Bhavnagar News : ભાવનગરમાં અજાણ્યો વાહન ચાલક 2 લોકોને કચડીને ફરાર, તળાજા હાઈવે પર બની ઘટના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગરમાં અજાણ્યા વાહન ચાલકનો આતંક સામે આવ્યો છે, જેમાં બે બાઈક સવાર બાઈક લઈને જઈ રહ્યાં હતા તે દરમિયાન ફુલ સ્પીડમાં આવી રહેલા વાહન ચાલકે બે લોકોને કચડયા હતા જેમાં બન્નેના ઘટના સ્થળે મોત થયા છે, પોલીસે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને સીસીટીવીની મદદથી વાહન ચાલક સુધી પહોંચવાની કવાયત શરૂ કરી છે.
ભાવનગરમાં વાહન ચાલકે બાઇક સવાર બે વ્યક્તિને કચડ્યા
ભાવનગર જિલ્લામાં તળાજા નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે, જેમાં ખેત મજૂરીથી પરત ફરી રહેલા બે વ્યકિતે વાહન ચાલકે કચડયા હતા અને બન્નેના ઘટના સ્થળે મોત થયા છે, તો પોલીસે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જીવરાજ ધામેલિયા અને છગન જાદવનું ઘટનાસ્થળે મોત થયુ છે, પોલીસને અનુમાન છે કે ડમ્પર અથવા કાર ચાલક આ અકસ્માત સર્જીને ફરાર થયો હશે, તો પોલીસે પણ ચાર રસ્તે લગાવેલા સીસીટીવીની મદદ લીધી છે.
તળાજા નજીક નેશનલ હાઈવે ફરી રક્તરંજિત
તળાજા નજીક અજાણ્યો વાહન ચાલક બાઇક સવાર બે વ્યક્તિને કચડીને ફરાર થયો છે, ખેત મજૂર અને ખેડૂત બંને બાઈક પર સવાર થઈને ઘર તરફ જતા હતા તે દરમિયાન આ ઘટના બની છે, એક મૃતક રાજપરા ગામના અને બીજા મૃતક ઉંચેડી ગામના હોવાનું સામે આવ્યું છે, પોલીસે બન્નેના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, હાઈવે પર બેફામ રીતે વાહન ચલાવી લોકોના જીવ જોખમમાં મૂકી લોકો વાહન ચલાવતા હોય છે અને ઘણીવાર અકસ્માતો થયા છે અને લોકોના જીવ પણ ગયા છે.
What's Your Reaction?






