Bhavnagar News: પોલીસ પર હુમલા બાદ ગુંદી ગામે મેગા 'કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન', 20 શખ્સોની અટકાયત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ગુંદી ગામે વાહન ચેકિંગ કરી રહેલી પોલીસ ટીમ પર અચાનક અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને ગંભીરતાથી લઈને ઘોઘા પોલીસ મથકમાં 10 શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ પર થયેલા આ હુમલા બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
ડ્રોન અને બોડી કેમેરાની મદદથી સઘન ચેકિંગ
હુમલાની ઘટના બાદ ભાવનગર ગ્રામ્ય ASP ઘનશ્યામ ગૌતમની આગેવાનીમાં ગુંદી ગામના 'કેરીયાવાસ' વિસ્તારમાં મેગા 'કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન' (CASO) હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં ડ્રોન સર્વેલન્સ દ્વારા આખા ગામ પર નજર રાખવામાં આવી હતી અને પોલીસ જવાનોના બોડી વોર્ન કેમેરાની મદદથી દરેક હિલચાલને કેદ કરવામાં આવી હતી.
20 શખ્સો ડીટેઈન: દબાણો અને વીજચોરી સામે પણ કાર્યવાહી
આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસે અત્યાર સુધીમાં 20 જેટલા શખ્સોને ડીટેઈન કર્યા છે. પોલીસ દ્વારા માત્ર હુમલાખોરો જ નહીં, પરંતુ ગામમાં ચાલતી અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેવી કે વીજચોરી અને સરકારી જમીન પરના દબાણો સામે પણ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સંયુક્ત તંત્રના આ ઓપરેશનથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

