Bhavnagar: ધો-૧૨ની પ્રાયોગિક પરીક્ષામાં હાથના સ્નાયુની તકલીફવાળા વિદ્યાર્થીને લહીયાની મંજૂરી અપાઈ
ધો-૧૨ વિ.પ્ર.ની પ્રાયોગિક પરીક્ષાનો આરંભ થયો છે. ધો-૧૨ વિ.પ્ર.ની પ્રાયોગિક પરીક્ષા અન્વયે શહેરની જ્ઞાનમંજૂરી સ્કૂલમાં અભ્યાસ કરતા છાત્રના હાથના સ્નાયુની તકલીફને ધ્યાનમા લઈને સ્થાનિક શિક્ષણ વિભાગે સંવેદના દાખવીને તત્કાલ અસરથી લહિયાની મંજૂરી આપી દિધી હોવાનુ જાણવા મળ્યુ છે.આ અંગે શિક્ષણ વિભાગના સુમાહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્થાનિક શિક્ષણ વિભાગ દ્વારા આજે ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટીકલ પરીક્ષા ચાલુ થઈ ગઈ છે. ધો-૧૨ વિ.પ્ર.ની પ્રાયોગિક પરીક્ષા બે સેશનમા લેવામા આવી રહી છે, દરમિયાન ભાવનગરના કાળીયાબીડ સ્થિત જ્ઞાનમંજરી શાળામાં અભ્યાસ કરતા છાત્ર રૂદ્ર ભાઇ જાનીને હાથના સ્નાયુની ઈજાને ધ્યાનમા લઈને પરીક્ષા આપી ન આપી શકવાની સ્થિતિમા સ્થાનિક શિક્ષણ વિભાગને સ્કુલ તરફથી રજૂઆત કરવામા આવતા સ્થાનિક શિક્ષણ વિભાગે છાત્રની મુશ્કેલીઓને સમજીને શિક્ષણ બોર્ડના નિયમને આધિન ભાવનગરના ડીઈઓ હિતેન્દ્રસિહ પઢેરીયાની સુચના મુજબ છાત્રને તત્કાલ પ્રભાવથી લહિયો રાખવા માટેની મંજૂરી આપી દેવામા આવી હોવાનુ શિક્ષણ બોર્ડના પ્રતિનિધિ રાજૂ ભટ્ટે જણાવ્યુ હતું. ઉલ્લેખનીય છેકે, ધો-૧૨ વિ.પ્ર.ની પ્રાયોગિક પરીક્ષા અન્વયે રૂદ્ જાનીની તા.૮થી પ્રાયોગિક પરીક્ષાનો આરંભ થશે.
![Bhavnagar: ધો-૧૨ની પ્રાયોગિક પરીક્ષામાં હાથના સ્નાયુની તકલીફવાળા વિદ્યાર્થીને લહીયાની મંજૂરી અપાઈ](https://epapercdn.sandesh.com/images/2025/02/06/bYkCwzeS0tKQl8MEyuF1P2jRF567MjOudXTmzMsb.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ધો-૧૨ વિ.પ્ર.ની પ્રાયોગિક પરીક્ષાનો આરંભ થયો છે. ધો-૧૨ વિ.પ્ર.ની પ્રાયોગિક પરીક્ષા અન્વયે શહેરની જ્ઞાનમંજૂરી સ્કૂલમાં અભ્યાસ કરતા છાત્રના હાથના સ્નાયુની તકલીફને ધ્યાનમા લઈને સ્થાનિક શિક્ષણ વિભાગે સંવેદના દાખવીને તત્કાલ અસરથી લહિયાની મંજૂરી આપી દિધી હોવાનુ જાણવા મળ્યુ છે.
આ અંગે શિક્ષણ વિભાગના સુમાહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્થાનિક શિક્ષણ વિભાગ દ્વારા આજે ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટીકલ પરીક્ષા ચાલુ થઈ ગઈ છે. ધો-૧૨ વિ.પ્ર.ની પ્રાયોગિક પરીક્ષા બે સેશનમા લેવામા આવી રહી છે, દરમિયાન ભાવનગરના કાળીયાબીડ સ્થિત જ્ઞાનમંજરી શાળામાં અભ્યાસ કરતા છાત્ર રૂદ્ર ભાઇ જાનીને હાથના સ્નાયુની ઈજાને ધ્યાનમા લઈને પરીક્ષા આપી ન આપી શકવાની સ્થિતિમા સ્થાનિક શિક્ષણ વિભાગને સ્કુલ તરફથી રજૂઆત કરવામા આવતા સ્થાનિક શિક્ષણ વિભાગે છાત્રની મુશ્કેલીઓને સમજીને શિક્ષણ બોર્ડના નિયમને આધિન ભાવનગરના ડીઈઓ હિતેન્દ્રસિહ પઢેરીયાની સુચના મુજબ છાત્રને તત્કાલ પ્રભાવથી લહિયો રાખવા માટેની મંજૂરી આપી દેવામા આવી હોવાનુ શિક્ષણ બોર્ડના પ્રતિનિધિ રાજૂ ભટ્ટે જણાવ્યુ હતું. ઉલ્લેખનીય છેકે, ધો-૧૨ વિ.પ્ર.ની પ્રાયોગિક પરીક્ષા અન્વયે રૂદ્ જાનીની તા.૮થી પ્રાયોગિક પરીક્ષાનો આરંભ થશે.