Bhavnagarમાં એસ.ટી બસોમાં મુસાફરીને લઈને હર્ષ સંઘવીનુ મહત્વનું નિવેદન
ભાવનગરમાં નવનિર્મિત વિભાગીય કચેરીના લોકાર્પણ માટે એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ હાજર રહ્યા હતા. હર્ષ સંઘવીએ કાર્યક્રમમા એક નિવેદન આપ્યુ હતુ. એસ.ટી બસમાં મુસાફરીને લઈને હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યુ છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. એસટીને લઈને એક મહત્વનુ નિવેદનગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ભાવનગરમાં નવનિર્મિત વિભાગીય કચેરીના લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાત એસટીને લઈને એક મહત્વનુ નિવેદન આપ્યુ હતુ. તેમણે નિવેદન આપતા જણાવ્યુ કે, ગુજરાતમાં એસટી બસ સેવામાં સુધારો કરવામાં આવશે. હવે કોઈપણ એક શહેરથી બીજા કોઈપણ શહેરમાં જવા આવવા માટે જો તમે આખી બસનું બુકિંગ કરાવશો તો એસટી બસ તમારા ઘરના આંગણા સુધી આવી જશે. એસટીમાં પ્રાઇવેટ બસો જેવી સુવિધાગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યુ કે, ગુજરાતમાં પ્રાઇવેટ બસો દ્વારા જનતાને જે સુવિધાઓ આપવામાં આવે છે. તેવી જ સુવિધાઓ હવે ગુજરાત એસ.ટીની બસોમાં પણ આપવામાં આવશે. જેથી લોકો આરામથી એક જગ્યાએથી બીજી જગ્યાએ સુરક્ષીત રીતે જઈ શકશે. તેમણે કહ્યુ કે, સમગ્ર રાજ્યના તમામ નાગરિકોને આ વ્યવસ્થાનો લાભ મળશે. સુરતથી ભાવનગર અને અમરેલી જવા પુરતી બસોની વ્યવસ્થાદિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો હોય ગુજરાત એસટી દ્વારા મુસાફરો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દિવાળીનો તહેવાર હોય એટલે લોકો એક બીજાને મળવા માટે મુસાફરી કરતા હોય છે. લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ અવર જવર કરવા માટે ઘણુ હેરાન થવુ પડતુ હોય છે. બસોમાં લોકોનો ઘસારો એટલો હોય છે કે બેસવા માટે જગ્યા પણ માંડ મળતી હોય છે. અમુક સમયે મસગ્ર મુસાફરી દરમિયાન બસમાં ઉભા રહેવાનો પણ વારો આવી શકે છે. ત્યારે હવે દિવાળીના વેકેશન ગુજરાત એસટીએ લોકો માટે ખાસ સુવિધા કરી છે. સુરતથી ભાવનગર અને અમરેલી જેવા શહેરોમાં આવવા-જવા માટે એસટી તંત્ર તરફથી બસોની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કોઈ મુસાફરને આવવા જવામાં તકલીફનો સામનો ન કરવો પડે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગરમાં નવનિર્મિત વિભાગીય કચેરીના લોકાર્પણ માટે એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ હાજર રહ્યા હતા. હર્ષ સંઘવીએ કાર્યક્રમમા એક નિવેદન આપ્યુ હતુ. એસ.ટી બસમાં મુસાફરીને લઈને હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યુ છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
એસટીને લઈને એક મહત્વનુ નિવેદન
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ભાવનગરમાં નવનિર્મિત વિભાગીય કચેરીના લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાત એસટીને લઈને એક મહત્વનુ નિવેદન આપ્યુ હતુ. તેમણે નિવેદન આપતા જણાવ્યુ કે, ગુજરાતમાં એસટી બસ સેવામાં સુધારો કરવામાં આવશે. હવે કોઈપણ એક શહેરથી બીજા કોઈપણ શહેરમાં જવા આવવા માટે જો તમે આખી બસનું બુકિંગ કરાવશો તો એસટી બસ તમારા ઘરના આંગણા સુધી આવી જશે.
એસટીમાં પ્રાઇવેટ બસો જેવી સુવિધા
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યુ કે, ગુજરાતમાં પ્રાઇવેટ બસો દ્વારા જનતાને જે સુવિધાઓ આપવામાં આવે છે. તેવી જ સુવિધાઓ હવે ગુજરાત એસ.ટીની બસોમાં પણ આપવામાં આવશે. જેથી લોકો આરામથી એક જગ્યાએથી બીજી જગ્યાએ સુરક્ષીત રીતે જઈ શકશે. તેમણે કહ્યુ કે, સમગ્ર રાજ્યના તમામ નાગરિકોને આ વ્યવસ્થાનો લાભ મળશે.
સુરતથી ભાવનગર અને અમરેલી જવા પુરતી બસોની વ્યવસ્થા
દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો હોય ગુજરાત એસટી દ્વારા મુસાફરો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દિવાળીનો તહેવાર હોય એટલે લોકો એક બીજાને મળવા માટે મુસાફરી કરતા હોય છે. લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ અવર જવર કરવા માટે ઘણુ હેરાન થવુ પડતુ હોય છે. બસોમાં લોકોનો ઘસારો એટલો હોય છે કે બેસવા માટે જગ્યા પણ માંડ મળતી હોય છે. અમુક સમયે મસગ્ર મુસાફરી દરમિયાન બસમાં ઉભા રહેવાનો પણ વારો આવી શકે છે. ત્યારે હવે દિવાળીના વેકેશન ગુજરાત એસટીએ લોકો માટે ખાસ સુવિધા કરી છે. સુરતથી ભાવનગર અને અમરેલી જેવા શહેરોમાં આવવા-જવા માટે એસટી તંત્ર તરફથી બસોની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કોઈ મુસાફરને આવવા જવામાં તકલીફનો સામનો ન કરવો પડે.