Bhavnagar :વડાપ્રધાનના જન્મદિન પખવાડિયા નિમિત્તે ભાવનગર બસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણ થયુ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નગરસેવક ઉષાબેન ગોહેલની ગ્રાન્ટમાંથી યોજાયેલા આ કાર્યક્રમમાં બસ સ્ટેશનને હરિયાળું બનાવવા માટે 50 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં 25 આસોપાલવ અને 25 બોરસલીના સુંદર છોડ રોપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ભાવનગર મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા લાલભા વાળા, નગરસેવક ઉષાબેન ગોહેલ, દિપ્તીબેન ધારૈયા, હરેશભાઈ મેણીયા તેમજ ગાર્ડન ચેરમેન પરેશભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. એસ.ટી. ડેપોના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ ઉત્સાહભેર સહભાગી બની વૃક્ષોની જાળવણીનો સંકલ્પ લીધો હતો. કાર્યક્રમ વિભાગીય નિયામક આર.ડી. પિલવાઈકરના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

