Bharuch: ખેતરમાં હાઈ ટેન્શન ટાવરની લાઈન નાખતા ખેડૂતોનો પાક નષ્ટ, વળતરની માગ

ભરૂચના જુના દાદાપોર ગામે અમદાવાદ સાઉથ ગુજરાત નવસારી 765 નવી કેવી લાઈનનું કામ કરતા ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે, ત્યારે ખેડૂતોએ વળતર માટે માગ કરી છે. પોલીસ બંદોબસ્ત સાથે ખેડૂતોના ખેતરોમાં લાઈનનું કામ શરૂ થતાં ખેડૂતોએ વળતર માટે સર્વે કરવામાં આવે તેવી માગ કરી છે.કોઈપણ પ્રકારની નોટિસ વગર કરાઈ કામગીરી કેળ, તૂવેર, કપાસ, મરચા સહિતના પાકને નુકસાન થયો હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. જુના દાદાપોર ગામના ખેડૂતોને હાઈ ટેન્શન ટાવરની લાઈન નાખતા ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. અમદાવાદથી નવસારી જતી પાવરગ્રીડ લાઈનનું કામ ચાલતા ખેડૂતોને ખૂબ જ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જ્યારે જુના દાદાપોર ગામના ખેડૂતોને તાત્કાલિક સ્થળ ઉપર જ નોટિસ પાઠવવામાં આવી છે. સરકાર સહાય ચૂકવે તેવી ખેડૂતોની માગ ત્યારે ખેડૂતો કહી રહ્યા છે કે કોઈપણ જાતની નોટીસ આપ્યા વિના જ અમારા તૈયાર કરેલા ઉભા પાક ઉપર ટ્રેકટર ફેરવી દેવામાં આવ્યા છે. બે વાર ખેડૂતોના ઉભા પાકને રેલમાં ખૂબ જ નુકસાન થયું હતું, જ્યારે હાલમાં તૈયાર થઈ ગયેલા ઉભા પાકને જીઈબી દ્વારા હાઈ ટેન્શન ટાવર નાખતા ખેડૂતોને ભારે નુકસાન થતાં ખેડૂતોને પૂરેપૂરું વળતર મળે તેવી માગ સરકાર પાસે કરી રહ્યા છે. ખેડૂતોના પાકોને મોટી માત્રામાં નુકસાન બે વખત ખેડૂતોની તમામ ખેતીમાં રેલ આવવાથી ખેડૂતો પાયમાલ થઈ ગયા હતા. જેમાં હાલમાં તૈયાર થયેલા પાકમાં જીઈબી દ્વારા હાઈ ટેન્શન ટાવરની કામગીરી દ્વારા ખેતરમાં જ્યાં અને ત્યાં ટ્રેક્ટરો અને મજૂરો દ્વારા ખૂબ જ નુકસાન થતાં ખેડૂતો રોષે ભરાયા હતા અને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમે વ્યાજે અને અન્ય જગ્યાએથી રૂપિયા લાવી ખેતી કરીએ છીએ, જેને લઈને સરકાર અમને પૂરેપૂરું વળતર આપે તેવી માગણી છે. ખેડૂતોને કેળા, તુવેર, ચોળી, વાલ, મરચા અને બીજા બધી જ રીતે તૈયાર થઈ ગયેલા અનેક પાકોમાં મોટી માત્રામાં નુકસાન થતાં ખેડૂતો મીડિયા સમક્ષ આવવા મજબુર બન્યા છે. નુકસાનીનું સર્વે કરી વળતર ચૂકવવામાં આવશે જીઈબી દ્વારા આમોદના જૂના દાદાપોર ગામે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ હાઈ ટેન્શન ટાવરની કામગીરીનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ બાબતે સ્થળ ઉપર હાજર જીઈબીના અધિકારીઓને પૂછપરછ કરતા તેમને જણાવ્યું હતું કે ખેડૂતોને જે પણ કંઈ નુકસાન થયું છે તે નુકસાનીનું સર્વે કરી તેમને વળતર ચૂકવવામાં આવશે.

Bharuch: ખેતરમાં હાઈ ટેન્શન ટાવરની લાઈન નાખતા ખેડૂતોનો પાક નષ્ટ, વળતરની માગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભરૂચના જુના દાદાપોર ગામે અમદાવાદ સાઉથ ગુજરાત નવસારી 765 નવી કેવી લાઈનનું કામ કરતા ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે, ત્યારે ખેડૂતોએ વળતર માટે માગ કરી છે. પોલીસ બંદોબસ્ત સાથે ખેડૂતોના ખેતરોમાં લાઈનનું કામ શરૂ થતાં ખેડૂતોએ વળતર માટે સર્વે કરવામાં આવે તેવી માગ કરી છે.

કોઈપણ પ્રકારની નોટિસ વગર કરાઈ કામગીરી

કેળ, તૂવેર, કપાસ, મરચા સહિતના પાકને નુકસાન થયો હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. જુના દાદાપોર ગામના ખેડૂતોને હાઈ ટેન્શન ટાવરની લાઈન નાખતા ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. અમદાવાદથી નવસારી જતી પાવરગ્રીડ લાઈનનું કામ ચાલતા ખેડૂતોને ખૂબ જ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જ્યારે જુના દાદાપોર ગામના ખેડૂતોને તાત્કાલિક સ્થળ ઉપર જ નોટિસ પાઠવવામાં આવી છે.

સરકાર સહાય ચૂકવે તેવી ખેડૂતોની માગ

ત્યારે ખેડૂતો કહી રહ્યા છે કે કોઈપણ જાતની નોટીસ આપ્યા વિના જ અમારા તૈયાર કરેલા ઉભા પાક ઉપર ટ્રેકટર ફેરવી દેવામાં આવ્યા છે. બે વાર ખેડૂતોના ઉભા પાકને રેલમાં ખૂબ જ નુકસાન થયું હતું, જ્યારે હાલમાં તૈયાર થઈ ગયેલા ઉભા પાકને જીઈબી દ્વારા હાઈ ટેન્શન ટાવર નાખતા ખેડૂતોને ભારે નુકસાન થતાં ખેડૂતોને પૂરેપૂરું વળતર મળે તેવી માગ સરકાર પાસે કરી રહ્યા છે.

ખેડૂતોના પાકોને મોટી માત્રામાં નુકસાન

બે વખત ખેડૂતોની તમામ ખેતીમાં રેલ આવવાથી ખેડૂતો પાયમાલ થઈ ગયા હતા. જેમાં હાલમાં તૈયાર થયેલા પાકમાં જીઈબી દ્વારા હાઈ ટેન્શન ટાવરની કામગીરી દ્વારા ખેતરમાં જ્યાં અને ત્યાં ટ્રેક્ટરો અને મજૂરો દ્વારા ખૂબ જ નુકસાન થતાં ખેડૂતો રોષે ભરાયા હતા અને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમે વ્યાજે અને અન્ય જગ્યાએથી રૂપિયા લાવી ખેતી કરીએ છીએ, જેને લઈને સરકાર અમને પૂરેપૂરું વળતર આપે તેવી માગણી છે. ખેડૂતોને કેળા, તુવેર, ચોળી, વાલ, મરચા અને બીજા બધી જ રીતે તૈયાર થઈ ગયેલા અનેક પાકોમાં મોટી માત્રામાં નુકસાન થતાં ખેડૂતો મીડિયા સમક્ષ આવવા મજબુર બન્યા છે.

નુકસાનીનું સર્વે કરી વળતર ચૂકવવામાં આવશે

જીઈબી દ્વારા આમોદના જૂના દાદાપોર ગામે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ હાઈ ટેન્શન ટાવરની કામગીરીનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ બાબતે સ્થળ ઉપર હાજર જીઈબીના અધિકારીઓને પૂછપરછ કરતા તેમને જણાવ્યું હતું કે ખેડૂતોને જે પણ કંઈ નુકસાન થયું છે તે નુકસાનીનું સર્વે કરી તેમને વળતર ચૂકવવામાં આવશે.