Bhavnagar News: મહુવા પંથકમાં સતત બીજા દિવસે મેઘમહેર, ધોધમાર વરસાદથી વાવણી લાયક માહોલ

Jun 19, 2026 - 20:30
Bhavnagar News: મહુવા પંથકમાં સતત બીજા દિવસે મેઘમહેર, ધોધમાર વરસાદથી વાવણી લાયક માહોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાવનગર જિલ્લામાં ચોમાસાની શરૂઆત થવાની સાથે જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદ થયો છે. શુક્રવારની બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો, અને આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું, જે બાદ હળવાથી ભારે વરસાદ શરૂ થયો હતો.

બગદાણા સહિતના ગામોમાં મેઘ મહેર

મહુવા ગ્રામ્યના પ્રખ્યાત યાત્રાધામ બગદાણા, મોણપર, ગળથર અને માતલપર સહિતના આસપાસના તમામ ગામોમાં સારો એવો વરસાદ નોંધાયો છે. લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને અસહ્ય ગરમી બાદ સતત બીજા દિવસે વરસાદ પડતાં સમગ્ર પંથકના વાતાવરણમાં સરસ ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે.

વાવણીના શુકન થતાં જગતનો તાત હરખાયો

સતત બીજા દિવસે પડેલા આ વરસાદના કારણે ખેતરોમાં વાવણી માટેનું એકદમ અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. મહુવા પંથકમાં વાવણી લાયક વરસાદ થતાં જ જગતના તાત એવા ખેડૂતોમાં ભારે ખુશીની લાગણી જોવા મળી રહી છે. ખેડૂતો હવે જોરશોરથી ખરીફ પાકની વાવણીના કામકાજમાં જોતરાઈ ગયા છે. આ વરસાદ બાદ ખેડૂતોમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે.


આ પણ વાંચો - Bhavnagar : મેડિકલ કોલેજમાં રેગિંગ મામલે 6 સિનિયર વિદ્યાર્થીઓ સસ્પેન્ડ, હોસ્ટેલ ખાલી કરવા આદેશ અને પોલીસ ફરિયાદની તૈયારી


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0