Bhavnagar: વરતેજ લઠ્ઠાકાંડમાં 1 લાખ પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ, 14 લોકોનાં મોત મામલે 42 આરોપીઓની ધરપકડ

Nov 6, 2026 - 16:30
Bhavnagar: વરતેજ લઠ્ઠાકાંડમાં 1 લાખ પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ, 14 લોકોનાં મોત મામલે 42 આરોપીઓની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાવનગર જિલ્લાના વરતેજ પંથકમાં 18 ઓગસ્ટના રોજ સર્જાયેલા ચર્ચાસ્પદ લઠ્ઠાકાંડના કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી) દ્વારા સ્થાનિક અદાલતમાં 1 લાખ પાનાની દળદાર ચાર્જશીટ સબમિટ કરવામાં આવી છે. આ કેસમાં ઝેરી કેમિકલયુક્ત દારૂ પીવાના કારણે 14 નિર્દોષ નાગરિકોના કરુણ મોત નીપજ્યા હતા. સમગ્ર મામલે તપાસ કરતી ટીમે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી અદાલતી કાર્યવાહી આગળ ધપાવી છે.

ઝેરી દારૂના સેવનથી 14 લોકોનાં કમકમાટીભર્યા મોત 

ભાવનગરના વરતેજ વિસ્તારમાં બનેલી આ ગંભીર લઠ્ઠાકાંડની દુર્ઘટનામાં ઝેરી દારૂના સેવનથી 14 લોકોનાં કમકમાટીભર્યા મોત થતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ સંવેદનશીલ ઘટનાની તપાસ એસએમસીને સોંપાયા બાદ તપાસ એજન્સીએ અત્યારસુધીમાં કડક કાનૂની સંકજો કસ્યો છે. 

42 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી

આ ચકચારી પ્રકરણમાં ખાખી વર્દીધારી પોલીસ કર્મચારી સહિત કુલ 42 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર ગુનાહિત ષડયંત્રમાં સંડોવાયેલા અને હાલ નાસતા ફરતા અન્ય 10 જેટલા આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ માટે કવાયત હાથ ધરાઈ છે. પકડાયેલા તમામ આરોપીઓ સામે સચોટ પુરાવા એકત્રિત કરીને કાયદાકીય સકંજો મજબૂત બનાવાયો છે.

1 લાખ પાનાની વિશાળ ચાર્જશીટ રજૂ 

આ ચકચારી કેસને અદાલતમાં મજબૂતાઈથી રજૂ કરવા અને દોષિતોને કડક સજા અપાવવાના મક્કમ ઈરાદા સાથે એસએમસી દ્વારા કોર્ટમાં 1 લાખ પાનાનું વિશાળ ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું છે. આ દસ્તાવેજી પુરાવામાં આરોપીઓ વચ્ચે થયેલા શંકાસ્પદ નાણાકીય વ્યવહારો સાબિત કરતી મની ટ્રેલ, ઘટનાસ્થળ તેમજ વિવિધ માર્ગો પરથી મેળવાયેલા સીસીટીવી ફૂટેજ, આરોપીઓ વચ્ચેની વાતચીતના કોલ ડિટેઇલ રેકોર્ડ્સ (સીડીઆર) અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ)ના અત્યંત મહત્વપૂર્ણ ટેક્નિકલ પુરાવાઓ સંપૂર્ણ વિગતો સાથે સામેલ કરવામાં આવ્યા છે. આ મજબૂત વૈજ્ઞાનિક પુરાવાઓ કેસની કાયદાકીય તપાસમાં મહત્ત્વપૂર્ણ પાયો બનશે.મિથેનોલ કેમિકલ સપ્લાય કરતી આંતરરાજ્ય ચેઇનનો પર્દાફાશ 

વધુમાં, તપાસ એજન્સી એસએમસીએ તપાસ દરમિયાન જીવલેણ મિથેનોલ કેમિકલ સપ્લાય કરતી આંતરરાજ્ય ચેઇનનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મેળવી હતી. આ ગેરકાયદે નેટવર્ક સામે તવાઈ બોલાવીને તપાસ ટીમે ગુના સંબંધિત રૂ. 22 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો હતો. વોન્ટેડ આરોપીઓની શોધખોળ 

અન્ય રાજ્યોમાંથી કેમિકલ લાવી સ્થાનિક સ્તરે તેનું ગેરકાયદે વિતરણ કરવાના સમગ્ર કારોબારનો પર્દાફાશ કરી તપાસ આગળ વધારાઈ છે. આ કેસમાં તમામ આરોપીઓ સામે મજબૂત કાયદાકીય આધાર તૈયાર કરી કોર્ટમાં સમયસર ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ કેસમાં ફરાર રહેલા વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા માટે પણ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ વધુ તેજ કરવામાં આવી છે.   


આ પણ વાંચો :    Explainer: ગરીબીમાં બાળપણ, લગ્ન વગર 5 બાળકોના પિતા, રોનાલ્ડોની ફૂટબોલના રાજા બનવાની સફર!

                                

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0