Bharuch:અકસ્માતમાં પગ ગુમાવ્યો હવે માર્ગ સલામતીનો સંદેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મોડિફાય કરેલુ સ્કૂટર લઇને બેંગ્લોરના બી. વી. નારાયણ અત્યાર સુધીમાં 89 દેશોની સફર કરી ચુક્યા છે. તેઓ આજે ભરૂચ આવી પહોંચ્યા છે.
તેમણે એક અકસ્માતમાં પગ ગુમાવ્યા બાદ લોકોને માર્ગ સલામતી અને માનવતાનો સંદેશ આપવા વિશ્વભરમાં સ્કૂટર પર ફરી રહ્યા છે.તેમણે અપંગતાથી મુકિત મેળવવા માટે એક ઝુંબેશ શરૂ કરી છે. બેંગ્લોરના બી.વી.નારાયણ હાલ પોતાના જીવનની છેલ્લી રાઈડ કરી રહ્યા છે. જેઓ આજે સવારે ભરૂચ પહોંચ્યા હતા. અત્યાર સુધી તેમણે ઈજિપ્ત, સુદાન, કેન્યા, તાન્ઝાનિયા, ઝામ્બિયા, આફરીકાના કેમરૂન, પેરાગ્વે, બોલિવિયા, પેરૂ, દક્ષિણ અમેરિકાના ઈક્વાડોર, યુરોપ સહિત 89 દેશોની યાત્રા કરી છે.
તેમના મિત્રનો પુત્ર બંને પગથી ચાલી શકતો ન હતો તેના મિત્રના કહેવાથી મેં તેના પુત્ર માટે તેનું સ્કુટર મોડિફાઈ કર્યુ. કોરોનાને કારણે કામ બંધ થઈ ગયુ તેમણે દિવ્યાંગો માટે વાહન બનાવતી વખતે તેમણે જોયુ કે યુવાનો અકસ્માતમાં હાથ-પગ ગુમાવે છે. દિવ્યાંગો માટે વાહન બનાવવા કરતા વધુ મહત્વનું એ છે કે કોઈ પણ યુવક માર્ગ અકસ્માતને કારણે અપંગ ન બને. આ માટે તેમણે પોતાના માટે બાઈક બનાવી અને જાગૃતિ માટે વિશ્વ પ્રવાસ પર નીકળ્યા.આ તકે તેમણે કહ્યુ કે, અંગદાનને પ્રોત્સાહન આપીને આપણે એક સારા સમાજનું નિર્માણ કરી શકીએ છીએ. યુવા દેશની તાકાત છે.
What's Your Reaction?






