસિંહની સગાઈ થવાની હોવાની વાત પણ સામે આવી છે.
મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ બાદ ખુલાસો
ભૂપેન્દ્રના નિવેદન સહિતની પ્રક્રિયા રાતભર ચાલી છે જેમાં ભૂપેન્દ્ર ઝાલાની સતત 3 કલાક સુધી પૂછપરછ કરી છે,તો મહાઠગ ભૂપેન્દ્ર મધ્યપ્રદેશ દર્શન કરવા ગયો હતો અને દરોડાની જાણ થતા મધ્યપ્રદેશથી રાજસ્થાન ગયો અને મહિના દરમિયાન મોટાભાગે રાજસ્થાનમાં રોકાયો હતો અને રાજસ્થાનથી અલગ અલગ 3 સીમકાર્ડ ખરીદ્યા અને તેના મારફતે વોટ્સઅપના માધ્યમથી સંપર્કમાં રહેતો હતો,શિક્ષકોને વિદેશ પ્રવાસ નહીં મોકલ્યાનું રટણ ભૂપેન્દ્રસિંહ કરી રહ્યો છે.જેના ફાર્મમાંથી ધરપકડ થઈ તે વ્યકિત વર્ષ 2018થી ભૂપેન્દ્રસિંહના સંપર્કમાં છે.વિસનગરના દવાડા ગામે 15 દિવસથી ફાર્મમાં હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા.