Bhavnagar: શેત્રુંજી ડેમ 7મી વખત ઓવરફ્લો, ડેમના 30 દરવાજા ખોલવામાં આવ્યા

Sep 29, 2025 - 12:00
Bhavnagar: શેત્રુંજી ડેમ 7મી વખત ઓવરફ્લો, ડેમના 30 દરવાજા ખોલવામાં આવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ફરી એકવાર ઓવરફ્લો થતાં જિલ્લાવાસીઓ અને ખેડૂતોમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની સતત આવક ચાલુ રહેતાં ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે.


30 દરવાજા ખોલાયા, 2700 ક્યુસેક પાણીની આવક

ડેમમાં પાણીની સતત આવક ચાલુ રહેતા, વહીવટી તંત્ર દ્વારા ડેમનું લેવલ જાળવી રાખવા માટે પગલાં લેવામાં આવ્યા છે. હાલમાં શેત્રુંજી ડેમમાં 2700 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીના આ પ્રવાહને નિયંત્રિત કરવા માટે ડેમના તમામ 30 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમનું પાણી નદીના પટમાં છોડવામાં આવી રહ્યું છે. રાત્રિ દરમિયાન જ ડેમના તમામ દરવાજા ખોલી નાખવાનો નિર્ણય લેવાયો હતો.


17 ગામોને એલર્ટ મેસેજ જાહેર

ડેમમાંથી પાણી છોડવાના કારણે શેત્રુંજી નદીના પટમાં પાણીનું સ્તર વધી ગયું છે. આથી, નદીના કાંઠા વિસ્તારના 17 ગામોને એલર્ટ મેસેજ જાહેર કરાયો છે. આ 17 ગામોમાં પાલીતાણા તાલુકાના 5 ગામો અને તળાજા તાલુકાના 12 ગામોનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા આ તમામ ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોના લોકોને પણ સલામત સ્થળે ખસી જવા સૂચના અપાઈ છે.ડેમ ઓવરફ્લો થવાના કારણે સમગ્ર જિલ્લામાં સિંચાઈ અને પીવાના પાણીની ચિંતા હળવી થતાં ખુશીનો માહોલ છે

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0