Bhavnagar News: મેયર ભરત બારડે સીટી બસની લીધી સરપ્રાઈઝ વિઝીટ

Feb 16, 2026 - 19:30
Bhavnagar News: મેયર ભરત બારડે સીટી બસની લીધી સરપ્રાઈઝ વિઝીટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શહેરમાં સાર્વજનિક પરિવહન સેવાને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી મનપાના મેયર ભરત બારડ આજે એક્શન મોડમાં જોવા મળ્યા હતા. માત્ર બે દિવસ પહેલાં જ શરૂ કરવામાં આવેલી સીટી બસ સેવાની ગુણવત્તા અને વ્યવસ્થા ચકાસવા માટે મેયરે કોઈ પણ પૂર્વ સૂચના વગર બસની સરપ્રાઈઝ વિઝીટ હાથ ધરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સામાન્ય નાગરિકની જેમ બસમાં સવારી કરી ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવ્યો હતો. બસમાં મુસાફરી કરી રહેલા નાગરિકો મેયરને પોતાની વચ્ચે જોઈ આશ્ચર્યચકિત થયા હતા.

મેયર દ્વારા સરપ્રાઈઝ વિઝીટ હાથ ધરવામાં આવી

મેયર ભરત બારડે મુસાફરોની પાસે બેસીને બસની સુવિધાઓ, સમયપાલન અને મુસાફરી દરમિયાન પડતી મુશ્કેલીઓ વિશે વિગતવાર વાતચીત કરી હતી. તેમણે ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધો પાસેથી બસ સેવા અંગેના પ્રતિભાવો મેળવ્યા હતા. આ સીધા સંવાદ દરમિયાન જાગૃત મુસાફરોએ મેયર સમક્ષ કેટલીક વ્યાજબી માંગણીઓ અને રજૂઆતો પણ કરી હતી: મુસાફરોએ માંગ કરી હતી કે શહેરમાં જે રૂટ હાલ બંધ છે, તેને પણ સત્વરે કાર્યરત કરવામાં આવે જેથી વધુ લોકોને લાભ મળે.

 મુસાફરો સાથે સુવિધાઓ વિશે કરી વાતચીત 

બસ સ્ટેન્ડ પર કયા રૂટની બસ આવશે તેના નામો સ્પષ્ટ અક્ષરે લખવા તેમજ સમયપત્રક મૂકવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. મેયર ભરત બારડે મુસાફરોની તમામ રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળી હતી અને સ્થળ પર જ ઉપસ્થિત અધિકારીઓને આ અંગે જરૂરી સુધારા કરવા સૂચના આપી હતી. તેમણે ખાતરી આપી હતી કે નાગરિકોની સુવિધા એ મનપાની પ્રાથમિકતા છે અને સીટી બસ સેવાને વધુમાં વધુ લોકભોગ્ય બનાવવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0