Bhavnagar News: ખોડિયાર મંદિર સ્ટેશન ખાતે ભાવનગર-પોરબંદર ટ્રેનનું સ્ટોપેજ અપાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગરના લોકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. શહેરીજનોની ટ્રેનની સુવિધામાં વધારો થયો છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાના પ્રયાસોથી ભાવનગર-પોરબંદર ટ્રેનનું ખોડિયાર મંદિર સ્ટેશન ખાતે સ્ટોપેજ અપાયું. હવેથી આ સ્ટોપેજના કારણે ખોડિયાર ધામની મુલાકાત લોકો માટે વધુ સરળ બની છે. મુસાફરો ટ્રેન સુવિધા મારફતે ખોડિયારધામની મુલાકાત લઈ શકશે. આ સ્ટોપેજના કારણે ખોડિયાર ધામ આવતા અને જતા મુસાફરોને સીધો ફાયદો થશે.
ભક્તો અને મુસાફરોની માગ પૂર્ણ થઈ
આ પ્રસંગે નીમુબેન બાંભણીયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવનો ખાસ આભાર વ્યક્ત કર્યો. વધુમાં તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંકલ્પ થકી જ આ શક્ય બન્યું છે. આ ઉપરાંત કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવજીની દૂરંદેશી નેતૃત્વ અને સંવેદનશીલ નિર્ણય લેતા લોકોને લાભ મળ્યો છે. "ભક્તો અને મુસાફરોની આ લાંબા સમયથી ચાલી આવતી માંગણી પૂર્ણ થઈ છે. સરકારે માત્ર જાહેર સુવિધાઓને પ્રોત્સાહન આપ્યું નથી પરંતુ આ પ્રદેશની શ્રદ્ધાનું પણ સન્માન કર્યું છે. ખોડિયાર માતાજીના આશીર્વાદથી, ભાવનગર-બોટાદ સંસદીય મતવિસ્તારમાં વિકાસનો કાફલો સતત આગળ વધી રહ્યો છે.
ખોડિયાર મંદિરની મુલાકાત બની સરળ
ખોડિયાર માતાજીના આશીર્વાદ અને સાંસદ તેમજ કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાના પ્રયાસોથી, ભાવનગર-પોરબંદર ટ્રેનનું સ્ટોપેજ હવે ખોડિયાર મંદિર સ્ટેશન પર સુનિશ્ચિત કરવામાં આવ્યું છે તેમ સ્થાનિક નેતા દ્વારા જણાવવામાં આવ્યું. મહત્વનું છે કે ભાવનગર શહેરથી 18 કિમી દૂર ખોડિયાર મંદિર આવેલું છે. ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર આવેલ ખોડિયાર મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. તહેવારોમાં અને ખાસ દિવસે આ મંદિરે ભક્તોની ભારે ભીડ રહે છે. ત્યારે ખોડિયાર મંદિર સ્ટેશનને સ્ટોપેજ મળવાના સમાચારથી લોકોમાં આનંદની લાગણી જોવા મળી.
What's Your Reaction?






