Bhavnagar: 13 ફેબ્રુઆરીથી ભાવનગર-હરિદ્વાર ટ્રેનની સપ્તાહની બીજી ટ્રીપની થશે શરૂઆત

Feb 10, 2025 - 15:30
Bhavnagar: 13 ફેબ્રુઆરીથી ભાવનગર-હરિદ્વાર ટ્રેનની સપ્તાહની બીજી ટ્રીપની થશે શરૂઆત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

યાત્રિયોની માગણી અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે બોર્ડે હવે ભાવનગર ટર્મિનસથી હરિદ્વાર સુધીની સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનને અઠવાડિયામાં બે દિવસ (સોમવાર અને ગુરુવાર) પૂર્વ નિર્ધારિત સમય મુજબ ચલાવવાની મંજૂરી આપી છે. જેને પગલે 13 જાન્યુઆરી ગુરૂવારથી ભાવનગર-હરિદ્વાર ટ્રેનની સપ્તાહની બીજી ટ્રીપની શરૂઆત થશે. ભાવનગર ડીવિઝનના ડીવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમારના માર્ગદર્શન હેઠળ ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી હરિદ્વાર સુધી 13 ફેબ્રુઆરીથી દર ગુરૂવારે ટ્રેન ઉપડશે.

દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન 13 ફેબ્રુઆરીથી દર ગુરૂવારે ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી ઉપડશે

ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેન (19271) ચાલશે. ભાવનગર ડીવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 19271/19272 ભાવનગર-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન નં. 19271 ભાવનગર - હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન 13 ફેબ્રુઆરીથી દર ગુરૂવારે ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી રાત્રે 20.20 કલાકે ઉપડશે અને શનિવારે 03.40 કલાકે હરિદ્વાર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 19272 હરિદ્વાર -ભાવનગર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન 15 ફેબ્રુઆરીથી દર શનિવારે 5 કલાકે કલાકે હરિદ્વારથી ઉપડશે અને રવિવારે બપોરે 12 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.

ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ અને લીંબડી હોલ્ટ કરશે

આ ટ્રેન ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, લીંબડી, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, મહેસાણા, પાટણ, ભીલડી જંક્શન, ધનેરા, રાનીવાડા, મારવાડ ભીનમાલ, મોદરાન, જાલોર, મોકલસર, સમદડ઼ી જંકશન, જોધપુર, ડેગાના જંક્શન, છોટી ખાટુ, ડીડવાના, લાડનું, સુજાનગઢ, રતનગઢ જંક્શન, ચૂરૂ જંક્શન, સાદુલપુર જંક્શન, હિસાર જંક્શન, જાખલ જંક્શન, સુનામ ઉધમ સિંહ વાલા, ધૂરી જંક્શન, પટિયાલા, રાજપુરા જંક્શન, અંબાલા કેન્ટ જંક્શન, સહારનપુર જંક્શન. અને રૂડ઼કી સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ જોડવામા આવશે. ટ્રેન નંબર 19271 માટે બુકિંગ 11 ફેબ્રુઆરી (મંગલવાર)થી પેસેન્જર રિઝર્વેશન કેન્દ્રો અને IRCTC વેબસાઈટ પર શરૂ થશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0