Bhujની ખાસ પાલારા જેલમાં SOGની આકસ્મિક તપાસ, મોબાઈલ ફોન મળી આવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભુજની ખાસ પાલારા જેલમાંથી મોબાઈલ ફોન મળી આવ્યો છે. પશ્ચિમ કચ્છની એસઓજીએ પાલારા જેલમાં આકસ્મિક ચેકીંગ કર્યું હતું. આ દરમિયાન જેલમાંથી પ્રતિબંધિત એક મોબાઈલ ફોન મળી આવ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાના પગલે એસઓજીએ પાલારા ખાસ જેલમાં આકસ્મિક તપાસ આદરી હતી, જેમાં એ ડિવિઝન, બી ડિવિઝન, પેરોલ ર્ફ્લો સ્ક્વોડ, બીડીડીએસ, ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી.
પોલીસે જેલમાંથી મોબાઈલ કબ્જે કર્યો
જેલના સર્કલ-1 અને 2માં આવેલા યાર્ડ, બેરેક, પુસ્તકાલય, હોસ્પિટલ કેન્ટીનની ઝડતી લેવામાં આવી હતી. સર્કલ-1માં કોંક્રિટની ઓરડીની છત ઉપર પાણીની ટાંકી પાસે કોથળીમાં રાખેલો સેમસંગ કંપનીનો બેટરી સાથેનો, સીમ વિનાનો કીપેઈડ મોબાઈલ મળી આવ્યો હતો. હાલ પોલીસે જેલમાંથી મોબાઈલ કબ્જે કર્યો છે. જેલમાં મોબાઈલ કોણ વાપરતું હતું તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જેલમાંથી અગાઉ પણ અનેકવાર મોબાઈલ મળી ચૂક્યા છે.
ભુજમાં બે તોડબાજ પત્રકારની કરાઈ ધરપકડ
ભુજમાં બે તોડબાજ પત્રકારની ધરપકડ કરવામાં આવી છે. ખંડણી માગવાના કેસમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ફરિયાદી પાસે હપ્તો વસૂલવા 20,000 રૂપિયાની માગ આ બંને પત્રકારોએ કરી હતી. હપ્તો વસૂલવા અગાઉ આરોપીએ ફરિયાદીના બે પુત્રો પર હુમલો પણ કરાવ્યો હતો. ખંડણી માગવાના કેસમાં આરોપી વાજીદ ચાકી અને અલીમામદ ચકીની પોલીસે ધરપકડ કરી છે. બંને પત્રકારો સામે વધુ એક માનકુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ભુજના ટાકનાસર ગામે રહેતા જાકબ જુમા જત નામના ટ્રક માલિકને ડરાવી ધમકાવીને 10,000 પડાવી હપ્તો માગ્યો હતો. બંને પત્રકાર સામે બે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
What's Your Reaction?






