Bhavnagar: બાયો ડીઝલનું વેચાણ કરતા 4 ઝડપાયા, 16.60 લાખનો મુદ્દામાલ જપ્ત

ભાવનગરમાં બાયો ડીઝલનું વેચાણ કરતા 4 વ્યક્તિઓ ઝડપાયા છે. તળાજા ગામે બોલેરો ગાડી મારફતે બાયો ડીઝલનું વેચાણ કરતા 4 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. તળાજા પોલીસે 2,300 લીટર બાયો ડીઝલનો જથ્થો કબજે કર્યો છે. મહુવા ચોકડી પાસે ભૂમિ ટ્રાવેલ્સની સામેથી આ જથ્થો કબજે લેવામાં આવ્યો છે.પોલીસે ટ્રાવેલ્સની લક્ઝરી બસ, પીકઅપ વાન કબજે કરી તળાજા પોલીસે મહુવા ચોકડી પાસે ભૂમિ ટ્રાવેલ્સની ઓફિસ સામેથી બાયો ડીઝલના જથ્થા સહિત રૂપિયા 16,60,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ટ્રાવેલ્સની લક્ઝરી બસ અને પીકઅપ વાન કબજે કરી લીધી છે. તળાજા પોલીસે કેતન ભીલ, અમીરખાન પઠાણ, આદમભાઈ કાળવાતર અને દિલાવરભાઈ ગાહા વિરુદ્ધ BNSની કલમ 287 અને 125 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તમામ આરોપીને તળાજા પોલીસે ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના જસદણમાં શંકાસ્પદ બાયોડિઝલને લઇ ફરિયાદ થોડા દિવસ પહેલા જ રાજકોટના જસદણમાં શંકાસ્પદ બાયો ડિઝલને લઈ ફરિયાદ કરવામાં આવી હતી. પેઢીના માલિક ઈકબાલ કથીરી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. આટકોટ બાયપાસ પાસેથી બાયો ડીઝલ ઝડપાયું હતું. જમીનમાં ટાંકો બનાવીને બાયો ડિઝલ ભરી વેચાણ કરવામાં આવતું હતું. 24 માર્ચ 2024એ 4 લાખનો મુદ્દામાલ ઝડપ્યો હતો અને આધારપુરાવા રજૂ ન કરતા મામલતદારે ફરિયાદ નોંધાવી હતી. 

Bhavnagar: બાયો ડીઝલનું વેચાણ કરતા 4 ઝડપાયા, 16.60 લાખનો મુદ્દામાલ જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાવનગરમાં બાયો ડીઝલનું વેચાણ કરતા 4 વ્યક્તિઓ ઝડપાયા છે. તળાજા ગામે બોલેરો ગાડી મારફતે બાયો ડીઝલનું વેચાણ કરતા 4 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. તળાજા પોલીસે 2,300 લીટર બાયો ડીઝલનો જથ્થો કબજે કર્યો છે. મહુવા ચોકડી પાસે ભૂમિ ટ્રાવેલ્સની સામેથી આ જથ્થો કબજે લેવામાં આવ્યો છે.

પોલીસે ટ્રાવેલ્સની લક્ઝરી બસ, પીકઅપ વાન કબજે કરી

તળાજા પોલીસે મહુવા ચોકડી પાસે ભૂમિ ટ્રાવેલ્સની ઓફિસ સામેથી બાયો ડીઝલના જથ્થા સહિત રૂપિયા 16,60,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ટ્રાવેલ્સની લક્ઝરી બસ અને પીકઅપ વાન કબજે કરી લીધી છે. તળાજા પોલીસે કેતન ભીલ, અમીરખાન પઠાણ, આદમભાઈ કાળવાતર અને દિલાવરભાઈ ગાહા વિરુદ્ધ BNSની કલમ 287 અને 125 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તમામ આરોપીને તળાજા પોલીસે ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. 

રાજકોટના જસદણમાં શંકાસ્પદ બાયોડિઝલને લઇ ફરિયાદ

થોડા દિવસ પહેલા જ રાજકોટના જસદણમાં શંકાસ્પદ બાયો ડિઝલને લઈ ફરિયાદ કરવામાં આવી હતી. પેઢીના માલિક ઈકબાલ કથીરી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. આટકોટ બાયપાસ પાસેથી બાયો ડીઝલ ઝડપાયું હતું. જમીનમાં ટાંકો બનાવીને બાયો ડિઝલ ભરી વેચાણ કરવામાં આવતું હતું. 24 માર્ચ 2024એ 4 લાખનો મુદ્દામાલ ઝડપ્યો હતો અને આધારપુરાવા રજૂ ન કરતા મામલતદારે ફરિયાદ નોંધાવી હતી.