Bhuj: બજારમાં અવનવી ડીઝાઈનની પતંગની માગ, પતંગ રસિયાઓની ભારે ભીડ
ઉતરાયણના પૂર્વે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભુજની પતંગ બજારમાં અવનવા પતંગ અને દોરીની પતંગ રસિયા ખરીદી કરી રહ્યા છે. આ વર્ષે પતંગ અને દોરીના ભાવમાં 10 ટકા જેટલો વધારો થયો છે, જેના કારણે પતંગરસીયાઓને વધારે રૂપિયા ચૂકવીને પતંગ અને દોરી ખરીદવા પડી રહ્યા છે.ગલાઈન્ડર, તેજ કમાન્ડો જેવી દોરીની વધુ માગ ભુજની પતંગ બજારમાં અવનવી ડીઝાઈનની પતંગ ધૂમ મચાવી રહી છે. ઉતરાયણને લઈને લોકો પતંગ અને દોરીની ખરીદી કરી રહ્યા છે. જેના કારણે ભુજની પતંગ બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરી વિસ્તારમાં કાગળના પતંગ અને જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પ્લાસ્ટિકના પતંગની વધારે માગ રહે છે. જેમાં ઝાલર પ્રિન્ટ, છોટા ભીમ, ઈગલ, ખંભાતની પતંગની વધુ માગ રહે છે. જ્યારે દોરીમાં લાલ કિલ્લા, ગલાઈન્ડર, તેજ કમાન્ડો જેવી દોરીની વધુ માગ રહે છે. હાલમાં ભુજની પતંગ બજારમાં ઘરાકી જોવા મળી રહી છે. જેના કારણે આ સિઝન પતંગનું વેચાણ કરતા દુકાનદારો માટે સારી રહેવાની આશા છે. ઉતરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી ઉતરાયણ પર્વ લઈને પતંગ દોરીની સાથે અવનવા ફેન્સી માસ્ક, સોલાર કેપ સહિતની ચીજ વસ્તુઓની માગ વધી છે. ઉતરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભુજની પતંગ બજારમાં ઘરાકી જોવા મળી રહી છે. ઉતરાયણના તહેવાર લઈને પતંગ અને દોરીની લોકો ખરીદી કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ વિવિધ પ્રકારની ચિક્કીની ખરીદી પણ લોકો કરી રહ્યા છે. સિંગની ચિક્કી, તલની ચિક્કી, માવાની ચિક્કી, મમરાના લાડુ, બોર, જામફળની પણ ધૂમ ખરીદી ગૃહિણીઓ કરી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઉતરાયણના પૂર્વે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભુજની પતંગ બજારમાં અવનવા પતંગ અને દોરીની પતંગ રસિયા ખરીદી કરી રહ્યા છે. આ વર્ષે પતંગ અને દોરીના ભાવમાં 10 ટકા જેટલો વધારો થયો છે, જેના કારણે પતંગરસીયાઓને વધારે રૂપિયા ચૂકવીને પતંગ અને દોરી ખરીદવા પડી રહ્યા છે.
ગલાઈન્ડર, તેજ કમાન્ડો જેવી દોરીની વધુ માગ
ભુજની પતંગ બજારમાં અવનવી ડીઝાઈનની પતંગ ધૂમ મચાવી રહી છે. ઉતરાયણને લઈને લોકો પતંગ અને દોરીની ખરીદી કરી રહ્યા છે. જેના કારણે ભુજની પતંગ બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરી વિસ્તારમાં કાગળના પતંગ અને જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પ્લાસ્ટિકના પતંગની વધારે માગ રહે છે. જેમાં ઝાલર પ્રિન્ટ, છોટા ભીમ, ઈગલ, ખંભાતની પતંગની વધુ માગ રહે છે. જ્યારે દોરીમાં લાલ કિલ્લા, ગલાઈન્ડર, તેજ કમાન્ડો જેવી દોરીની વધુ માગ રહે છે. હાલમાં ભુજની પતંગ બજારમાં ઘરાકી જોવા મળી રહી છે. જેના કારણે આ સિઝન પતંગનું વેચાણ કરતા દુકાનદારો માટે સારી રહેવાની આશા છે.
ઉતરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી
ઉતરાયણ પર્વ લઈને પતંગ દોરીની સાથે અવનવા ફેન્સી માસ્ક, સોલાર કેપ સહિતની ચીજ વસ્તુઓની માગ વધી છે. ઉતરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભુજની પતંગ બજારમાં ઘરાકી જોવા મળી રહી છે. ઉતરાયણના તહેવાર લઈને પતંગ અને દોરીની લોકો ખરીદી કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ વિવિધ પ્રકારની ચિક્કીની ખરીદી પણ લોકો કરી રહ્યા છે. સિંગની ચિક્કી, તલની ચિક્કી, માવાની ચિક્કી, મમરાના લાડુ, બોર, જામફળની પણ ધૂમ ખરીદી ગૃહિણીઓ કરી રહી છે.