Bhuj : સોના-ચાંદીનાં વેપારીઓને ગુરુ પુષ્ય નક્ષત્ર ફળ્યું, વિવિધ શો-રૂમમાં લોકો ખરીદવા ઉમટયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હાલ સોના-ચાંદીનાં ભાવોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, તેની વચ્ચે પણ લોકોએ આજે ગુરુપુષ્યામૃત નક્ષત્રને ધ્યાને લઈને સોના-ચાંદીના આભૂષણોની ધૂમ ખરીદી કરતાં મોટાભાગના શોરૂમોમાં ગ્રાહકોની સવારથી જ ભીડ જોવા મળી હતી. લોકોએ ઘરેણાની ખરીદી કરવાની સાથે સાથે રોકાણ માટે પણ ગિની સહિતની ખરીદી કરીને શુકન સાચવી લેતાં સોના-ચાંદીનાં વેપારીઓને ગુરુ પુષ્ય નક્ષત્ર ફળ્યું છે. આગામી દિવસોમાં આવી રહેલા ધનતેરસના દિવસે પણ આવી જ ખરીદી જોવા મળશે તેવી પણ વેપારીઓને આશા છે.
લોકોએ પોતાની ખરીદ શક્તિ બતાવી
ભુજના વેપારીઓના જણાવ્યા અનુસાર આ વર્ષે સોના-ચાંદીનાં ભાવોમાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે. દરરોજ બજાર અપ થઈ રહ્યું છે, ત્યારે તેજી વચ્ચે પણ આજે ગુરુપુષ્યામૃત નક્ષત્રને ધ્યાને લઈને લોકોએ પોતાની ખરીદ શક્તિ બતાવી છે. સવારથી જ સોના-ચાંદીનાં આભૂષણો, ગિની સહિતની ખરીદી કરવા માટે ગ્રાહકો ઉમટી પડતાં દિવસભર ગ્રાહકોની ભીડ રહેવા પામી હતી. આગામી 18 ઓક્ટોબરનાં ધનતેરસનો પણ મોટો તહેવાર આવી રહ્યો છે. ત્યારે આ દિવસે પણ આટલા જ પ્રમાણમાં ગ્રાહકો ઉમટી પડે તેવી પણ આશા બંધાઈ છે.
હેડીંગઃ લગ્નસરાની સીઝનને ધ્યાને લઈને દાગીના ખરીદતા લોકો
લોકો ગુરુ પુષ્ય નક્ષત્રનાં શુકન સાચવવા માટે તો સોનાનાં આભૂષણોની મનમૂકીને ખરીદી કરી છે. સાથોસાથ દિવાળી બાદ આવનારી લગ્નસરાની સીઝનને ધ્યાને લઈને પણ લોકો સોના-ચાંદીનાં દાગીનાની ખરીદી કરી રહ્યા છે. આ વર્ષે સોનાના ભાવો સારા એવા પ્રમાણમાં અપ થયા છે, છતાં પણ લોકોએ પોતાની યથાશક્તિ મુજબ સોનાની ખરીદી કરીને શુકન સાચવ્યું છે. બજારમાં ગ્રાહકોની સવારથી જ ભીડ જોવા મળી
લોકોએ દિવાળી તેમજ લગ્નસરાની સીઝનને ધ્યાને લઈને સોના-ચાંદીનાં આભૂષણોની તો ખરીદી કરી હતી, સાથોસાથ લોકોએ રોકાણ માટે પણ સોના-ચાંદીની ખરીદી કરવાનું ચૂક્યા ન હતા, જેને કારણે પણ ભુજની બજારમાં ગ્રાહકોની સવારથી જ ભારે ભીડ જોવા મળી હતી, જે રાત સુધી અકબંધ રહેવા પામી હતી.
What's Your Reaction?






