Bhupendra Patelની સૌજન્ય મુલાકાતે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન-નગેશ-કપૂર

May 28, 2025 - 15:30
Bhupendra Patelની સૌજન્ય મુલાકાતે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન-નગેશ-કપૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ઇન્ડિયન એરફોર્સના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ નગેશ કપૂરે ગાંધીનગરમાં લીધી હતી.

તાલીમી વિમાનનો કુલ ૩૪૦૦ કલાક થી વધુ સમયના ઉડ્ડયનનો બહોળો અનુભવ ધરાવે છે

એર માર્શલ નગેશ કપૂરે તાજેતરમાં ગાંધીનગર સ્થિત SWAC ખાતે એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફનો કાર્યભાર સંભાળ્યો છે. ભારતીય વાયુસેનામાં જુદા જુદા પદ પર તેઓ સેવા આપી ચૂક્યા છે અને તા. ૧ મે ૨૦૨૫થી સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે નિયુક્ત થયા છે. શ્રી નગેશ કપૂર ૧૯૮૬માં ભારતીય વાયુસેનામાં જોડાયા છે અને ૩૮ વર્ષના સુદીર્ઘ સેવાકાળ દરમિયાન તેઓ મિગ-૨૧ અને મિગ-૨૪ સહિતના વિવિધ યુદ્ધ અને તાલીમી વિમાનનો કુલ ૩૪૦૦ કલાક થી વધુ સમયના ઉડ્ડયનનો બહોળો અનુભવ ધરાવે છે.

ભારતીય વાયુ સેનાનું સ્મૃતિચિન્હ પણ તેમને અર્પણ કર્યું હતું

તેમની સેવાઓની પ્રશંસા રૂપે ૨૦૦૮માં વાયુસેના મેડલ, ૨૦૨૨માં અતિ વિશિષ્ટ સેવા મેડલ અને ૨૦૨૫ માં પરમ વિશિષ્ટ સેવા મેડલથી તેમને સન્માનિત કરવામાં આવેલા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે એર માર્શલ શ્રી નગેશ કપૂરે શુભેચ્છા-સૌજન્ય મુલાકાત કરીને ભારતીય વાયુ સેનાનું સ્મૃતિચિન્હ પણ તેમને અર્પણ કર્યું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0