Bhavnagarમાં શેરબજારમાં નફાની લાલચ આપી કરોડોની છેતરપિંડી કરનાર ભેજાબાજ ઝડપાયો, સાયબર ક્રાઈમે આરોપીની કરી અટકાયત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગરમાં કરોડોની ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો. નિરમા કંપનીના ફિલ્ડ ઓફિસર સાથે 1 કરોડની છેતરપિંડી થઈ હતી. ભેજાબાજે કંપનીના ઓફિસર સાથે શેરબજારમાં નફાની લાલચ આપી છેતરપિંડી કરી હતી. જેના બાદ ઠગાઈનો ભોગ બનેલા ઓફિસરે ફરિયાદ લખાવતા પોલીસ એકશનમાં આવી. અને થોડા જ સમયમાં 1 કરોડની છેતરપિંડી કરનાર ભેજાબાજને આખરે સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યો.
શેરબજારમાં કમાણી લાલચે કરોડોની છેતરપિંડી
ફરિયાદ મુજબ નિરમા કંપનીના ફિલ્ડ ઓફિસર એક શખ્સના સંપર્ક આવ્યા. આ શખ્સ સાથે વાતચીત દરમિયાન તેણે કહ્યું કે શેરબજારમાં રોકાણ કરી સારી કમાણી કરી શકાય છે. ભેજાબાજે ફિલ્ડ ઓફિસર પાસે Whatsappમાં એપ્લિકેશન ડાઉનલોડ કરાવી. આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ 1,01,90000 ની રકમ અલગ અલગ બેન્ક એકાઉન્ટ માં જમા કરાવી. પરંતુ કરોડોનું રોકાણ કર્યા પછી પણ એક મહિનો થવા છતાં કોઈ પ્રોફિટ ના થયો. ત્યારપછી સતત આ શખ્સનો સંપર્ક કરતા તે ગલ્લાં-તલ્લાં કરવા લાગ્યો.
પોલીસે આરોપીને ઝડપી તપાસ હાથ ધરી
ત્યારે ફિલ્ડ ઓફિસરે આ શખ્સ પાસેથી પોતાના રોકાણ કરેલ કરોડ રૂપિયા પરત માંગ્યા. જેના બાદથી આ શખ્સે ઓફિસ સાથે સંપર્ક ના રાખતા છેતરપિંડી થયાનું લાગ્યું. વારંવાર આ શખ્સ તેમના કોલ ટાળતા આખરે કંટાળીને નિરમના ફિલ્ડ ઓફિસરે છેતરપિંડી થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી. નિરમાના ફિલ્ડ ઓફિસરને શેરબજારમાં નફાની લાલચ આપી છેતરપિંડી કરનાર વ્યક્તિને પોલીસે 2 મહિના બાદ ઝડપી પાડ્યો. સાયબર ક્રાઈમે ગુનેગારને ઝડપી પાડ્યો. છેતરપિંડી કરનાર આરોપી વિસનગરનો હોવાનું સામે આવ્યું. અગાઉ આ ગુનામાં બે આરોપીની ધરપકડ થઇ હતી. સાયબર ક્રાઇમ પોલીસ આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
What's Your Reaction?






