Bharuchના મારુતિ નગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક, ઘરમાં ઘૂસી યુવક પર ધારીયાથી હુમલો કરી રોકડની લૂંટ

Sep 6, 2026 - 15:30
Bharuchના મારુતિ નગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક, ઘરમાં ઘૂસી યુવક પર ધારીયાથી હુમલો કરી રોકડની લૂંટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભરૂચ શહેરના મારુતિ નગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. વિસ્તારમાં આતંક મચાવતા અસામાજિક તત્વોએ ઘર ખાલી કરવા મુદ્દે એક યુવક પર ઘાતકી હુમલો કર્યો છે. છેલ્લા 15 દિવસથી ઘર ખાલી કરી દેવા બાબતે ધાક-ધમકી આપ્યા બાદ આ અસામાજિક તત્વોએ ઘરમાં ઘૂસીને લોહિયાળ ખેલ ખેલતા સમગ્ર વિસ્તારમાં ભારે ભય અને દહેશતનો માહોલ વ્યાપી ગયો છે. 

ટોળાએ ઘરમાં ઘૂસી માથામાં ધારિયું માર્યું

તોસીફ નામના યુવકના ઘરમાં ૬થી વધુ અસામાજિક તત્વોનું ટોળું કાયદો હાથમાં લઈને બળજબરીપૂર્વક ઘૂસી ગયું હતું. આ માથાભારે ઈસમોએ તોસીફ પર પ્રાણઘાતક હુમલો કરીને તેના માથાના ભાગે ધારિયાનો ઘા ઝીંકી દીધો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા તોસીફને માર મારવાની સાથે-સાથે હુમલાખોરો તેના ખિસ્સામાંથી રોકડ રકમની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. 

ઘર ખાલી કરાવવા યુવક પર ઘાતકી હુમલો

હુમલાની આ ઘટના બાદ બૂમાબૂમ થતાં આસપાસના સ્થાનિક રહીશો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં તોસીફને બચાવીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. તહેવારોના પવિત્ર દિવસોમાં જ મારુતિ નગર જેવા રહેણાંક વિસ્તારમાં અસામાજિક તત્વોએ મચાવેલા આતંકથી સ્થાનિકોમાં ઘેરા રોષની લાગણી જોવા મળી રહી છે. રહીશોએ પોલીસ પ્રશાસન પાસે આ માથાભારે તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરીને કાયદાનું ભાન કરાવવા ઉગ્ર માંગ કરી છે. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0